વોર્નરે વન-ડેમાં સૌથી ઝડપી 5000 રન પુરા કર્યા : વોર્નર-ફીન્ચની અણનમ ઓપનીંગ ભાગીદારીએ ઓસ્ટ્રેલિયાને 10 વિકેટે જીત અપાવી

ત્રણ વન-ડે સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસે આવેલી છે જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે તેનો પ્રથમ મેચ મુંબઈનાં વાનખેડા સ્ટેડિયમ ખાતે રમ્યો હતો જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો 10 વિકેટે વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયાના વોર્નર ફીંચની સતકિય ભાગીદારીથી ભારતીય ટીમ ઘુંટણીયે પડી ગઈ હતી. ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનું નકકી કરતા ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને 255 રને ઓલઆઉટ કરી દીધુ હતું જેમાં રોહિત શર્મા 10 રન, શિખર ધવને ધીમી રમત છતાં 74 રનની ઈનીંગ રમી હતી. જયારે લોકેશ રાહુલ 47 રન બનાવ્યા હતા. પ્રથમ મેચમાં કોહલી ચોથા ક્રમ પર બેટીંગ કરવા ઉતર્યો હતો જેમાં તેને માત્ર 16 રનનું જ યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ઘાતક બોલિંગની સામે ભારતીય ટીમનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું હતું. 256નાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે વિના વિકેટે ટીમને વિજય અપાવ્યો હતો જેમાં ભારતીય ટીમના બોલરોને ઓસ્ટ્રેલિયાના બંને બેટસમેનોએ આડે હાથ લીધા હતા.

rajani

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં ભારતીય ટીમે આપેલા 255 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કાંગારુ ટીમે તાબડતોબ બેટિંગ કરતાં માત્ર 40 ઓવરોમાં જ ટાર્ગેટ મેળવી લીધો હતો. બન્ને બેટ્સમેનોએ વાનખેડેમાં કોઈપણ વિકેટ માટે સૌથી મોટી પાર્ટનરશીપ કરતા ટીમને શાનદાર જીત અપાવી હતી. ઈનિંગની શરુઆત કરવા ઉતરેલા ડેવિડ વોર્નરે પોતાના કરિયરની 18મી સદી ફટકારી હતી. જ્યારે એરોન ફિંચે 16મી સદી ફટકારી હતી. બન્ને શતકવીરોએ ભારતીય બોલરના છોતરા ફાડી નાખ્યા હતાં.

RAJMOTI 8 X 5

ડેવિડ વોર્નર 128 અને એરોન ફિંચે 110 રન બનાવીને અણનમ રહ્યા હતાં. એક તરફ ભારતીય ટીમ આશા પ્રમાણે રન ન બનાવી શકી અને શિખર ધવન સિવાય કોઈપણ બેટ્સમેન રન બનાવી શક્યો નહોતો અને બીજી બાજુ બોલર પણ વિકેટ માટે તરસી રહ્યા હતાં. ડેવિડ વોર્નર અને એરોન ફિંચના બેટમાંથી રન સાથે રેકોર્ડ પણ વરસે છે. બન્નેએ ભારત વિરુદ્ધ પહેલી વિકેટ માટે કોઈપણ ટીમ બાજુથી સૌથી વધુ ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા રેકોર્ડ દક્ષિણ આફ્રિકન જોડી ગેરી કર્સ્ટન અને હર્ષલ ગિબ્સના નામે હતો. કેપ્ટન વિરાટ માત્ર 16 રન બનાવીને આઉટ થઈ ગયો જ્યારે રવિન્દ્ર જાડેજા 25 અને ઋષભ પંત 28 રન બનાવ્યા પછી પણ લાંબી ઈનિંગ રમી શકી નહોતી. 49.1 ઓવરમાં મોહમ્મદ શમીના આઉટ થવાની સાથે જ ટીમ ઈન્ડિયા 255 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.