એપ્રીલ ૪ અને એપ્રીલ ૨૦ના રોજ ભારતની ઈન્ટેલીઝન્સ એજન્સી દ્વારા વોર્નિંગ મેસેજ આપવામાં આવ્યા હતા
શ્રીલંકામાં થયેલા આત્મઘાતી હુમલામાં ૩૨૧ લોકોના મૃત્યુ નિપજયા છે. જેમાં હુમલાખોરોએ ૩ ચર્ચ અને ૪ હોટલને ટાર્ગેટ બનાવ્યા હતા. વાત કરવામાં આવે તો ભારતની ગુપ્તચર એજન્સી દ્વારા શ્રીલંકા હુમલા પહેલા તેઓને એપ્રિલ ૪ અને એપ્રિલ ૨૦ના રોજ વોર્નિંગ મેસેજ આપવામાં આવ્યા હતા. આ આત્મઘાતી હુમલામાં ૩૨૧ મૃતકોની સામે ૫૦૦ લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા.
શ્રીલંકામાં થયેલા હુમલા બાદ એ વાત પણ સામે આવી રહી છે કે, શ્રીલંકા દેશ ખુબજ શાંતિપ્રિય દેશ છે તેમ છતાં ત્યાં આત્મઘાતી હુમલા થવાની કારણ શું. ત્યારે ઈસ્લામીક સ્ટેટ સંગઠન દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. શ્રીલંકા સરકારના જણાવ્યાનુસાર ઈસ્ટરના પ્રસંગે દેશમાં જે સીરીયલ બ્લાસ્ટ થયા તે મોટી વિનાશક ઘટના હતી. ત્યારે ઈન્ટેલીજન્સ રિપોર્ટ છતાં દેશમાં મોટી સંખ્યામાં ચર્ચને સુરક્ષા પ્રદાન કરાવવામાં સુરક્ષા સંસ્થાઓ વામણી ઉતરી હતી. ત્યારે સરકાર દ્વારા નેશનલ તોહીત જમાતને બ્લાસ્ટ પાછળ જવાબદાર ગણાવવામાં આવ્યું હતું.
શ્રીલંકાના વડાપ્રધાન વિક્રમાસિંગે જણાવ્યું હતું કે, ઈન્વેસ્ટીગેટર આ મામલે ખુબજ સારી પ્રગતિ કરી રહ્યું છે અને બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલા આરોપીઓની પણ ઓળખ ટૂંક સમયમાં થઈ જશે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કાર્યવાહીમાં અન્ય દેશો પણ શ્રીલંકાની મદદે આગળ આવ્યા છે. આતંકી હુમલો જે સમયે થયો તે પહેલાની બે કલાક પહેલા પણ ભારતીય ઈન્ટેલીજન્સ અધિકારીઓ દ્વારા શ્રીલંકન ઈન્ટેલીજન્સને તાકીદ કરી જણાવ્યું હતું કે, ચર્ચ સહિત અનેક જગ્યાઓ પર કંઈ અનિચ્છનીય ઘટના ઘટે તેવા સંકેતો મળી રહ્યાં છે પરંતુ કયાંકને કયાંક શ્રીલંકાની ઈન્ટેલીજન્સ એજન્સી તેને રોકવા અસક્ષમ સાબીત થઈ હતી.