અનેક લાભદાયી નિર્ણયો લેવાતા દેશની છબી વૈશ્વિક ફલક ઉપર સ્થાપિત થઈ
હાલ વૈશ્વિક ફલક ઉપર ભારત પોતાનું આગવું સ્થાન ઊભું કરી રહ્યું છે જેના ભાગરૂપે વિશ્વના અનેક દેશો ભારત સાથે મૈત્રી કરાર નહીં પરંતુ વ્યાપારિક ભાગીદારી કરવા માટે પણ તૈયાર થયા છે. આ વાતને ધ્યાને લઇ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અનેક વિવિધ મંત્રીઓ વચ્ચે ચર્ચા વિચારણા થઇ હતી જેમાં ભારતની ઉપસ્થિતિ પ્રેરક રહી હતી અને વિશ્વના દેશોએ ભારત આ લેવાયેલા પગલાં અને બિરદાવ્યા હતા.
આ બેઠકમાં અનેકવિધ લાભદાયી નિર્ણયો લેવાતા દેશની છબી હતી તેમાં ખૂબ જ વધારો થયો છે અને વૈશ્વિક ફલક ઉપર ભારતે આગવું સ્થાન પણ પ્રાપ્ત કર્યું છે. આટલો જે લક્ષ્ય છે વસુદેવ કુટુંબકમ તે ખરા અર્થમાં સાર્થક થયો હોવા નું જાણવા પણ મળ્યું છે. પણ બેઠકમાં અનેકવિધ વિકાસ લક્ષી નિર્ણય લેવામાં આવ્યા જેવા કે ખેતી, ફિશિંગ, વેક્સિનેશન ઇત્યાદિ. હજુ પણ આગામી સમયમાં આ પ્રકાશ નામ હતું પણ નિર્ણયો દ્વારા ભારત સાથે વ્યાપારિક સંબંધો છે તેને વધુ ગાઢ બનાવવામાં આવશે અને દેશની અર્થવ્યવસ્થાને એવો ફાયદો પણ પહોંચશે.
ભારતે તેની વિચારશક્તિ અને તેની કાર્યપદ્ધતિ અંગે પણ વિશ્વને માહિતગાર કર્યું હતું અને પોતાના વિચારોનું પણ આદાન પ્રદાન કરતાં જણાવ્યું હતું કે તેમનો મુખ્ય હેતુ જે તે દેશના નાગરિકોને યોગ્ય રીતે અને પુરવઠો મળી રહે તે મુજબનો છે. એટલુંજ નહીં ભારતના આ વિચાર થી વિશ્વના અનેક દેશો પ્રભાવિત થયા હતા અને તેમની વાતને ગંભીરતાથી લીધી હતી. છેલ્લા ઘણા સમયથી વિકાસ ને લઇ ભારતને ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં જે પ્રતિભાવો અને મંતવ્યો રજૂ કરાયા તેનાથી ઘણો ખરો ફાયદો હવે આવનારા સમયમાં ભારતને મળશે.