વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની સંસ્કૃતિ પણ વિશ્વ ગુરુની ગરિમા ધરાવે છે.ભારતની પ્રાચીન સંસ્કૃતિ આર્યુવેદ અને યોગ વિધા થી વિશ્વ કલ્યાણ ની ભાવનાને સાર્થક કરવા અને વસુદેવ કુટુંબકમ ભાવના ના સમગ્ર વિશ્વને સારા ફળ આપવાના ભારતના પ્રયાસો હંમેશા અને ઉપયોગી રહ્યા છે આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જોકે સદીઓથી ચાલી આવતી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે હિન્દુ બોધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાન અવસ્થા સાથે જોડવામાં આવ્યું છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી અને વિશ્વને યોગનું મહત્વ સમજાવ્યું હતું 21 મી જૂન નો દિવસ ઊતરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોવાથી સમગ્ર વિશ્વ એ 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ની માન્યતા આપી. યોગ નિરામય જીવનની ચાવી છે, વડાપ્રધાને વિશ્વને સમજાવ્યું કે ભલે આધુનિક મેડિકલ સાયન્સમાં તમામ રોગ નો ઉપચાર હોવાનો દાવો થઈ રહ્યો છે પરંતુ યોગમાં એવી શક્તિ છે કે તે શરીરને રોગથી દૂર રાખે છે વિશ્વ આખા એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની વાતને સહમતિ સાથે વર્ષ 2015 થી 21 મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છ
આમ યોગના રૂપમાં ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમૂલ્ય ભેટ મળી છે યોગ મન શરીરની એકતા વિચાર અને ક્રિયા સંયમ અને પરી પૂર્ણતા માણસ અને પ્રકૃતિ વચ્ચે સમાધિ તા આરોગ્ય અને સુખાકારી માટે સાંકલ્પવાદી અભિગમ છે યોગ ફક્ત કસરત ન રહેતા અંતકરણથી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપ કેળવવાનું માધ્યમ હોવાથી વિશ્વ માનવ સમાજે યોગ ને પોતે ગણીને જણાવ્યું છે
આમ ભારતીય પરંપરાગત યોગ ની આરાધના કરીને વિશ્વ ભારતની વસુદેવ કુટુંબકમ ની ભાવનાને અપનાવી ચૂક્યું છે તે કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી ભારત 21 મી સદીમાં આર્થિક સામાજિક અને રાજદ્વારી ધોરણે વિશ્વ ગુરુની ભૂમિકા ભજવશે તેવી વર્ષો પહેલા નિષ્ણાતોએ કરેલી પરિકલ્પના યોગને વિશ્વ યોગ દિવસની માન્યતા આપીને વિશ્વ એ આધ્યાત્મિક ધોરણે ભારતને વિશ્વ ગુરુનું માન આપી જ દીધું છે વિશ્વ યોગ દિવસની ઉજવણી એ ભારતીય સંસ્કૃતિ અને પ્રત્યેક ભારતીય માટે અવશ્યપણે ગૌરવ રૂપ બની રહેશે