૨૦૧૭માં થયેલા કુલ ૮૬૦ આતંકવાદી હુમલાઓમાં ૨૯૫ હુમલા માઓવાદીઓએ કર્યા: ઇરાક અને અફઘાન બાદ ભારતને શિકાર બનાવતો આતંકવાદ
અમેરિકાના વિદેશી વિભાગ દ્વારા રજ કરાયેલા એક આંકડા પ્રમાણે ભારત ઉપર આતંકવાદી હુમલાનો સૌથી વધુ ખતરો છે. ભારત આ કેટેગરીમાં સતત બીજી વાર આવ્યું છે. આ આંકડાઓ પ્રમાણે ઇરાક અને અફઘાનિસ્તાન બાદ ભારત આતંકવાદીઓના હીટ લીસ્ટમાં ત્રીજા સ્થાને છે. ૨૦૧૫માં પાક. સૌથી વધુ આતંકવાદીની અસર હેઠળ હતું.
આ ઉપરાંત મળતા આંકડા પ્રમાણે ભારતે ૨૦૧૭ માં ૮૬૦ આતંકવાદી હુમલાનો સામનો કર્યો છે. જેમાંથી રપ ટકા જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા થયા છે. તો એ જ વર્ષે વિવિધ રાજયોમાં લગભગ ર૪ ટકા આતંકવાદી હુમલાઓમાં વધારો થયો છે.
મહત્વનું છે કે જમ્મુ-કાશ્મીરમાં થયેલા હિઝબુલ મુગ્નહીદ્દીનના આતંકી હુમલામાં શોપિયા જિલ્લામાં પોલીસ કર્મીઓની ક્રુરતાથી હત્યા કરવામાં આવી તો બીજી તરફ સરહદ પર થતા ટેરર અટેકને લઇ ભારત-પાક. વિદેશ મંત્રાલય સાથે ચર્ચા કરવાની પહેલ કરવામાં આવી. અને ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આ મહીનાના અંત ન્યુયોર્કમાં યોજાનાર યુએનજીએમાં પાક.ના વિદેશ મંત્રી એસ.એમ.કુરેશી સાથે મુલાકાત કરશે.
તો બીજી તરફ એમઇએના મીડછયા પ્રભારી રવિશકુમારે કહ્યું, પાકિસ્તાનના જ આતંકવાદી સંગઠન દ્વારા સુરક્ષા જવાનીની નીર્મમ હત્યાઓ પાક. દ્વારા જ આતંકવાદ અને આતંકવાદીઓની પ્રવૃતિઓને વેગ મળે છે. તેવું જાણવા મળી રહ્યું છે.
જયારે અમેરીકી અઘ્યયન પ્રમાણે માઓવાદીઓને દુનિયાની ચોથો સૌથી ઘાતક આતંકી સમુહ પણ કહ્યો છે. અને દાવો કયો છે કે ૨૦૧૭માં ભારતમાં થયેલા પ૩ ટકા આતંકી હુમલાઓ પાછળ માઓવાદીઓનો હાથ છે. માઓવાદીઓએ કુલ ૮૬૦ માંથી ૨૯૫ હુમલા ગત વર્ષે કર્યા હતા. જયારે આતંકવાદી સમુહોની સુચીમાં સૌથી ઉપર ઇસ્લામીક દેશો છે અને ત્યારબાદ તાલિબાન અને અલ શબારનો નંબર છે.