નિફટી, સ્મોલ કેપ અને મીડ કેપમાં તેજીનો રોકાણકારોનો આશાવાદ
ભારતનું રેન્કીંગ ઈઝી ઓફ ડુઈંગ બિઝનેશમાં સુધરતા શેરબજારમાં ગઈકાલે તેજી જોવા મળી હતી. આજરોજ પણ સેન્સેકસ લીલા નિશાન સાથે વેપારમાં છે. ગઈકાલે રેન્કીંગમાં સુધારાના કારણે સેન્સેકસ ઓલ ટાઈમ હાઈ રહ્યો હતો.
ગઈકાલે સેન્સેકસે ૩૩૫૬૦ની સપાટી કુદાવી હતી. જયારે આજરોજ સેન્સેકસ ૩૩૬૩૩ની સપાટીએ છે. ગઈકાલની તેજી આજે પણ અવિરત રહે તેવી આશા રોકાણકારો સેવી રહ્યાં છે. ગઈકાલે નિફટીએ ૧૦૪૫૦ની સપાટીએ નવો આંકડો સ્પર્શયો હતો. આજે નિફટી ફીફટી અકળામણમાં છે જયારે સ્મોલ અને નીડમાં તેજી જણાય રહી છે.
ઘરેલુ શેરબજાર ગત અઠવાડિયાથી સતત રેકોર્ડ સપાટીએ વેપાર કરી રહ્યું છે. મંગળવારને બાદ કરતા ગત અઠફવાડિયાથી માંડીને અત્યાર સુધી શેરબજાર હાઈ રેકોર્ડ સ્તરે ખુલવાની શરૂઆત થઈ છે. તેમજ બંધ પણ રેકોર્ડ સ્તરે જ રહ્યું છે.