વડાપ્રધાન ગુરુવારે મોડી રાતે બે દિવસની મુલાકાતે ચીન પહોંચી ગયા છે. અહીં વુહાનમાં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ છે. અહીં બંને નેતાઓએ સાથે જ હુબઈ મ્યૂઝિયમની મુલાકાત લીધી હતી.
મોદી સૌથી વધુ વખત ચીનની મુલાકાત લેનાર ભારતના પીએમ
Prime Minister #NarendraModi holds informal talks with China’s President #XiJinping in #China’s Wuhan City
Read @ANI Story | https://t.co/QwkJ053wSy pic.twitter.com/RDoxqIqwTW
— ANI Digital (@ani_digital) April 27, 2018
મોદીની આ ચાર વર્ષમાં ચોથી વખત ચીન મુલાકાત છે. આમ, મોદી હવે સૌથી વધારે વખત ચીન ગયેલા વડાપ્રધાન બની ગયા છે. આ પહેલાંના પૂર્વ પીએમ મનમોહન સિંહ ત્રણ વખત ચીનની મુલાકાતે ગયા હતા. મોદી અને શી જિનપિંગ વચ્ચેની આ મુલાકાતને અનઔપચારિક શિખર વાર્તાનું નામ આપવામાં આવ્યું છે. પહેલીવાર એવું થશે કે, જ્યારે ભારત અને ચીનના કોઈ નેતાની બેઠક પછી કોઈ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કે મીડિયા બ્રીફિંગ કરવામાં આવશે નહીં. તેમ છતા આ મુલાકાતમાં બંને વચ્ચે ઘણાં મહત્વના મુદ્દા વિશે ચર્ચા થવાની શક્યતા છે.
#WATCH: Prime Minister Narendra Modi and Chinese President Xi Jinping witness a cultural programme at Hubei Provincial Museum. #Wuhan pic.twitter.com/nLIy9P8mjV
— ANI (@ANI) April 27, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com