ફિરોજશા કોટલા મેદાનની ઘટનાને યાદ કરી સુનિલ ગાવસ્કરે વસવસો વ્યક્ત કર્યો
આંતર રાષ્ટ્રીય સ્તરે એક પણ સદી ન બનાવી છતાં ગાવસ્કર સાથે શ્રેષ્ટ ઓપનીંગ જોડીદાર ચેતન ચૌહાણ જીવનની ઇનીંગમાં પણ પહેલા આઉટ થયો
દિલ્હીના ફિરોજશા કોટલા મેદાન પર ૯૭ રન બનાવી આઉટ થવાની સાથે ચેતન ચૌહાણ ટેસ્ટ કેરિયરમાં સદી ચુકવાની કમનશીબ ઘટનાને ચેતન ચૌહાણના નિધનથી ઓપનીંગ જોડીદાર સુનિલ ગાવસ્કરે યાદ કરી વસવસો વ્યક્ત કર્યો હતો. ચેતન ચૌહાણ કોરોના સામે જીંદગીનો જંગ હારી જતાં તે ફરી સદી ચુકી પોતાની પહેલાં આઉટ થતા દિલગીરી સાથે શોક વ્યક્ત કર્યો છે.
૧૯૬૯માં ન્યુઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ચેતન ચૌહાણને ભારતીય ટીમમાં ઓપનર બેસ્ટમેન તરીકે કેરિયરની શરૂઆત કરનાર ચેતન ચૌહાણ તેમનો અંતિમ ટેસ્ટમેચ ૧૯૮૧ માં ન્યુઝીલેન્ડ સામે રમી આંતર રાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરનાર ચેતન ચૌહાણ તેમની કારર્કીદીના ૪૦ ટેસ્ટ મેચ અને સાત વન-ડે મેચમાં એક પણ સદી ફટકારી શકયો ન હતો.
દિલ્હીના ફિરોજશા કોટલા મેદાન પર ઓસ્ટેલિયા સામે રમાયેલા ટેસ્ટ મેચમાં ચેતન ચૌહાણે ટેસ્ટ કેરિયરના શ્રેષ્ટ ૯૭ રન બનાવી આઉટ થતા તે તેની સદી ચુકી ગયો હતો. આ ઘટના સુનિલ ગાવસ્કર અને ચેતન ચૌહાણ માટે કરૂણ રીતે યાદગાર બની રહી હતી. આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થયેલા ચેતન ચૌહાણ દિલ્હી ક્રિકેટ એસોસિએશનના સભ્ય બન્યા હતા ત્યારે સુનિલ ગાવસ્કર દિલ્હી ખાતે કોમેન્ટરી આપવા આવતા ત્યારે ૯૦ના દાયકાની ભારતીય ટીમની શ્રેષ્ટ ઓપનીંગ જોડી ફરી ગ્રાઉન્ડ ઉપર એક બીજાને મળતા ત્યારે ગળે મળેલા ગાવસ્કરને મુસ્કુરા લાડલે મુસ્કરા કહીને દિલ્હીના ફિરોજશા કોટલા મેદાન પર ચેતન ચૌહાણ જે રીતે આઉટ થયો તે ઘટનાને યાદ કરતા હતા.
ઉત્તર પ્રદેશના સાંસદ અને ભાજપ સરકારમાં કેબીનેટ મંત્રી તરીકે સેવા આપનાર ચેતન ચૌહાણ કોરોનાની બીમારી સબબ છેલ્લા એકાદ માસથી સારવાર લીધા બાદ અંતિમ શ્વાસ લીધા ત્યારે તેના એક સમયના ઓપનીંગ જોડીદાર સુનિલ ગાવસ્કરે વસવસો વ્યક્ત કરી ચેતન ચૌહાણ તેની ટેસ્ટ કેરિયરની જેમ જીંદગીની છેલ્લી ઓવરમાં સદી ચુકી ગયાનું કહ્યું હતું. જીવનની ઇનીંગમાં પણ ચેતન ચૌહાણ પોતાની પહેલાં આઉટ થઇ ગયાનું જણાવ્યું છે.