પ્રાચીન ભારતમાં ઋષિઓની પૂજા થાય છે, આકાશના તારા સમુહમાં ‘સપ્તર્ષિ’નું સ્થાન છે, આ ઋષિએ ભારતની સંસ્કૃતિને સદાકાલ માટે દુનિયાભરમાં અમરતા બક્ષી છે
ઋષિ એ જ્ઞાની અને પૂર્ણ મનુષ્ય માટે વપરાતો વૈદિક શબ્દ છે, આ ઋષિઓએ વેદો-પૂરાણો-ઉપનિષદ-રામાયણ અને મહાભારતની ઋચાઓની રચના કરી હતી
અનુવૈદિક હિન્દુ પરંપરાઓમાં કોઇએ સખ્ત તપ અને ઘ્યાન કર્યુ હોય અને જેની પાસે અંતિમ સત્ય અને ઊંડાણવાળું જ્ઞાન છે તેના માટે આપણે કે પૌરાણિક શાસ્ત્રો, ગ્રંથોમાં ઋષિ શબ્દ પ્રયોજયો છે. વિશ્ર્વ મિત્ર પૌરાણિક ભારતના એક આદરણીય સંત હતા. હિન્દુ ગ્રંથો મુજબ તેમણે દેવોને પડકારીને અલગ સ્વર્ગ બનાવવાની યોજના બનાવતા, ઇન્દ્રએ તેમની શકિતઓથી ગભરાયને મેનકાને ઘ્યાન ભંગ કરવા ધરતી પર મોકલી હતી. આપણી પ્રાચિન સંસ્કૃતના મત મુજબ ઋષિએ સંસ્કૃત ઘાતુ ‘રશ’ પર આવ્યો છે. જેનો અર્થ થાય છે ચાલવું અને હલવું, આ શબ્દનો વહેવું એવો પણ કરાય છે.
ઇન્ડોનશિયા જાવાના મઘ્યકાલિન મંદિરોમાં ઋષિ અગત્સ્યની પ્રતિમા શિવ મંદિરોમાં જોવા મળે છે. આ ઉપરાંત કંબોડીયા, મ્યાનમાર, થાઇલેન્ડ અને લાઓસમાં પણ ભારતના ઋષિઓ સમતુલ્ય હતા. વેદના રચયિતા તરીકે ઋષિઓનો ઉલ્લેખ થાય છે. સ્વામી વિવેકાનંદજીના મત મુજબ ભારતમાં સૌથી પ્રથમ જ્ઞાન આ ઋષિઓ પાસે આવ્યું હતું. ખાસ કરીને ઋગવેદના રચયિતા તરીકે ઋષિઓનું વર્ણન જોવા મળે છે. મહિલા ઋષિને ઋષિકા કહેવાય છે, જેમાં રોમાશા, લોપામુદ્રા, અપાલા, વિશ્ર્વવારા, વ્યુહુ, વ્યામિ, કદ્રુ, ઇન્દ્રાણી, દેવયાની, પૌલોમી અને સાવિત્રીનો ઉલ્લેખ જોવા મળે છે.
‘સપ્તર્ષિ’ એ સાત ઋષિઓનું વર્ગીકરણ છે. અન્ય એક વર્ગીકરણમાં ઋષિઓમાં રાજર્ષિ, મહર્ષિ અને બ્રહ્મર્ષિ જોવા મળે છે. પ્રાચિન ભારતમાં ઋષિઓની પૂજા થાય છે. આકાશના તારા સમુહમાં ‘સપ્તર્ષિ’ ને સ્થાન અપાયું છે. ઋષિએ જ્ઞાની અને પૂર્ણ મનુષ્ય માટે વપરાતો વૈદિક શબ્દ છે અને આજ ઋષિએ જ્ઞાનિ અને પૂર્ણ મનુષ્ય માટે વપરાતો વૈદિક શબ્દ છે અને આજ ઋષિઓઅ વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત જેવા ગ્રંથો અને વેદોની ઋચાઓની રચના કરી હતી. ઋષિ પંચમી આપણો મોટો ઉત્સવ ગણાય છે.
ઋગ્વેદમાં લગભગ એક હજાર સુકત સાથે દશ હજાર મંત્ર છે. ચાર વેદોમાં કુલ ર૦ હજાર જેટલા છે. મંત્રોની રચનામાં ઋષિઓનું યોગદાન મોખરાનું છે. પણ ‘સપ્તષિ’ પૈકી સાતેય ઋષિનો મંત્ર રચનામાં વિશેષ ફાળો જોવા મળે છે.જેના વંશ મંડળ, પરંપરાના બધા કુળો એકીત્ર કરીને ચાર વેદોની રચના થઇ હતી જેમાં વશિષ્ઠ, વિશ્ર્વામિત્ર, અત્રિ-ભારદ્વાજ, અત્રિ-વામદેવ અને શૌનક આ સાત ઋષિઓની સપ્તર્ષિ બને છે. એવું કહેવાય છે કે હરિદ્વારમાં આજે જયાં શાંતિકુંજ છે અને સ્થાન પર વિશ્ર્વામિત્રએ ઘોર તપસ્યા કરીને ઇન્દ્રથી રિસાઇને એક અલગ જ સ્વર્ગ લોકની રચના કરી હતી. ઋષિ ભારદ્વાજના પુત્રો ઋગવેદના મંત્ર દ્રષ્ટા હતા. ઋગવેદમાં ૭૬૫ મંત્ર અને અર્થવવેદમાં પણ ર૩ મંત્રો જોવા મળે છે. અમુક ભાગોમાં વિમાન શાસ્ત્રના નામથી પ્રકાશિત પણ થયો છે. જેમાં વિમાનો માટે વિવિધ ધાતુઓના નિર્માણનું વર્ણન જોવા મળે છે.
ઋષિઓ વિશે તથા તેના મહત્વ વિશે આજની પેઢીએ જાણવાની જરુર છે. તારા મંડળના સાતર્ષિઓ વિશે જેમાં સાત મહાન ઋષિઓના નામ જોડાયેલા છે. વેદોની રચના કરનારને આપણણુ ઋષિ તરીકે ઓળખીયે છીએ.
અંગિરા ઋષિ:- ઋગ્વેદ રચયિતા બ્રહ્માના પુત્ર હતા. તેના પુત્ર બૃહસ્પતિ દેવતાઓના ગુ હતા. ઋગ્વેદના ઉલ્લેખ પ્રમાણે ઋષિ અંગિરાએ સૌ પ્રથમ અગ્નિ ઉત્પન્ન કરી હતી.
વિશ્ર્વામિત્ર ઋષિ:- ગાયત્રી મંત્રના જ્ઞાન દેવાવાળા વિશ્ર્વામિત્ર વેદમંત્રોના સર્વપ્રથમ દ્રષ્ટા મનાય છે. આયુર્વેદાચાર્ય સુશ્રુત તેમના પુત્ર હતા. આ ઋષિની પરંપરાઓ ઉ૫ર ચાલવાવાળા ઋષિઓએ પણ તે જ નામ ધારણ કર્યુ હતું. આ પરંપરા બીજા ઋષિઓમાં ચાલુ રહી હતી.
વશિષ્ઠ ઋષિ:- સપ્ત ઋષિ પૈકી એક વશિષ્ઠ ઋગ્વેદના મંત્ર દ્રષ્ટા હતા. તેમની પત્ની અંધતી તેના વૈદિત કાર્યોમાં સહભાગી હતી.
કશ્યપ ઋષિ:- મારિચ ઋષિના પુત્ર અને આર્ય નરેશ દક્ષની ૧૩ ક્ધયાઓનો પુત્ર હતો. સ્ક્રંદપૂરાણના કેદારખંડમાં જણાવ્યા મુજબ તેનાથી દેવ-અસુર અને નાગોની ઉત્પતિ થઇ હતી.
જમદગ્નિ ઋષિ:- ભૃગુપુત્ર યમદગ્નિને ગૌ વંશની રક્ષા ઉ૫ર ઋગ્વેદના ૧૬ મંત્રોની રચના કરી હતી. કેદાર ખંડ મુજબ તે આયુર્વેદ અને ચિકિત્સાશાસ્ત્રમાં પણ નિષ્ણાંત હતા.
અત્રિ ઋષિ:- ઋગ્વૈદ ના પાંચમા મંડળના મોટાભાગના સૂત્રોના તે ઋષિ હતા. તે ચંદ્રવંશના પ્રવર્તક હતા. મહર્ષિ આયુર્વેદના આચાર્ય પણ હતા.
અપાલા ઋષિ:- ઋગ્વેદના સુકતની રચના કરી સાથે આયુર્વેદના પ્રસિઘ્ધ આચાર્ય હતા.
પરાશર ઋષિ:- ઋષિ વશિષ્ટના પુત્ર પરાશર જે પિતા સાથે હિમાલયમાં રહીને વેદમંત્રોના દ્રષ્ટા બન્યા, મહર્ષિ વેદવ્યાસના તે પિતા હતા.
ભારદ્વાજ ઋષિ:- બૃહસ્પતિના પુત્ર ભારદ્વાજ ને ‘યંત્ર સંવસ્વ’ નામના ગ્રંથની રચના કરી જેમાં વિમાન નિર્માણ , પ્રયોગ, સંચાલન સંબંધિત વિસ્તારથી વર્ણન જોવા મળે છે. તે આયુર્વેદના નિષ્ણાંત હતા. ધનવંતરિ તેના શિષ્ય હતા.આ ઉપરાંત શૌનક ઋષિ દશ હજાર વિદ્યાર્થીઓના ગુરુકુળ ચલાવીને કુલપતિનું વિશિષ્ટ સન્માન મેળવ્યું હતું. આવું સન્માન મેળવનાર તે પ્રથમ ઋષિ મુની હતા. વૈદિક આચાર્ય અને ઋષિ જે શુનક ઋષિના પુત્ર હતા. પ્રાચિન ભારતમાં સૌથી મહત્વ પૂર્ણ સોમ યજ્ઞ હતા જે કબ્વ ઋષિ એ શરુ કરેલ, વૈદિક કાળના આ ઋષિના આશ્રમમાં હસ્તિનાપુરના રાજા દુષ્યંતની પત્નિ શંકુલતા તથા તેન પુત્ર ભરતનું પાલન કર્યુ હતું.આ દેશ ઋષિ ભારતીય સંસ્કૃતિના પથદર્શક, રાષ્ટ્રધર્મના સંરક્ષક પ્રગતિ અને મુકિતના ઉગારનારા છે. આજ કારણે ઋષિઓની મહાનતાને યાદ કરીને, પૂજન અર્ચન કરીને તેને આપેલા પથ પર ચાલવાનો સંકલ્પ કરીએ છીએ. આપણાં ઋષીઓએ વ્યાપક પ્રમાણમાં સમાજના હિતના કાર્યો કર્યા છે. જેને કારણે માનવજાત સદાય તેના ઋણિ રહેશે.