વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ધરાવતા ભારતના અર્થતંત્રને 5 ટ્રિલિયન અમેરિકન ડોલરનું કદ આપવાના રોડ મેપ પર દેશને ધીરી પણ મક્કમ ચાલે આગળ ધપાવવા માં આવી રહ્યું છે, ત્યારે વૈશ્વીક સ્થિતિ અને બદલાતી જતી આર્થિક તરલ પરિસ્થિતિમાં પોતાની અર્થવ્યવસ્થાનું સંતુલન રાખવું મહાસત્તાઓ થી લઈ વિકસિત અને વિકાસશીલ દેશો માટે મોટી પડકારજનક પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે, ત્યારે પેટ્રોલિયમ ઇકોનોમીમાં ભારતની દૂરંદેશી ની હવે સમગ્ર વિશ્વમાં સરાહના થઈ રહી છે,
21મી સદીના વિશ્વમાં ઉર્જા વિના વિકાસ શક્ય નથી તેની સાથે સાથે અર્થતંત્ર અને સ્થાનિક ઉત્પાદન અને પોતપોતા ની મુદ્રા ના મૂલ્ય સાથે પેટ્રોલ-ડીઝલની આયાત નું સંતુલન જરૂરી છે ત્યારે ભારત સરકારે લાંબા ગાળાના દૂરંદેશી વાળા આયોજનથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં વધઘટ અને મંદીના સમયમાં પણ જરૂરી બફર સ્ટોક અને ઘરઆંગણે ભાવમાં સંતુલન રાખી ને ફુગાવો પરોક્ષ રીતે કાબૂમાં રાખ્યો હતો ,અત્યારે સમગ્ર વિશ્વના દેશો પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારા ની સાઇડ ઇફેક્ટ જેવા સ્થાનિક અર્થતંત્રમાં ફુગાવાથી પરેશાન છે ત્યારે ભારતીય છેલ્લા એક દાયકામાં પેટ્રોલિયમ પેદાશોની અવેજીમાં સૂર્ય અને પવન ઊર્જાની સાથે-સાથે પેટ્રોલમાં ઇથેનોલ ના બ્લેન્ડિંગ થી 50,000 કરોડ રૂપિયાનો વિદેશી હૂંડિયામણ બચાવીને અર્થતંત્રને સંતુલન રાખવામાં સફળતા મેળવી છે ભારતની પેટ્રોલિયમ ઇકોનોમીની લાંબાગાળાની રણનીતિ હવે પરિણામ આપવા લાગી છે અને આ નીતિ સમગ્ર વિશ્વ ના વિકસિત અને વિકાસશીલ દેશો માટે માર્ગદર્શક બની રહી છે ભારત ઉર્જા ના ઉપયોગ સંચય અને તેના વિનિમયમાં અત્યારે વિશ્વ ગુરૂની ભૂમિકા હોય તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી….