વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું અર્થતંત્ર હવે પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલર નું કદ મેળવીને વૈશ્વિક આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે.
ત્યારે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સૂત્ર થકી ઔદ્યોગિક વિકાસ અને વિદેશ પરની નિર્ભરતા ઓછી કરવાના એક પછી એક લેવાઈ રહેલા પગલામાં કૃષિ લઘુ નાના મધ્યમ ઉદ્યોગો ની ઉત્પાદન ક્ષમતા માં આવેલા વધારાથી વિકાસ દર તો અપેક્ષાથી વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે હવે અને નાના ઉદ્યોગોની વધતી જતી ઉત્પાદન ક્ષમતાથી દેશનું આયાતી ભરણ ઘણું હળવું થઈ ગયું છે.
ચીન રસિયા જર્મની અને વિદેશમાંથી આવતી કાચી અને પાકી ઔદ્યોગિક સામગ્રીમાં દેશ મહદ અંશે દિવસે દિવસે આત્મ નિર્ભર બનતું જાય છે તાજેતરમાં જ ભારતનો જેમાં ડંકો વાગ્યો છે તેવા ચંદ્રયાન ત્રણના સફળ અભિયાનમાં ચંદ્રયાન માટે વાપરવામાં આવેલા સ્પેરપાર્ટ રાજકોટમાં બન્યા છે.
અત્યાર સુધી ટેક્સટાઇલ કૃષિ મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે ભારતને અન્ય દેશ પર નિર્ભર રહેવું પડતું હતું હવે મોટાભાગની વસ્તુઓ ભારતમાં બને છે સંરક્ષણ ક્ષેત્રે પણ આત્મનિર્ભર ભારત અભિગમ વધુ અસરકારક રીતે સફળ રહ્યું છે હવે દેશમાં સરક્ષણના સાધનો પણ બનવાનું શરૂ થયું છે જેટ વિમાન સબમરીન અને નાના હથિયારો રાઈ સ્પેરપાર્ટ ભારતમાં બનવા લાગ્યા છે સરકારે સંરક્ષણ ક્ષેત્રને મજબૂતી આપવા માટે ખાસ બજેટની ફાળવણી કરી છે આવનાર દિવસોમાં ભારતમાં સંરક્ષણ સાધનો બનાવવા માટે ઉપયોગી વસ્તુઓ માંથી 60 થી 65 ટકા વસ્તુઓ સ્વદેશમાં બનતી થઈ જશે .
આમ આત્મ નિર્ભર ભારત નો અભિગમ સંરક્ષણ ક્ષેત્રે વધુ ફરશે અને તેનાથી જ અર્થતંત્રને વિકાસનો માતબર આધાર મળશે