ખૂબ સુરત શહેર તામિલનાડુનું કન્યાકુમારીને ને “કેપ કોમોરન” પણ કહેવામા આવે છે. શહેરનું નામ દેવી કન્યા કુમારીના નામ પરથી પડ્યું છે.જેને ભગવાન શ્રી કુષ્ણની બહેન માનવમાં આવે છે.આ જગ્યા ચોલા,ચેરા,પંડ્યા,અને નાયકા રાજ્યનું ઘર રહ્યું છે.કળા અને ધર્મ-સંસ્કૃતીનો પુરાનો ગઢ છે.સ્વામી વિવેકા નંદની ધરતી પર ખૂબ સુરત સૂર્યદય અને સૂર્યાસ્ત જોવા લાયક છે.
સવારે દરેક હોટલની છત પર પર્યટકોની ભીડ જામી જાય છે.સાજે અરબ સાગરમાં સૂર્યાસ્ત જોવાનો આનંદ કઈક અલગ હોય છે.કન્યાકુમારીમાં ત્રણ સમુદ્ર બંગાળની ખાડી,અરબ સાગર,અને હિન્દ મહા સાગરનું મિલન થાય છે.આ સ્થળને ત્રિવેણિ સંગામ કહેવામા આવે છે.જ્યાં વધુ પડતાં ટુરિસ્ટ પ્લેસ આજુબાજુ છે.
શું તમે ફેમેલી સાથે ફરવા જવાનો પ્લાન કરો છો.તો કન્યાકુમારી એક બેહેતર ટ્રીપ છે.સમુદ્ર તટ પર બેસીને સ્વામી વિવેકાનંદે ધ્યાન ધર્યું હતું.આ સ્થળ પર સ્વામી વિવેકાનંદ ની વિશાળ પ્રટીમા આવેલ છે. આ જગ્યાએ થી સમુદ્રની નજારો ખૂબ સુંદર લાગે છે.તેની પાસે જ એહ બીજા પથ્થર પર તામિલ સંત તિરૂવલ્લુવરની 133 ફૂટ મોટી મુર્તિ છે.આ જગ્યા થિરૂવલ્લુવર સ્ટેચ્યુંના નામથી પણ ઓળખા છે.
તટ પર કાંચીપુરમની શ્રી કામકોટિ પીઠ દ્રાર અને શંકરાચાર્યનું એક નાનું મંદિર છે.આ જગ્યાએ 12 સ્તંભનો મંડપ છે જ્યાં બેસીને યાત્રી ધાર્મિક કર્મકાંડ કરી શકે છે. આ જગ્યાએ કુમારી અમ્મન દેવીનું મંદિર પણ આવેલ છે.જ્યાં દેવી પાર્વતીની કન્યા રૂપની પૂજા કરવામાં આવે છે.આ મંદિર 3000 વર્ષ જૂનું છે.આ પહેલું દુર્ગા મંદિર પણ છે.જેને ભગવાન પરશુરામે સ્થાપિત કરેલ છે.