જે રીતે હાલ પ્રાણવાયુની અછત ઉભી થઇ છે ત્યારે આરોગ્ય મંત્રાલયે અન્ય દેશોમાંથી પ્રાણવાયુની આયાત કરવાની જાહેર કરી છે. ભારત મુખ્યત્વે ગલ્ફ દેશો અને સિંગાપોર ખાતેથી પ્રાણવાયુની આયાત કરનાર છે. ભારત જે દેશોમાંથી આયાત કરનાર છે તેમાં ચીનનો ક્યાંય ઉલ્લેખ કરાયો નથી ત્યારે ચીને બિનસત્તાવાર રીતે પ્રાણવાયુથી માંડીને તમામ આરોગ્ય સંસાધનોનો સહયોગ આપવા તૈયારી બતાવી છે પરંતુ ભારતે ચીન પાસે કોઈ ઓણ સહાયતા લેવાનો ઇનકાર કરી દીધો છે. અગાઉ એક વર્ષ પૂર્વે ભારતે ચાઈના પાસેથી મેડિકલ સંસાધનોની આયાત કરી હતી પરંતુ બંને દેશોના સંબંધો વણસતા ભારતે ચીન પાસેથી કોઈ પણ સહાયતા નહીં લેવાનો નિર્ણય કર્યો છે. હાલ ભારત ગલ્ફ દેશો પાસેથી પ્રાણવાયુની આયાત કરીને દેશમાં વર્તાઈ રહેલી અછતને ખાળવા પ્રયત્નશીલ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગત અઠવાડિયે કહ્યું હતું કે, ભારત વિદેશથી મેડિકલ ઓક્સિજન આયાત કરવાનું વિચારી રહ્યું છે. સત્તાવાર સૂત્રોને ટાંકીને, સમાચારમાં કહેવામાં આવ્યું છે કે ચીનનો સમાવેશ એ દેશોમાં નથી, જ્યાંથી ભારત તેની પ્રાણવાયુની જરૂરિયાત પૂરી કરવા માંગે છે. ભારતે આ માટે ગલ્ફ દેશો અને સિંગાપોરને પસંદ કર્યું છે. કોવિડ-19 ને આંતરરાષ્ટ્રીય
એકતા અને પરસ્પર સમર્થનની જરૂરિયાત દર્શાવતા તમામ માનવતાનો એક સામાન્ય દુશ્મન હોવાનું જણાવી, ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે, ભારતની ગંભીર પરિસ્થિતિ પર તેની નજર છે જ્યાં રોગચાળા સામે લડવું જરૂરી છે. હાલ ભારતમાં દવાઓની અછત છે. ગયા વર્ષે ભારતે ચીન પાસેથી તબીબી ઉપકરણો માંગ્યા હતા. આમાં મોટાભાગની વાટાઘાટો કરવામાં આવી હતી. બંને દેશોએ દક્ષિણ એશિયાના દેશોમાં કોરોના રસી સપ્લાય કરી છે.