વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત ને આર્થિક મહાસત્તાકની સાથે સાથે વિશ્વસ્તરે એક સન્માન જનક સ્થાને પહોંચાડી, ભારતની પ્રાચીન ભવ્ય વિરાસતને પુન: પ્રાપ્ત કરવાના અભિયાન એક એક મક્કમ ડગલે સફળતા તરફ આગળ ધપી રહ્યું છે… આર્થિક સધ્ધરતા ની સાથે સાથે બૌદ્ધિક, સાંસ્કૃતિક અને વૈશ્વિક વિરાસતમાં સન્માનજનક દરજ્જા પ્રાપ્ય સ્થિતિમાં ભારતનો અત્યારે ’સુવર્ણકાળ “શરૂ થયો હોય તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય નેતૃત્વથી દેશમાં સ્થિરશાસન અને વેગવાન બનેલા વિકાસમાં આર્થિક સધરતા, મૂડી બજારમાં વિદેશી રોકાણકારો નો વધતો જતો વિશ્વાસ, વેપાર ઉદ્યોગમાં દિવસે દિવસે આયાતનું ભારણ ઘટાડીને વધતી જતી  નિકાસ અર્થતંત્ર ના વિકાસ દરને સ્થિરતા ની સાથે સાથે વૃદ્ધિ સાથે આગળ વધારી રહ્યું છે.

એક જમાનામાં મોટાભાગની વસ્તુઓ માટે પરદેશ પર નિર્ભર રહેલા દેશના રખેવાળો એ  સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે ભારતમાં સરક્ષણ સાધનોનું ઉત્પાદન થશે અને તેની નિકાસ થશે.. આજે દુનિયાના અનેક દેશોમાં ભારતના સંરક્ષણ સાધનોની નિકાસ થાય છે આવનાર દિવસોમાં જળ,ભૂમિ અને હવાઈ ક્ષેત્રના સબમરીનથી લઈ ફાઈટર જેટ મિસાઈલ અને ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે દેશમાં જ બનતી થઈ જશે. ભારતને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદની ભલામણો થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નેતૃત્વ કૌશલ્યથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની એક આગવી ઓળખ ઊભી થઈ છે ભારતની યોગ સંસ્કૃતિને વિશ્વ એ અપનાવ્યું 21 મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થી લઈને બે દેશ વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવાની બૌદ્ધિક તાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂપમાં ભારતે પ્રાપ્ત કરી લીધી છે.

આજે અમેરિકાના પ્રવાસમાં પણ વડાપ્રધાનના નેતૃત્વથી ભારતની વિશ્વમાં એક આગવી છબી ઊભી થઈ છે. દાયકાઓ પહેલા સ્વામી વિવેકાનંદે ભારતની સંસ્કૃતિને વિશ્વ ફલક  પર ગરિમા અપાવી હતી, આજનો યુગ . નરેન્દ્ર થી નરેન્દ્ર….  સુધીના યુગની સાક્ષી બન્યો હોય તેમ નરેન્દ્ર ભાઈ મોદી ના પ્રતિભાવંત નેતૃત્વ કૌશલ્યથી ભારતની શાન દિન પ્રતિદિન વધી રહી છે. વડાપ્રધાનની અમેરિકાની મુલાકાત અને વિશ્વભરમાં ભારત પ્રત્યેના વધતા જતા આદર થી ભારતની શાન ’દિન દો ગુની  રાત ચો ગુની થઈ રહી છે અને ભારત વિશ્વ ગુરુની ગરિમા પૂર્ણ સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે કે દરેક ભારતીયો માટે ગૌરવ ની વાત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.