કોરોનાને નાથવા હવે, દેશની પ્રથમ સ્વદેશી mRNA રસી જેનોવા મેદાને; માનવ પરીક્ષણ માટે DBTની મંજુરી
જેનોવા રસી શરીરમાં રીબોન્યુક્લિક એસીડ દ્વારા કૃત્રિમ પ્રોટીન વિકસાવી કોરોના વિરૂધ્ધ રોગપ્રતિકારક શક્તિ વધારવા સક્ષમ
કોરોના મહામારીને નાથવા ‘સચોટ’ રસી વિકસાવી વિશ્ર્વઆખાની તાતી જરૂરીયાત છે. તમામ દેશોની સરકાર રસી ઉત્પાદન અને તેની વહેચણી પ્રક્રિયાને લઈ ઉંધેકાંધ થઈ છે. કિંમતો, લોજીસ્ટિક, ચેઈન, સંગ્રહ ક્ષમતા અને આઠ અસરને લઈ ઘરેલુ તેમજ વૈશ્ર્વિક બજારમાં રસીની ‘રસ્સાખેંચ’ જામી છે. જેમાં ફાઈઝર, એસ્ટ્રાજેનેકા, કોવેકિસન, કોવીશિલ્ડ, સ્પુટનિક વી. વગેરે જેવી રસીઓ મેદાને ઉતરી છે. પરંતુ સો ટકા વિશ્ર્વસનીયતાના અભાવે આ રસીની રસ્સાખેંચમાં પરિણામો શૂન્ય થયા છે. ત્યારે ભારતની જેનોવા રસીએ આ રેસમાં સાઈડ કાપી છે. જેનોવા રસી કે જે ભારતની પ્રથમ સ્વદેશી ળછગઅરસી છે. છગઅરસી એટલે કે રીબોન્યુકિલક એસિડના આધારે વિકસાવવામાં આવેલી રસી વિજ્ઞાનજગતમાં આ પ્રકારની રસીને સૌથી વધુ વિશ્ર્વસનીયતા વાળી અને ‘સચોટ’ પરિણામ દેનારી ગણવામાં આવે છે. જેને ભારતે આત્મનિર્ભર અભિયાન હેઠળ ઘર આંગણે વિકસાવી મેદાને ઉતારી છે. તાજેતરમાં આ જેનોવા રસીને બાયોટેકનોલોજી વિભાગે પ્રથમ બે તબકકાના માનવ પરીક્ષણ માટે મંજૂરી પ્રદાન કરી દીધી છે.
શરીરમાં છગઅ દ્વારા ‘કૃત્રિમ પ્રોટીન’ વિકસાવી રોગ પ્રતિકારક શકિત વધારે છે
કોઈપણ રોગના નિયંત્રણ અને અટકાવવા માટે વિકસાવાયેલી આરએનએ બેઝડ રસી શરીરમાં એસીડ દ્વારા ‘કૃત્રિમ પ્રોટીન’ વિકસાવે છે. જે માનવીય કોષોને વધુ મજબુત કરી રોગપ્રતિકારક શકિતમાં વધારો કરે છે. આ પ્રક્રિયા કોઈપણ વાયરસને નાથવા અત્યંત ઉપયોગી નીવડે છે
mRNA રસી સૌથી વધુ સૂરક્ષીત
વૈજ્ઞાનિકોના મતાનુસાર, mRNA આધારિત રસી કોરોના મહામારી સામે લડવા માટે એક મોટો અને સકારાત્મક વિકલ્પ છે. કારણ કે આ રસી સૌથી વધુ સુરક્ષા પ્રદાન તો કરે જ છે. પણ સાથે તેને ઝડપથી વિકસાવી શકાય છે. અને ખૂબ સારા પરિણામ આપવા સક્ષમ છે. આ રસી સંપૂર્ણ પણે કૃત્રિમરૂપમાં જ વિકસાવાય છે. કોઈ હોસ્ટ જેવા બેકટેરિયા કે અન્ય જીવાણુંની આ માટે જરૂરિયાત રહેતી નથી. બીજ આ રસીનો ફાયદોપણ એ છે કે આ રસીનો ઉત્પાદન ખર્ચ પણ ઓછો છે. જેનોવા કંપની દ્વારા અમેરિકામાં સીપ્લમાં એચડીટી બાયોટેક કોર્પોરેશનની સાથે મળી સંયુકત રીતે આ રસી વિકસાવાઈ છે.
લાખ ચીવટ રાખશું તો પણ એક કેન્દ્ર પર દિવસના ૧૦૦ લોકોને જ રસી આપી શકાશ
કોરોનાકાળમાં કોવિડ ૧૯ની રસીના આગમનના બુંગીયા ટીપાઈ રહ્યા છે. ત્યારે ઘર ઘર અને જન જન સુધી રસી પહોચાડવી નાનીમાના ખેલ નહિ હોય એક રસી કેન્દ્ર પરથી રોજના ૧૦૦ લોકોને જ રસી આપી શકાશે. સામાન્ય રીતે રસીકરણની ઝુબેશમાં એક જ દિવસમાં સેંકડો લોકોને રસી આપી શકાય છે. પરંતુ કોરોનાની રસીમાં આવું નહિ થાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી દવાખાના અને કોમ્યુનિટી હોલમાં ઉભા કરાનાર પ્રત્યેક રસીકરણ કેન્દ્રમાં દરરોજના વધુમાં વધુ ૧૦૦ લોકોને જ રસી આપી શકાશે. રસીકરણ બાદની સંભવિત પ્રતિકુળ અસરો માટેની સાવચેતી રાખવામાં આવશે અને રસી અપાયા બાદ ૩૦ મીનીટ સુધી રસી લેનારને ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે. શુક્રવારે સરકારે જાહેર કરેલા રસી કેન્દ્ર અંગેના દિશા નિર્દેશોમાં કેન્દ્ર પર એક રક્ષક, પાંચ રસીકરણ અધિકારી અને ત્રણ ઓરડાઓમાં એક એક પ્રતિક્ષા, રસીકરણ અને ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવશે. દરેક વ્યકિતને ૩૦ મીનીટ ઓર્બ્ઝવેશનમાં રાખશે અને સાઈડ ઈફેકટ આવે તો સરકારમાન્ય હોસ્પિટલોમાં રિફર કરવામાં આવશે. રસીકરણ અધિકારી ડોકટરે જણાવ્યું હતુ કે રસીકરણ ખંડમાં એક જ વ્યકિતને પ્રવેશ અપાશે બીજા રાહ જોશે સોશિયલ ડિસ્ટન્સના કારણે કલાકમા માત્ર ૧૩ થી ૧૪ લોકોને જ રસી આપી શકાશે પરિવહનની પ્રતિકુળતાને કારણે એક દિવસમાં ૧૦૦થી વધુ લોકોને રસી આપી નહિ શકાય દરેક કેન્દ્રના પાંચ અધિકારીઓ માટે લિસ્ટમાં લાભાથર્ક્ષઓના નામની ચકાસણી ક્રોસચેકીંગ કોરોનાના લક્ષણની ચકાસણી આઈ.ડી. પ્રુફ ચેકીંગ અને કોવીડ એપ્લીકેશન થકી લાભાર્થીની ગોપનિયતા કરાશે. પુરૂષ અને ફરજ પર હોય ત્યારે મહિલા માટે ખાસ વ્યવસ્થા સલામત રીતે ઈન્જેકશન આપવાથી લઈને સાફ સુફી અને મેડિકલ વેસ્ટના નિકાલથી લઈ સુરક્ષા સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
આમ એક કેન્દ્ર પર દિવસમાં વધુને વધુ ૧૦૦ લોકોને જ કોવિડની રસી આપી શકાશે. આમ રસી આવી ગયા બાદ પણ દેશના પ્રત્યેક નાગરીકને રસીકરણથી સુરક્ષીત કરવા માટે આયોજનબધ્ધ રીતે ધીરજથી પ્રતિક્ષા કરવી પડશે. રસી આવી ગયા પછી દરેકને સુરક્ષીત કરવા માટે અલ્લાઉદીનના ચિરાગની વ્યવસ્થાને બદલે ધીરજપૂર્વક કામ કરવું પડશે.
ભારતની વિશાળ જનસંખ્યાને કોરોનારસીથી સુરક્ષીત કરવા માટે હજુ લાંબો સમય કવાયત કરવી પડશે.