વૈશ્વિક ધોરણે બદલાયેલા ઊર્જા પરિમાણોમાં હવે સૂર્ય ઉર્જા સિવાય વિશ્વ પાસે વિકલ્પ નથી તેવા સંજોગોમાં ગુજરાતના સોલાર પાવર પ્રોજેક્ટનો વિકાસ વેગવાન

વિશ્વમાં બદલાયેલી ઉર્જાની પરિસ્થિતિમાં હવે હાઇડ્રો કાર્બન અને અણુ ઉર્જાથી વિજળી ઉત્પન્ન કરવી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને ઇંજન આપનાર બનતી હોવાથી હવે સૂર્ય ઉર્જા આધારિત પાવર પ્રોજેક્ટ અનિવાર્ય બન્યા છે ત્યારે ગુજરાતના ખાવડામાં ભારતનો સૌથી મોટો સોલાર પાવર પ્રોજેક્ટ માટે એન.ટી.પી.સી.એ. બિંડુ ઝડપ્યું છે.

ગુજરાત રાજ્ય સરકારની એન.ટી.પી.સી. દ્વારા દેશનો સૌથી મોટો સોલાર પાવર પ્રોજેક્ટ ગુજરાતના કચ્છના રણના ખાવડામાં સ્થપાશે.એન.ટી.પી.સી. દ્વારા સૌથી મોટો 4750 મેગા વોટનો પાવર પ્રોજેક્ટ બનાવવામાં આવશે. દેશનો સૌથી મોટો કોલસા આધારિત પાવર પ્રોજેક્ટ કરતાં પણ આ પાર્કમાં સૌથી વધુ ઉર્જા ઉત્પન્ન થશે.

રાજસ્થાનના ભાડલાના સોલાર પ્લાન્ટથી પણ ખાવડામાં મોટો પ્લાન્ટ શરૂ થશે. એન.ટી.પી.સી. દ્વારા 2032 સુધીમાં 60 મેગા વોટ ઉર્જાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કંપનીના 70 પાવર પ્લાન્ટ ચાલુ છે જેમાં 66 સૌથી વધુ ઉર્જા ઉત્પન્ન કરે છે. આંધ્રપ્રદેશના પ્લોટીંગ સોલાર પ્રોજેક્ટમાં 15 મેગા વોટ વીજળી ઉત્પન્ન થશે.

ગુજરાતના કચ્છના ખાવડામાં શરૂ થનારા આ પાવર પ્લાન્ટ દેશનો સૌથી મોટો પાવર પ્લાન્ટ બની રહેશે. સમગ્ર વિશ્ર્વમાં અત્યારે રીન્યુએબલ એનર્જીનો યુગ આવી રહ્યો છે ત્યારે ગુજરાત સોલાર પાવર પ્રોજેક્ટમાં આગતરું આયોજન કરી રહ્યું છે. ગુજરાતમાં વિશાળ સાગર કાંઠો અને કચ્છનું અફાટ રણ કે જ્યાં સૂર્યના કિરણો બારેમાસ મળી રહેશે અને તેની તીવ્રતામાં પણ વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે.

સૂર્ય ઉર્જાના ઉત્પાદનથી પેટ્રોલ, ડીઝલ અને હાઇડ્રો કાર્બન ઇંધણથી ઉત્પન્ન થતી ગરમીની ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી છૂટકારો ઉપરાંત ઇંધણની આયાતના ઘટાડાથી ઉર્જા ક્ષેત્રે સ્વાંલબન પ્રાપ્તિથી દેશને બેવડો ફાયદો થાય છે. પુન:પ્રાપ્ય ઉર્જામાં ગુજરાતની હરણફાળથી વીજળીની અછતની સમસ્યા દૂર થશે. કૃષિ અને ઔદ્યોગીક વીજળી સસ્તા દરે પ્રાપ્ત થવાથી અર્થતંત્ર પણ સધ્ધર બનશે. એન.ટી.પી.સી. દ્વારા ખાવડામાં દેશનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટનું સાહસ કરીને ગુજરાતને એક નવી ગરીમા અપાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.