ઇઝરાયેલમાં 70માં મિસ યુનિવર્સ બ્યુટી પેજન્ટનું સમાપન 21 વર્ષ બાદ ભારતની દીકરી બની વિશ્ર્વ સુંદરી
અબતક, નવી દિલ્હી
ભારતની હરનાઝ કૌર સંધુ મિસ યુનિવર્સ બની છે. ભારતે 21 વર્ષ પછી મિસ યુનિવર્સનું ટાઇટલ જીત્યું છે. 70મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં આજે સવારે ઇઝરાયેલના ઇલિટરમાં યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભારતની હરનાઝ કૌરે પહેલું સ્થાન મેળવી મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીત્યો છે.
મિસ યુનિવર્સ 2021માં હરનાઝ કૌર સંધુ પ્રથમ ક્રમે છેમિસ પેરાગ્વે બીજા ક્રમે તેમજ મિસ સાઉથ આફ્રિકા ત્રીજા સ્થાને પહોંચવામાં સફળ રહી છે. હરનાઝ ચંદીગઢની વતની છે. તેનો જન્મ શીખ પરિવારમાં થયો હતો. હરનાઝ ફિટનેસ અને યોગ પ્રેમી છે. 2017માં હરનાઝે મિસ ચંડીગઢનો ખિતાબ જીત્યો હતો. હરનાઝની આખી ફેમિલી ખેતી કે બ્યુરોક્રેટ્સ સાથે કનેક્ટેડ છે. વર્ષ 2017માં કોલેજમાં એક શો દરમિયાન તેણે પ્રથમ સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યું. એ પછીથી તેની સફર શરૂ થઈ. હરનાઝને ઘોડેસવારી, એક્ટિંગ, ડાન્સ અને ફરવાનો શોખ છે. તે ફ્રી હોય ત્યારે ફરવાનો શોખ પૂરો કરે છે. ભવિષ્યમાં તક મળે તો ફિલ્મમાં કામ કરવાની તેની ઈચ્છે છે.17 વર્ષની ઉંમર સુધી હરનાઝ ઘણી ઈન્ટ્રોવર્ટ હતી. સ્કૂલમાં દૂબળા શરીરને લીધે લોકો તેની મજાક-મસ્તી કરતા હતા. આ જ કારણે હું થોડા સમય માટે ડિપ્રેશનનો ભોગ બની હતી, પરંતુ ફેમિલીએ તેને હંમેશાં સપોર્ટ કર્યો. હરનાઝ ફૂડી છે, પણ સાથે ફિટનેસનું પણ ધ્યાન રાખે છે.
હરનાઝે વર્ષ 2017માં ટાઈમ્સ ફ્રેશ ફેસ મિસ ચંદીગઢ, વર્ષ 2018માં મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર, વર્ષ 2019માં ફેમિના મિસ ઇન્ડિયા પંજાબ, વર્ષ 2021માં મિસ યુનિવર્સ ઇન્ડિયાના ખિતાબ જીત્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાને મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ જજ કરવાનો મોકો મળ્યો હતો જે પણ ભારત માટે ગૌરવ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 1994માં સુસ્મિતા સેને અને ત્યારબાદ 2000માં લારા દતાએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. 21 વર્ષ બાદ ભારતને ફરી આ ખિતાબ મળ્યો છે.