પી.વી.સિંધુ, સાઈના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંત કવાર્ટર ફાઈનલમાં પહોંચ્યા
ભૂતપૂર્વ ચેમ્પીયન સાઈના નેહવાલ અને પી.વી.સિંધુ સહિત છ ભારતીય બેડમીન્ટન ખેલાડી પ્રિ કવાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે જયારે ૨૦૧૭ની ચેમ્પીયન બી.સાઈટ પ્રણીત બીજા રાઉન્ડમાં ટોપ સીડેડ કેન્તો મોમોતા સામે હારીને બહાર થઈ ગઈ છે. ૨૦૧૦માં ચેમ્પીયન બની ચૂકેલી સાઈનાએ ઈન્ડોનેશીયાની યુલીયા યોસેફીનને ૨૧-૧૬, ૨૧-૧૧થી હરાવી હતી. હવે તેની મેચ થાઈલેન્ડની પાર્નપાવી ચોકુવાંગ સામે થશે.
બીજીબાજુ ચોથી સીડેડ પી.વી.સિંધુએ ઈન્ડોનેશીયાની લૈલી એલેસાંદ્રાને ૨૧-૯, ૨૧-૭થી હરાવી હતી જયારે હવે પી.વી.સિંધુનો મેચ ડેનમાર્કની મીયા બ્લિચફેલ્ટ સાથે થશે. પુરુષ સીંગલમાં સમીર વર્મા, એચ.એસ.પ્રણય, પી.એસ.કશ્યપ અને કિદામ્પી શ્રીકાંત પણ પ્રિ કવાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે. સમીરે થાઈલેન્ડ સુપન્યુ અવિરિંગસૈનનને ૨૧-૧૪, ૨૧-૬થી હરાવ્યો હતો. પ્રણયે ફ્રાન્સના બ્રાઈજ લેવરડેઝને ૧૧-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૮થી હરાવ્યો હતો. જયારે કશ્યપે ડેન્માર્કના રેશમસ ગેમેકને ૨૧-૧૯, ૨૧-૧૮થી હરાવ્યો હતો અને જયારે બીજી બાજુ પ્રણીતને જાપાનના મોમોતાએ ૧૯-૨૧, ૨૧-૧૪ અને ૨૨-૨૦થી હરાવ્યો હતો. ત્યારે કહી શકાય કે બેડમીન્ટનની સીંગાપોર ઓપનમાં જાણે ભારતનો દબદબો રહ્યો હોય તેવું પણ સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. જેની એકમાત્ર કારણ એ પણ માનવામાં આવે છે કે, ભારતના કુલ ૬ ખેલાડીઓ પ્રિ કવાર્ટરમાં પહોંચી ગયા છે.