વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ પણ મક્કમ ડગલે વિશ્વની વર્તમાન પરિસ્થિતિમાં પણ સામા પૂરે ચાલીને આગળ વધી રહ્યું છે, ત્યારે વૈશ્વિક સમાજ માટે અનેક રીતે ભારતની વિશ્વ ગુરુની ભૂમિકા સુકનિયાળ સાબિત થશે ….
21 મી સદીમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરશે તેવી ભૂતકાળમાં તત્વચિંતકો દ્વારા કરવામાં આવેલી આગાહી હવે સાચી સાબિત થઈ રહી છે અને અનેક ક્ષેત્રોમાં ભારત સૌથી મોખરે ચાલી રહ્યું છે,જી20 સંગઠનમાં પ્રમુખ પદની જવાબદારી અને ભારતની ભૂમિકા વૈશ્વિક શાંતિ માટે દુનિયા આખી માટે સુકનિયાલ સાબિત થશે
આમ પણ વૈશ્વિક રાજદ્વારી ઇતિહાસમાં દરેક યુગમાં ભારતની નેતૃત્વ ક્ષમતા અને દિશા નિર્દેશ વિશ્વ માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે… શિક્ષણ જ્ઞાન સંશોધન અને માનવ સંસ્કૃતિના ઉત્કર્ષિત વિકાસમાં ભારતના કંડારેલા કેદા પર વિશ્વ હંમેશા કંઈક મેળવતું રહ્યું છે, શૂન્યના આવિષ્કારથી લઈ આધ્યાત્મિક જ્ઞાન અને પૌરાણિક ઋષિકાળમાં ભારતના વેદ ઉપનિષદો દુનિયાને આ જ પણ ઉપયોગી થઈ રહ્યા છે, દાયકાઓ પહેલા સ્વામી વિવેકાનંદે વૈશ્વિક કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને જે ગૌરવ અપાવ્યું હતું તેનું પુનરાવર્તન યોગા નું યોગ વધુ એક ભારત પુત્ર રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થઈ રહ્યું છે
સ્વામી વિવેકાનંદ પણ “નરેન્દ્ર” હતા અને વડાપ્રધાન પણ “નરેન્દ્ર* છે “નરેન્દ્ર થી નરેન્દ્ર”. સુધીની ભારત વર્ષની આ સફર વિશ્વ માટે ફળદાઇ બની રહી છે જી-20 માં ભારતના પ્રમુખપદ અને વૈશ્વિક શાંતિના ભારતના અભિગમ અને દિશા નિર્દેશ ની વિશ્વ ગુરુની ભૂમિકા વૈશ્વિક આંતકવાદ ના ખાતમાં, વૈશ્વિક શાંતિ, ગ્લોબલવોર્મિંગ જેવી પ્રાકૃતિક આફતો અને માનવ સર્જિત યુદ્ધ માંથીસંવાદના માધ્યમથી વિશ્વને કેવી રીતે ઉગારવું તેના ભારતના દિશા નિર્દેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને જી-20ના ભારતના પ્રમુખ પદથી દુનિયાને ફલશે તેમાં બે મત નથી….