અક્ષય કુમાર અને રજનીકાંતની ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટા બજેટની ફિલ્મ ગણવામાં આવતી 2.0 નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. આ આખું ફિલ્મ VFX પર બનાવવામાં આવ્યું છે. આ ફિલ્મ ભારતમાં અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બની છે. આ ફિલ્મ 544 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે.
આવી ફિલ્મમાં સાયન્સ ફિક્શન બેસ્ડ મૂવીની સૌથી મહત્વની બાબત હોય છે VFX વર્ક. VFX ના કારણે ઘણીવાર આ ફિલ્મની રિલીઝ ડેટ બદલવામાં આવી હતી. આ ફિલ્મના VFX નો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મને 3D અને 2D માં લોન્ચ કરવામાં આવશે.
જુઓ ફિલ્મ 2.0 ટ્રિઝર
આ ફિલ્મની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પણ ઘણા કારણો સર આ ફિલ્મની ટ્રિઝરની તારીખ બદલાતી રહેતી હતી. છેલ્લે આ ફિલ્મનુ ટ્રેલર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. હવે તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 29 નવેમ્બર 2018 ના રોજ સિનેમા ઘરોમાં રીલીઝ થવાની છે.