- ચીનના મોડેલ દ્વારા જો નાગરિકોના ડેટાનો દુરૂપયોગ કરાશે તો સરકાર દ્વારા કડક પગલા લેવાશે
ચીનના સસ્તા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલે દુનિયાભરમાં હડકંપ મચાવ્યો છે. અગાઉ આંતરરાષ્ટ્રીય શેર બજાર પર તેની વ્યાપક અસર પડી હતી. ત્યારે આ મોડેલ પર ભરોસો કરવો મુશ્કેલ છે. જેને લઇને ભારત સરકાર ડીપસીકના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોડલને એપ સ્ટોર ચાર્ટમાં ટોચ પર લઈ જવા પર નજીકથી નજર રાખી રહી છે, ખાસ કરીને કંપની ચીનમાં સ્થિત હોવાથી, નાગરિકોની સાર્વભૌમત્વ અંગેની ચિંતાઓ વધી છે. ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઓપન-સોર્સ મોડલ છે જે સ્થાનિક રીતે ઉપકરણો પર ચાલી શકે છે. પરંતુ તેની નીતિઓ મુજબ ડેટા ચીનના સર્વરમાં સંગ્રહિત કરી શકાય છે, જે ચિંતાનો વિષય છે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યુ હતુ કે અમે દેખરેખ રાખીએ છીએ. હાલમાં ચિંતાજનક કંઈ નથી પરંતુ જો ડેટા ટ્રાન્સફરની આસપાસ કોઈ સમસ્યા હશે, તો અમે ભૂતકાળની જેમ પગલાં લઈશું.” જાસૂસીની ચિંતાને ટાંકીને ભારતે 2020માં સરહદી તણાવ વચ્ચે ટિકટોક અને વિચેટ સહિતની અનેક ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય નાગરિકોના ડેટાની ભારતની બહાર અને ચીનમાં હિલચાલ અંગે લગભગ એક અઠવાડિયામાં સ્પષ્ટ ચિત્ર ઉભરી આવશે. જો આવી માહિતીનો દુરુપયોગ અથવા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હોય, તો આઈટી નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
ડીપસીક નીતિ જણાવે છે કે, અમે જે માહિતી એકત્રિત કરીએ છીએ તે પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના સ્થિત સુરક્ષિત સર્વરમાં સંગ્રહિત કરીએ છીએ, વધુમાં, જ્યાં અમે કોઈપણ વ્યક્તિગત માહિતી તમારા રહેઠાણના દેશની બહાર ટ્રાન્સફર કરીએ છીએ, જેમાં આ નીતિમાં નિર્ધારિત એક અથવા વધુ હેતુઓ સામેલ છે હવે લાગુ ડેટા સુરક્ષા કાયદાઓની જરૂરિયાત અનુસાર તે કરીશું.
એઆઇ સ્ટેજ પર ડીપસીકએ એપલના એપ સ્ટોર પર યુએસમાં ટોચની મફત ડાઉનલોડ કરેલ એપ્લિકેશન બની, જેને લઇને વિશ્વભરની સરકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. ભારતમાં, ડીપસેકએ ગૂગલ પ્લે સ્ટોર પર ટોચની મફત એપ્લિકેશન્સમાંની એક છે. કેટલાક નિષ્ણાતોએ નોંધ્યું છે કે ડેટા સ્ટોર કર્યા વિના પણ, આવી એપ્લિકેશનો પૂછવામાં આવેલા પ્રશ્નો (પ્રોમ્પ્ટ્સ) ના આધારે વપરાશકર્તાને પ્રોફાઇલનો દુરુપયોગ થઈ શકે છે. સરકારને આવા ડેટાના પ્રવાહને રોકવા માટે સશક્ત નિયમો બનાવી રહી છે. જ્યારે જરૂર પડશે ત્યારે સરકાર નિર્ણય લેશે.