સિનેમાઘરોની પાંબદી છતા લોકો ટીવી, મોબાઈલમાં ફિલ્મો જોતા જ હતા
સાઉદી અરેબિયા એક એવો દેશ છે જે ધારે તો દુબઈ, ચીન, અમેરિકા જેવા દેશો પર પણ ભારે પડી શકે છે. જોકે દેશની સૌથી મોટી તકલીફ ત્યાંના સખ્ત નિયમો હતા જેને બદલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ છેલ્લા થોડા સમયથી ફેશન શો, સિનેમા ઘર, સ્ટેડિયમમાં મહિલાઓનો પ્રવેશ એવા ઘણા ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે. લાગી રહ્યું છે કે સાઉદી અરબના યુવા રાજકુમાર પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ફેંસલો લીધો છે કે દેશમાં તમામ રીતિ રીવાજો બદલાવી નાખવા છે. ભારતની જેમ સાઉદી અરેબીયામાં પણ અડધો અડધ પ્રમાણમાં મહિલાઓને વધુ ફાયદો થઈ રહ્યો છે. જેનો લાભ ભારતીય ફિલ્મ જગતને પણ થશે.
સાઉદી અરેબિયામાં છેલ્લા ૪૦ વર્ષોથી સિનેમાઘરો પર સંપૂર્ણપણે પ્રતિબંધ હતો ત્યારે હવે આ પ્રતિબંધ હટાવાયો છે માટે બોલિવુડ પાસે સાઉદી અરેબિયન લોકોના પણ દિલ જીતવાનો અવસર છે. સાઉદી અરેબિયામાં ઘણા નિયમોના ફેરફારો કરાયા છે. તેથી સૌથી મોટી રાહત સ્ત્રીઓ પરના પ્રતિબંધ હટાવવાથી થઈ છે. સાઉદી અરેબિયામાં વર્ષો બાદ ઐતિહાસિક ઈવેન્ટોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પહેલા સ્ટેડિયમોમાં મહિલાઓની પ્રવેશબંધી હટાવાયા બાદ ફેશન શો અને હવે સિનેમાઘરોને મંજુરી અપાતા દેશનો વિકાસ થઈ રહ્યો છે. આટલી મોટી સતા ધરાવતા સશકત દેશથી હવે ભારતીય સિનેમા ઘરો માટે પણ સોનાનો સુરજ ઉગ્યો છે. સિક્રેટ સુપર સ્ટાર, દંગલ અને ધુમ-૩ જેવી બ્લોક બસ્ટર ફિલ્મોએ વિશ્ર્વના અનેક સિનેમામાંથી મબલક કમાણી કરી છે. સાઉદી અરેબિયામાં ૪૦ વર્ષોથી સિનેમાઘરો પર પ્રતિબંધ હતો જેને હવે હટાવતા દેશના નાગરિકોમાં ઉત્સાહની હેલી જોવા મળી રહી છે.
સાઉદી અરેબિયામાં બુધવારે સૌથી પહેલા થીયેટરનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. જેમાં રિયાધમાં ૪૫ ફુટની સ્ક્રીન પર સુપરહીરો માર્વેલનું ફિલ્મ બ્લેક પેન્થર દર્શાવવામાં આવ્યું હતું. ગાલા દ્વારા થયેલા આ લોન્ચીંગમાં દેશ-વિદેશથી મહેમાનો આવ્યા હતા. પ્રિન્સ મોહમ્મદ બીન સલમાન દેશના અર્થતંત્રને વેગ આપવા સિનેમાઘરોથી વિકાસના દરવાજા ખોલયા છે. ૩૨ વર્ષીય રાજકુમારે મહિલાઓને ડ્રાઈવીંગની પણ મંજુરી આપી છે. ૧૯૮૦ થી જ સિનેમાઘરો પર પાબંધી રાખવામાં આવી હતી. જોકે પ્રતિબંધ બાદ લોકો ઘરોમાં મોબાઈલ, ટીવી અથવા ખાનગી સિનેમાની સ્ક્રીન પર ફિલ્મો જોતા પરંતુ જાહેર સિનેમાઘરની મંજુરી ન હતી. માટે સાઉદી અરેબીયા પશ્ર્ચિમી સંસ્કૃતિના વલણ તરફ વધી રહ્યું છે. કારણકે સિનેમાઘરોના ન હોવાને કારણે પણ ઘરમાં તો ફિલ્મો જોવાતા જ. ૨૦૧૭માં સાઉદી સરકારે જાહેર કર્યું હતું કે પરિવર્તનના ભાગ‚પે ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવશે. હાલ સાઉદી લોકો મનોરંજન માટે દુબઈ અથવા બહરેઈન જેવા દેશોનો પ્રવાસ કરતા હતા ત્યારે હવે પોતાના દેશમાં જ ફિલ્મોનો આનંદ માણી શકશે. ત્યારે એ દિવસ દુર નથી જયારે સાઉદી અરેબિયન લોકોના કંઠે પણ બોલીવુડના ડાયલોગ સંભળાય.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com