જે રીતે વર્તમાનમાં વસતી વધારો થઈ રહ્યો છે તેને જોતા 2050 સુધીમાં ભારતમાં 27.3 કરોડ નવા નાગરિકો ઉમેરાશે તેવો સંયુક્ત રાષ્ટ્રસંઘનો રિપોર્ટ

વિશ્વનો સૌથી મોટી લોકશાહી દેશ ભારત અત્યારે વસ્તીની દ્રષ્ટિએ ચીનની પાછળ ચાલી રહ્યું છે. વર્તમાનમાં જે દરે ભારતમાં વસ્તી વધારો થઈ રહ્યો છે તેને જોતા આગામી 2027 સુધીમાં ભારત વસ્તી વધારાની બાબતમાં ચીનને ‘ઓવરટેઈક” કરી લેશે. સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલમાં ભારત માટે ચિંતા વધારનારી આ બાબત તરીકે જણાવાયુ છે કે, 2027 સુધીમાં ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ચીનને વસ્તીના આંકડામાં પાછળ રાખી દેશે. વર્ષ 2050 સુધીમાં 273  મિલિયન લોકોનો ઉમેરો થશે. ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ આ સદીના અંત સુધીમાં બની જશે.

વિશ્વ વસ્તી અંદાજમાં 2019ના અહેવાલમાં બહાર આવેલી વિગતોમાં આગામી 30 વરસમાં વિશ્વની વસ્તીમાં 2 બિલિયન લોકોનો વધારો થશે. 2050 સુધીમાં અત્યારની 7.7 બિલિયનની વસ્તી વધીને 9.7 બિલિયન સુધી પહોંચશે. આ સદીના અંત સુધીમાં વિશ્ર્વની વસ્તી ટોચ ઉપર પહોંચી જશે. અહેવાલ મુજબ બિલિયનના આંકડાને સ્પર્શી જશે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના વિશ્વ વસ્તી અંદાજ પ્રોજેકટ અને વૈશ્વિક, સામાજીક પરિસ્થિતિનો અભ્યાસ અને ગણતરીના 26માં રાઉન્ડમાં આ વિગતો બહાર આવી છે.

તાજેતરમાં આવેલા રિપોર્ટમાં 2050 સુધીમાં ભારત સહિતના નાઈઝીરિયા, પાકિસ્તાન, ઈજિપ્ત અને અમેરિકા એમ નવ દેશોમાં વસ્તી વૃદ્ધિદર ઝડપથી વધશે. ભારત 2027 સુધીમાં વસ્તીની દ્રષ્ટિએ ચીનથી આગળ નીકળી જશે. 2019 થી 2050 દરમિયાન ભારતમાં 273 બિલિયન લોકોનો ઉમેરો થઈ જશે. નાઈઝીરિયામાં આ આંકડો 200 બિલિયને પહોંચશે જે વિશ્વ વસ્તીનો 23% હિસ્સો હશે. આ અહેવાલમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે ચીનની વસ્તી વૃદ્ધિ અત્યારે વિશ્વમાં સૌથી ઝડપથી વધુ રહી છે. બે વર્ષ પહેલા વસ્તી અંગેના તારણોમાં યુએનએ ભારત ચીનથી 2024 સુધીમાં આગળ વધી જશે. એવો વર્તારો આપવામાં આવ્યો છે.

2019માં ચીનના 1.43 બિલિયનને ભારતનું 1.37 બિલિયનની વસ્તી અનુક્રમે વિશ્વની કુલ વસ્તીના 19 અને 18% થવા જાય છે. અમેરિકામાં 2019માં 329 બિલિયન અને ઈન્ડોનેશિયામાં 271 બિલિયનનો આંકડો દેખાઈ રહ્યો છે. વસ્તીની દ્રષ્ટિએ પાંચ મોટા દેશોની વસ્તી ગણતરીમાં લેવામાં આવી હતી. ભારત 1.5 બિલિયનના આંકડા સાથે સૌથી આગળ ચીન 1.1 બિલિયનનો વૃદ્ધિ દર ધરાવે છે. જ્યારે નાઈઝીરીયા 733 મિલિયન, અમેરિકા 434 મિલિયન અને પાકિસ્તાન 403 મિલિયનની આંકની આસપાસ ઘુમી રહ્યું છે.

વિશ્વની 40% વસ્તી સૌથી વધુ દર ધરાવતી મહિલાઓના દેશમાં વસી રહી છે. જયાં મહિલાઓ પોતાના જીવનકાળ દરમિયાન 2 થી 4 બાળકોને જન્મ આપે છે. વસ્તી વધારાના મુખ્ય કારણમાં સુધરતી જતી આરોગ્ય સુવિધાઓ અને ઘટતા જતાં મૃત્યુ દરના કારણે વસ્તી વધી રહી છે. 2050 સુધીમાં 6 માંથી 1 વ્યક્તિ 65 વર્ષનો હશે. 2019માં આ ટકાવારી 9%એ પહોંચશે. 80 વર્ષથી વધુની જન સંખ્યા 143 મિલિયનમાંથી 2050 સુધીમાં 426 મિલિયન થશે. વૈશ્વિક જન્મદર 3.2 સુધી નીચે પહોંચશે. 2050 સુધીમાં આ આંકડો 2.2નો રહેશે.

વસ્તી નિયંત્રણ માટે હાલના 3.2ના પ્રજોત્યતી દરને 2.1 સુધી લઈ જવાની જરૂર છે. યુનોના મહાસચિવ લ્યુવ જેમવિને આ અંગે જણાવ્યું હતું કે, વિશ્વની વધતી વસ્તી સામે જાગૃતિની જરૂર છે. વિશ્વના દેશોએ વસ્તી વધારાનો દર કાબુમાં લાવવા માટે અસરકારક  પગલાં લેવા જોશે. 2019 થી 2050 સુધીમાં ચીનની વસ્તી વધારો 2.2 સુધીનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. સરેરાશ આયુષ્યમાં 64.2 માંથી 72.6 સુધી પહોંચ્યા છે અને 2050માં 77 સુધી પહોંચશે. આ દરેક પરિબળો વિશ્વની વસ્તી વધારા માટે કારણભૂત બનશે અને તેના પરિણામે 2027 સુધક્ષમાં વસ્તી વૃદ્ધિમાં ભારત ચીનને પણ ઓવરટેક કરી જશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.