ભારતના આક્રમક મિજાજથી જર્મની પર પ્રારંભિક દબાણ છેલ્લે સુધી રહ્યું અકબંધ
૨૧મી સદીના વિશ્વ માટે ભારત વિશ્વગુરૂ બની રહેશે. ભારત માટેની આ ભવિષ્યવાણી હવે સાચી પડતી હોય તેમ આર્થિક, સામાજિક, વૈજ્ઞાનિક ક્ષેત્રમાં ભારતના દબદબાની સાથે સાથે હવે ખેલજગતમાં પણ ભારત સૌથી વધુ સશક્ત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. તાજેતરમાં જ ભારતે ઈંગ્લેન્ડ સામે ક્રિકેટમાં ભવ્ય વિજય મેળવ્યો હતો અને હોકીમાં પણ જર્મની સામે ભારતે ૬-૧થી વિજય મેળવીને કમાલ કરી છે. જર્મની સામેની આંતરરાષ્ટ્રીય હોકી મેચમાં ભારતના યુવાન વિવેકસાગર પ્રસાદે ઈન્ડિયન મેન હોકીમાં જર્મનીને ૬-૧થી હરાવીને યુરોપની ભારતની હોકી ટીમની ટુરમાં ભારતે ધમાકેદાર એન્ટ્રી કરી છે. વિવેકે ૨૭-૨૮ મીનીટ, નીલકાંત શર્માએ ૧૩ મીનીટ, લલીતકુમાર ઉપાધ્યાય ૪૧ અને અક્ષરદિપ સિંઘ ૪૨ મીનીટ, હરમનપ્રિત સિંઘે ૪૭ મીનીટે ગોલ કરી જર્મનીને હંફાવી દીધુ હતું.
ેહંગેરીમાં ભારતનું હોકી ટીમનું પ્રદર્શન અદ્ભૂત રહ્યું હતું. શરૂઆતથી જ આક્રમક મિજાજમાં રહેલી ભારતીય ટીમે જર્મની પર ધાક જમાવી દીધી હતી. ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરીને પેનલ્ટી કોર્નરમાં ૧૩મી મીનીટે નીલકાંતાએ મેચની દિશા બદલી દીધી હતી. બીજી જ મીનીટે જર્મનીના કોન્સ્ટન્ટીન સ્ટેબે જર્મની માટે એક ગોલ બનાવ્યો હતો. પરંતુ બીજા અધ્યાયમાં યજમાન જર્મનીનું ભારતીય ટીમ પર દબાણ બનાવવાની રણનીતિ લાંબુ ચાલી ન હતી. ભારતીય હોકી ટીમના ખેલાડીઓએ પોતાનો પક્ષ અને મેચ સુરક્ષીત કરવામાં ભારે ચીવટ દાખવી હતી. ત્રીજા ક્વાર્ટરમાં જર્મનીએ કરેલા પ્રયાસો બહુ ફાવ્યા ન હતા. ભારતીય ટીમને ૪૭મી મીનીટે પેનલ્ટી કોર્નર અને હરમન પ્રિતના રૂપમાં નવી તક મળી હતી. જર્મનને ૬-૧થી હરાવીને ભારતે વિશ્ર્વ હોકી ક્ષેત્રે ટીમ ઈન્ડિયાની જેમ પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરી દીધું હતું.