ગૌરવ ભિદુરીનો ફિલ્મ દંગલ જેવો કિસ્સો: પિતાએ પોતાનું રોળાયેલું સપનું દિકરામાં જોયું: દીકરો પહોંચી ગયો વર્લ્ડ બોકિસંગ ચેમ્પિયનશીપની ફાઈનલમાં
મુકમ કરોતી વાચાલમ પંગુમ લંઘયતે ગીરીમ… મતલબ કે મન હોય તો માળવે જવાય. ઈચ્છા શક્તિ હોય તો વિકલાંગ પણ પર્વત ઓળંગી શકે. વર્લ્ડ બોક્સિગંમાં ભારતનો એક ‘સૂકલકડી’ જેવો દેખાતો છોકરાએ મેદાન માર્યું છે. જીહા, ગૌરવ ભિદુરીએ ભારતને ગૌરવ અપાવ્યું છે. તેને ૮ માસની પીઠનો દુખાવો છે એટલે સકસેસ અને ફેલ્યોર વચ્ચે પાતળી ભેદરેખાનો જીવતો જાગતો દાખલો છે.
ગૌરવ ભિદુરીનો ફિલ્મ દંગલ જેવો કિસ્સો છે. તેના પિતાએ પોતાનું રોળાયેલું સપનું દિકરામાં જોયું દીકરો પહોંચી ગયો વર્લ્ડ બોક્સિગં ચેમ્પ્યિન શિપની ફાઈનલમાં હવે અમેરીકન બોકસર સાથે ટકરાશે.
તેણે ટયૂનિશિયાના બોકસરને હરાવીને સેમી ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. તેના પિતા તેને નાનપણથી જ આવ બોકિસંગ ચેમ્પિયન આવ તેમ કહીને પ્રોત્સાહિત કરતા હતા અને પોતાના દીકરા માટે ઈમિજિનેશન કરતા હતા.
ગૌરવ ભિદુરીની તસવીર તમે જોઈ શકો છો કે તે એકટર રાજકુમાર રાવના ડુપ્લિકેટ જેવો દેખાતો માત્ર ૫૬ કિલો વજન ધરાવતો એક સુકલકડી છોકરો છે. આમ છતાં મન હોય તો માળવે જવાયની ગુજરાતની કહેવત અનુસાર તેણે બોકિસંગમાં કૌવત બતાવ્યું છે.
વર્લ્ડ બોકિસંગની સેમિ ફાઈનલમાં પહોંચનારો તે ચોથો ભારતીય છે. જેમાં વિજેન્દર સિંઘનું નામ મશહૂર છે. વિજેન્દરે તો ફિલમોમાં પણ કામ કર્યું છે.
ગૌરવ ભિદુરીના પિતા તેમના સમયમાં એક બોકસર હતા. તેમણે પુત્રને પ્રેરિત કર્યા છે. ગૌરવને છેલ્લા ૮ માસથી પીઠનો દુખાવો હતો આમ છતાં તેણે રિંગમાં બોકસરને પછાડી દીધો હતો. અગર તમન્ના છે અને તૈયારી છે તો પહાડ જેવી સમસ્યા પણ ‚ જેવી હલકી થઈ જાય છે તે ગૌરવ ભિદુરીએ સિઘ્ધ કરી બતાવ્યું છે.