- ભારત-બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટ
- શરૂઆતના ધબડકા બાદ જયસ્વાલ ભારતીય ટીમની દિવાલ બનીને ઊભો રહ્યો અને ફિફટી બનાવી: બાંગ્લાદેશના હસને ચાર વિકેટ ઝડપી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ આજથી ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. હાલમાં પહેલા દિવસે ત્રીજું સેશન ચાલી રહ્યું છે. ટીમ ઈન્ડિયા તરફથી રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન ક્રિઝ પર છે. જો કે આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતે છ વિકેટ ગુમાવી 200 રન બનાવી લીધા હતા. જો ભારત પ્રથમ ઇનિંગમાં 200+નો સ્કોર કરશે તો બાંગ્લાદેશને ભારે પડશે કે કેમ? તે જોવું રહ્યું. ભારતની શરૂઆત ખરાબ રહી હતી જો કે ત્યારબાદ બેટ્સમેનોએ ફરી ભારતની ઇનિંગ આગળ વધારી હતી. આજે જયસ્વાલ ભારતીય ટીમની દિવાલ બનીને ઊભો રહ્યો હતો. એક છેડેથી વિકેટો પડતી રહી,પણ બીજે છેડેથી તે ડિફેન્સિવ સાથે એગ્રેવિસ રમત પણ અપનાવતો રહ્યો અને રન બનાવતા રહ્યો. 42મી ઓવરમાં નાહિર રાણાએ ઓપનર યશસ્વી જયસ્વાલને શાદમાન ઈસ્લામના હાથે કેચ કરાવ્યો, જ્યારે 43મી ઓવરમાં મેહદી હસન મિરાજે કેએલ રાહુલને ઝાકિર હસનના હાથે કેચ કરાવ્યો. જયસ્વાલ 56 રન બનાવીને આઉટ થયો હતો અને રાહુલ 16 રન બનાવીને આઉટ થયો હતો.તેને મેહદી હસન મિરાજે ઝાકિર હસનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પહેલા નાહિદ રાણાએ જયસ્વાલ (59 રન)ને શાદમાન ઈસ્લામના હાથે કેચ કરાવ્યો હતો. જયસ્વાલે કારકિર્દીની પાંચમી અડધી સદી ફટકારી છે. ભારત-બાંગ્લાદેશ ટેસ્ટના પ્રથમ દિવસનું પ્રથમ સત્ર મિશ્ર રહ્યું હતું. લંચ સુધી ભારતીય ટીમે 3 વિકેટે 88 રન બનાવ્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલ 37 અને ઋષભ પંત 33 રન બનાવીને અણનમ રહ્યા હતા. બંનેએ ફિફ્ટીની ભાગીદારી કરીને ભારતનું પુનરાગમન કરાવ્યું હતું. બાંગ્લાદેશના ફાસ્ટ બોલરોએ દિવસના પ્રથમ કલાકમાં જ રોહિત, ગિલ અને કોહલીને આઉટ કરીને ભારતીય બેટર્સને દબાણમાં મૂકી દીધા હતા.
- કેવી રીતે ભારતીય ખેલાડીઓને ઓસ્ટ્રલિયામાં ટાર્ગેટ બનાવાય છે?
- નવેમ્બરથી શરૂ થનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે પાંચ ટેસ્ટની શ્રેણીમાં ભારત-ઓસ્ટ્રેલિયા સામસામે ટકરાશે: ગ્રાઉન્ડ પર
- બનતા નાના નાના બનાવોને ઓસ્ટ્રલિયામાં વારંવાર પોડકાસ્ટ કરવામાં આવતા હોવાનો આકાશ ચોપ્રાનો ખુલાસો
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મોર્ડન ક્રિકેટમાં ભારે તરખાટ જોવા મળતા હોય છે અને નવેમ્બરથી શરૂ થનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે પાંચ ટેસ્ટની શ્રેણીમાં બંને ટીમો સામસામે આવશે ત્યારે આ રોમાંચક શ્રેણી માટે અત્યારથી જ અનેક ચર્ચાઓ ચાલી રહી છે અને તેને ભારતના ભૂતપૂર્વ ઓપનર આકાશ ચોપરા દ્વારા વધુ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેમણે ઑસ્ટ્રેલિયન પ્રવાસો પર ભારતીય ટીમ અને ખેલાડીઓને કેવી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે તેનો ખુલાસો કર્યો છે.વિરાટ કોહલીની કપ્તાની હેઠળ ભારતે ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીત નોંધાવી હતી અને ચોપરાએ પોડકાસ્ટ પર શેર કરેલી વાર્તા પર્થમાં બીજી ટેસ્ટની છે. ચોપરાએ દાવો કર્યો હતો કે પ્રસારણકર્તાઓએ ભારતીય ટીમની છબી ખરાબ કરવાના પ્રયાસ કર્યા હતા જેમાં ઈશાંત શર્મા અને રવીન્દ્ર જાડેજા વચ્ચે મેદાન પર બોલાચાલી થઇ તેને સ્ટમ્પ માઇક્રોફોન દ્વારા પોડકાસ્ટ કરવામાં આવ્યું હતું. વિરાટ કોહલીના ભારતે ઓસ્ટ્રેલિયા સામે સૌપ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતવાનું ઇતિહાસ રચ્યો હતો અને અર્થમાં ટેસ્ટ સીરીઝની બીજી મેચમાં ચોપડાએ કોમેન્ટ્રટર સામે આક્ષેપ કર્યો હતો કે સ્ટોપ માઇક્રોફોનમાં ઇશાંત શર્મા અને રવિન્દ્ર જાડેજાના વર્તનથી પ્રવાસી ટીમની ઈમેજ સામે પ્રશ્ન ઉઠાયા હતા ટોપરાઈ કોમેન્ટ્રી બોક્સ માં આ ઘટના બની હોવાનું આક્ષેપ કર્યો હતો.