ફ્રન્ટલાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરાવનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજય
દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા તથા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આરોગ્ય કર્મીઓને મીઠાઇ ખવડાવી પાઠવ્યા અભિનંદન
સમગ્ર ભારત દેશે કોરોના રસીકરણનો આંક 100 કરોડને પાર કર્યો તે એક મોટી સિઘ્ધી ગણાય આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રસન્નતા વ્યકિત કરતા સમગ્ર દેશના આરોગ્ય કર્મીઓ સહિત સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા તમામ ઉપરાંત સમગ્ર દેશવાસીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા દિલ્હિ ખાતે તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ગાંધીનગર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ તમામને અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશે કોરોના રસીકરણ 100 કરોડને પાર કરવાની જે સિઘ્ધિ હાંસલ કરી છે તેનો ઉત્સાહ અને જવાબદારી પણ છે. તેમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જણાવતા દેશના સમગ્ર આરોગ્ય કર્મીઓ તેમજ સ્વાસ્થ્ય સેવા આપે સાથે સંકડાયેલા તમામ ઉપરાંત સમગ્ર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે, અને કહ્યું કે, આપણે સૌ એ સાથે મળી કોરોનાને હરાવવાનો છે અને આપણે દેશના 130 કરોડ લોકોની ભાવનાનો વિજય જોઇ રહ્યા છે. અને દેશને સો કરોડ કોરોના વેકસીનેશનનું કવચ મળ્યું છે. તેમ પણ તેઓએ ઉમેર્યુ હતું.
જો કે, ઇન્ડિયા ટુ ડે હેલ્થગીરી એવોર્ડસ 2021 દિલ્હી ખાતે રજુ કરવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા ગુજરાતને રાજય દ્વારા શ્રેષ્ઠ રસીકરણ અભિયાનના વિજેતા જાહેર કરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ભારતે રસીકરણમાં ઐતિહાસિક સિઘ્ધિ પ્રાપ્ત કરવા બદલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા દિલ્હી ખાતે કોવીડ-19 વોર રુમ ખાતે પહોંચી કર્મચારીઓને મીઠાઇ ખવડાવી ઐતિહાસિક સિઘ્ધિની ઉજવણી કરી હતી.
જયારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પણ આ અવસરને વધાવવા ગાંધીનગર સેકટર-ર ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે પહોચ્યા હતા અને રસીકરણ કાર્યક્રમમાં ઉ5સ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ ઐતિહાસિક સિઘ્ધી મેળવવામાં પોતાનું યોગદાન આપનારા આરોગ્ય સેવા કર્મીઓનું મીઠું મોઢુ કરાવી સફળતાની શુભેચ્છા આપી હતી. મુખ્યમંત્રીએ આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ માટે આવેલા નાગરીકો સાથે સંવાો પણ કર્યો હતો.
રસીકરણમાં ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન: 6.76 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા
- સમગ્ર દેશ અને રાજ્યમાં તા . 16 મી જાન્યુઆરી , 2021થી કોવિડ -19 રસીકરણ કામગીરીની શરૂઆત કરાઇ
- 1 માર્ચ , 2021 થી આખા દેશની સાથે , ગુજરાતમાં 60 અને 45 વર્ષથી વધુ ઉંમરના અન્ય રોગો ધરાવતા બધાને રસીકરણ શરૂ કરાયું
- તા . 1લી મે , 2021 ના રોજથી રાજ્યમાં રાજ્યના 7 કોર્પોરેશન તથા 3 જિલ્લા માં 18-44 વર્ષ વય જુથ માટે રસીકરણની કામગીરી કવા તેમજ 4 થી જુન , 2021 થી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જુથમાં રસીકરણની કામગીરી શરૂ કરાઇ
- *સમગ્ર દેશમાં આજ દિન તા . 10.2021 ,, સવારે 10 વાગ્યા સુધી કોવિડ 19 રસીના 70,83,18,703 પ્રથમ ડોઝ અને 29,16,97,011 બીજો ડોઝ મળીને કુલ 100 કરોડથી વધુ રસીના ડોઝ મુકવામાં આવેલ છે . જેમાં ગુજરાત રાજ્યનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે . ગુજરાતમાં આજ દિન તા . 21.10.2021 , સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં તમામ જુથોના 4,41,65,347 લાભાર્થીઓને પ્રથમ ડોઝ તથા 2,35,06,129 લાભાર્થીઓને બીજો ડોઝ મળી કુલ 6.76 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવેલ છે એટલે કે સમગ્ર દેશના રસીકરણમાં ગુજરાતનો 6.7 % થી વધારે ફાળો છ
- રાજયમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ 6,86,191 રસીના ડોઝ આપવામાં આવેલ છે જેમાં દેશમાં મોટા રાજયોમાં ગુજરાત અગ્રેસરનું સ્થાન ધરાવે છે.
- રાજયમાં કુલ 15,436 ગામડાઓ, 491 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 30 શહેરી આરોગ્ય કેન્દ્ર તથા 53 તાલુકાઓમાં તમામ 18 વર્ષથી ઉપરના વ્યકિતઓને રસીનો પ્રથમ ડોઝ આપી 100 ટકા કવરેજ કરવામાં આવ્યું છે.