સ્ટાર શટલર શ્રીકાંત કિદામ્બીએ જાપાનના નિશિમોતોને હરાવ્યો
ભારતના સ્ટાર શટલર કિદામ્બી શ્રીકાંતે ફ્રેંચ ઓપન બેડમિન્ટન સુપર સીરીઝનું ટાઈટલ પોતાના નામે કરી લીધુ હતું. તેણે ફાઈનલમાં જાપાનના નિશિમોતો કેનાયીકાને ૨૧-૧૪, ૨૧-૧૩ની સરસાઈથી હરાવ્યો હતો. વિશ્ર્વના ચોથા કૂમાંકિત શ્રીકાંત ફાઈનલ મુકાબલો જીતવા માટે માત્ર ૩૪ મિનિટનો સમય લીધો હતો.
શ્રીકાંતે ચાલુ વર્ષે આ ચોથી સુપર સીરીઝ જીતી છે. આ પહેલા તેણે ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ડેનમાર્ક ઓપન જીતી લીધી હતી. તે ઉપરાઉપરી આટલા ટાઈટલ જીતનારો બીજા ક્રમાંકનો ભારતીય ખેલાડી બન્યો છે. કેમ કે તેના પહેલા આવો કમાલ પ્રકાશ પડુકોન બતાવી ચુકયા છે. પ્રકાશ પડુકોન પૂર્વ સ્ટાર શટલર અને દીપિકા પડુકોનના પિતા છે.