મોબાઈલ, ઈન્ટરનેટ, ડિજિટલ ચૂકવણા અને ઈ-કોમર્સનો વ્યાપ, કૃષિ તેમજ ઈંધણ ક્ષેત્રે સરકારના નિર્ણયો ઉપરાંત અન્ય દેશ સાથેનો મૂકત વેપાર ભારતને મોટા આર્થિક લાભ અપાવશે
કોરોનાની વૈશ્વિક મહામારીની અસરમાંથી ભારત હવે મુક્ત થઈ વેગવંતો અને ટકાઉ વિકાસ તરફ આગળ ધપી રહ્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ ભારત વૈશ્વિક આર્થિક મહાસત્તા બનવા તરફ દોટ ભરી રહ્યું છે. ભારતમાં હાલ જે પ્રકારે આર્થિક ગતિવિધિઓ તેમજ મેન્યુફેક્ચરિંગ, નિકાસ, તેમજ મોબાઇલ, ઈન્ટરનેટ ડિજિટલ ચુકવણા વધ્યા છે. જે રીતે કૃષિ, ઉધોગ, ઈંધણ સહિતના ક્ષેત્રે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો લાભકારક નીવડી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા તેમજ બ્રિટન જેવા દેશો સાથે ભારતે કરેલા મુક્ત વેપાર કરારથી પણ આગામી સમયમાં મોટા લાભો થશે. આ તમામ પરિબળોને ધ્યાને લેતા એમ કહી શકાય કે ભારત માત્ર મજબૂત અર્થતંત્ર જ નહીં પરંતુ આ સાથે વૈશ્વિક આર્થિક મહાસત્તા બનવા તરફ પણ દોટ મૂકી છે. કોરોનાની વૈશ્વિક મહામારીની નકારાત્મક અસરો ભારત માટે હવે ભૂતકાળ બની ગઈ હોય તેમ ભારતીય અર્થતંત્ર પુરપાટ ઝડપે આગળ ધપી રહ્યું છે. જેમાં સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સમન્વય નિર્ણયોનો મહત્વનો ફાળો છે. એમાં પણ આજના ડિજિટલ યુગમાં ઓનલાઇન સેવાઓનો વ્યાપ વિસ્તાર વધતા મોટા લાભો મળ્યા છે. મોબાઈલ, ઈન્ટરનેટના જમાનામાં અન્ય દેશો સાથે થતા ડિજિટલી બેઇઝના કરારો મહત્વપૂર્ણ સાબિત થશે. જે ભારતને આર્થિક મહાસત્તા બનાવવામાં મોટો ફાળો ભજવશે.
ઓસ્ટ્રેલિયાએ પણ ઈ-કોમર્સ સાથે મૂકત વેપારની સંધી કરી!!
મુક્ત વ્યાપાર કરારથી ભારતની આયાત-નિકાસ, વેપાર તુલા વધુ મજબૂત બનશે. અમેરિકા, બ્રિટન બાદ ભારતે ઓસ્ટ્રેલિયા સાથે પણ મુક્ત વેપાર સંધિ કરી છે. જેમાં તેઓ ઈ-કોમર્સને સમાવવા માટે પણ હવે સંમત થઈ ગયા છે. જે આગામી વર્ષના અંત સુધીમાં અમલમાં મુકાય તેવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયાના વેપાર, પ્રવાસન અને રોકાણ મંત્રી ડેન તેહાન અને કેન્દ્રીય વાણિજય અને વેપાર મંત્રી પિયુષ ગોયલ વચ્ચે બેઠક મળી હતી. તેમણે જણાવ્યું કે ઈ-કોમર્સ એ એક એવી બાબત હતી જેની પર અમે ગઈકાલે
ચર્ચા કરી. ડેન તેહાને જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા ભારતીય બજારમાં તેની પહોંચ સુધારવા માંગે છે. ઈ-કોમર્સ ક્ષેત્રનો પણ મુક્ત વ્યાપાર હેઠળ સમાવેશ થતા બંને દેશો એકબીજાને શ્રેષ્ઠ ઓફરોની આપ-લે કરી શકશે. આ ઉપરાંત, ઓનલાઈન વેપાર સરળ અને સુગમ બનશે. જણાવી દઈએ કે, ભારત-ઓસ્ટ્રેલિયાનો દ્વિપક્ષીય વેપાર ગયા વર્ષે અઞઉ 24 અબજને વટાવી ગયો હતો. ઓસ્ટ્રેલિયામાં મુખ્ય ભારતીય નિકાસ પેટ્રોલિયમ ઉત્પાદનો, દવાઓ, પોલિશ્ડ હીરા, સોનાના દાગીના, વસ્ત્રો વગેરે છે, જ્યારે ભારતમાં ઓસ્ટ્રેલિયાની મુખ્ય નિકાસમાં કોલસો, એલએનજી, એલ્યુમિના અને બિન-નાણાકીય સોનાનો સમાવેશ થાય છે. સેવાઓમાં, મુખ્ય ભારતીય નિકાસ મુસાફરી, ટેલિકોમ અને કમ્પ્યુટર, સરકારી અને નાણાકીય સેવાઓ સાથે સંબંધિત છે, જ્યારે ઓસ્ટ્રેલિયન સેવાઓની નિકાસ મુખ્યત્વે શિક્ષણ અને વ્યક્તિગત સંબંધિત મુસાફરીમાં હતી.
આગામી દસકામાં ઈ-કોમર્સ બજાર રૂ.25 લાખ કરોડને આંબી જશે
ભારત સહિત વિશ્વભરના દેશોમાં ઈ-કોમર્સ ક્ષેત્રનો વધુને વધુ વ્યાપ વધી રહ્યો છે. ભારતમાં પણ રિલાયન્સ, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઘણી ઈ-કોમર્સ કંપનીઓનો દબદબો વધ્યો છે. જેની પાછળનું કારણ ડિજિટલ સેવાનો વેગ છે. વેપાર, ખરીદ-વેચાણને ઓનલાઈન પ્લેટફોર્મ મળતા ઈ-કોમર્સ ક્ષેત્ર જામ્યું છે. ત્યારે હવે ભારતમાં આ ક્ષેત્રનું બજાર આગામી 10 વર્ષમાં રૂપિયા 25 લાખ કરોડને આંબી જશે તેવી શકયતા છે. મેનેજમેન્ટ ક્ધસલ્ટિંગ ફર્મ રેડસીર ક્ધસલ્ટિંગે તાજેતરમાં જણાવ્યું છે કે ભારતમાં ઓનલાઈન રિટેલ માર્કેટ 2030 સુધીમાં 350 બિલિયન એટલે કે રૂપિયા 25 લાખ કરોડ સુધી
પહોંચવાની ધારણા છે. આ અહેવાલમાં જણાવ્યા મુજબ, કોવિડ પછીની આવકમાં વૃદ્ધિની દ્રષ્ટિએ અમે ધારણા કરી છે કે આગામી દાયકામાં યુકે અને દક્ષિણ કોરિયા જેવા વધુ પરિપક્વ બજારોને ગ્રહણ કરીને ભારતીય ઈકોમર્સ ક્ષેત્રનું ત્રીજું મોટું બજાર બની જશે.
ખાંડના ભોગે ઈથેનોલ?
કેન્દ્રએ ઈથેનોલના લક્ષ્યાંકને આંબવા શેરડીની સહાય ડબલ કરી
હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. ઇંધણના વધતા જતા ભાવને અંકુશમાં લેવા માટે સરકારે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની રણનીતિ અપનાવી આ પર વધુ ભાર મૂક્યો છે. ઇથેનોલ ઉત્પાદનમાં ખાંડ, શેરડીની ખુબ જરૂર પડે છે. ત્યારે શેરડી/ખાંડને ઇથેનોલ તરફ વાળવા માટે ખાંડ મિલોને પ્રોત્સાહિત કરવાના હેતુથી અને ઇથેનોલ બ્લેન્ડ્ડ વિથ પેટ્રોલ પ્રોગ્રામ સાથે પેટ્રોલ સાથે ઇથેનોલનું મિશ્રણ કરવાના લક્ષ્યો હાંસલ કરવા માટે સરકારે મહત્વની જાહેરાત
કરી છે અને શેરડીની સહાયને બેગણી કરી દીધી છે. મોલાસીસ/શેરડીના રસમાંથી ઇથેનોલ ઉત્પન્ન કરવા માટે ખાંડ પર પ્રોત્સાહન આપવામાં આવે છે. ખાંડની ચાસણી/ખાંડ ઓક્ટોબર 2021થી ક્વોટા બમણી કરવામાં આવી છે. હવે, જે ખાંડ મિલો ખાંડને ઇથેનોલમાં ફેરવશે તેઓ ખાંડનો સંપૂર્ણ જથ્થો બી-હેવી મોલાસીસ/શેરડીનો રસ/ખાંડની ચાસણી/ખાંડમાંથી તેમના ક્વોટામાં ઇથેનોલ ઉત્પન્ન કરશે.
આ અંગે માહિતી આપતા ખાદ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં ખાંડની માંગ પુરવઠાની સ્થિતિને જાળવી રાખવા અને ખાંડની એક્સ-મિલની કિંમતોને સ્થિર કરવા અને સ્થાનિક વપરાશ માટે ખાંડની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના હેતુથી, ખાંડ મિલો દ્વારા સ્થાનિક વેચાણ માટે ખાંડનો મિલ મુજબનો માસિક પ્રકાશન ક્વોટા છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગ્રાહક બાબતોના મંત્રાલય, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળ દર મહિને તેમના દ્વારા રાખવામાં આવેલા સ્ટોક, નિકાસ કામગીરી અને ખાંડને ઇથેનોલ તરફ વાળવાના આધારે ફાળવવામાં આવે છે.
થાંભલા-દોરડા નહી આકાશી કનેક્ટિવિટીથી 100% નેટથી ઢંકાઈ જશે ભારત
આજના 21મી સદીના આધુનિક યુગમાં ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ વધતો જઈ રહ્યો છે. હાલ ભારતમાં કેબલ અને ટાવર મારફતે ઇન્ટરનેટ કનેક્શન પહોંચાડવામાં આવે છે. પરંતુ હવે આગામી સમયમાં ભારતમાં પણ અવકાશી કનેક્ટિવિટી નેટ સેવા શક્ય બનશે. એટલે કે અવકાશમાં સેટેલાઇટ મારફત ભારતમાં નેટ સેવા પૂરી પાડવામાં આવશે. આ માટે ટેસ્લા અને સ્પેશ એક્સના માલિક તેમજ વિશ્વના ટોચના કુબેરપતિ એવા એલાન મસ્ક મેદાને ઉતર્યા છે. એલન મસ્કના ભારતમાં સેટેલાઇટ મારફત નેટ સેવા પહોંચાડવાના
પ્રયત્નોથી જીઓ, એરટેલ જેવી કંપનીઓને હરીફાઈમાં ટકવું કપરું બનશે. એલન મસ્કની કંપનીના જણાવ્યા અનુસાર આ માટે બે લાખ જેટલા ટર્મિનલ્સ ઉભા કરવાની યોજના બનાવી છે. જેમાંથી ભારતમાં અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ ઓર્ડર પણ મળી ચુક્યા છે. એલન મસ્કની સ્ટાર લિંક કંપની કે જે ભારતમાં વર્ષ 2022ના ડિસેમ્બર માસ સુધીમાં આ સેવા શરૂ કરે તેવી શક્યતા છે.જો કે આ માટે સરકારની મંજૂરીની રાહ છે. સરકારની હજી મંજૂરી મળી પણ નથી ત્યાં સ્ટારલિંક કંપનીને ભારતમાંથી પાંચ હજારથી પણ વધુ ઓર્ડર મળી ચૂક્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર તે ગ્રાહક પાસેથી 99 અમેરિકી ડોલર અથવા 7350 રૂપિયાનો ચાર્જ વસૂલશે અને આ સેટેલાઇટ મારફત બ્રોડબેન્ડ સેવા પુરી પાડશે.