દેશની રાજધાની દિલવાલો કી દિલ્લીના ફિરોજશા કોટલા મેદાન પર ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજો અને અંતિમ ટેસ્ટ રમાઈ રહ્યો છે. ટેસ્ટના ચોથા દિવસે આ લખાય છે ત્યારે મેચ રોમાંચક તબકકામાં પહોંચી ગયો છે.

ત્રીજા ટેસ્ટ મેચના ચોથા દિવસે અત્યારે ભારતે ૪ વિકેટના ભોગે ૧૯૨ રન કર્યા છે. આમ છતાં ભારતને ૩૫૫ રનની લીડ મળેલી છે. કેમ કે પ્રથમ ઈનિંગમાં ભારતે ૫૩૬ રનનો જંગી જુમલો ખડકીને દાવ ડિકલેર કર્યો હતો પરંતુ તેના જવાબમાં શ્રીલંકાએ માત્ર ૩૭૩ રન જ કર્યા છે. ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. ૪૩મી ઓવર બાદ ભારતનો સ્કોર ૪ વિકેટના નુકસાન પર ૧૯૨ રન છે. મેદાન પર વિરાટ ૨૫ રને અને રોહિત શર્મા ૨૮ રને રમી રહ્યા છે. બેવડી સદી કરનાર સુકાની વિરાટ કોહલી અત્યારે ફોર્મમાં છે. બીજી ઈનિંગમાં પણ તે ધુઆધાર બલ્લેબાજી કરીને રનના ઢગલા ખડકે તો નવાઈ નહીં.

શિખર ધવને ૬૭ રન ૯૧ બોલમાં બનાવ્યા હતા. તેણે ટેસ્ટ કેરીયરની ૫મી અડધી સદી કરી છે. આજે તેનો બર્થ ડે છે એટલે શિખર ધવનના નામ સાથે મેદાનમાં બર્થ ડે બોયના બેનર જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.