કોરોનાથી પહેલા છ માસમાં અર્થતંત્રને માઠી અસર
ચાલુ નાણાંકીય વર્ષ એટલે કે ૨૦૨૦-૨૧માં કોરોનાના કારણે ભારતનો જીડીપી ૪.૫ ટકા સુધી ઘટી શકે છે. તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે જણાવ્યું છે.
આઈએમએફનું કહેવું છે કે કોરોનાના કારણે અર્થ વ્યવસ્થા પર ધારણા કરતા વધારે માઠી અસર થઈ છે. આઈએમએફએ વર્ષ ૨૦૨૦માં ગ્લોબલ વિકાસ દરમાં ૪.૯ ટકાના ઘટાડાની શકયતા વ્યકત કરી છે. આગામી નાણાંકીય વર્ષમાં વૈશ્ર્વિક અર્થ વ્યવસ્થાં ૫.૪ ટકાનો વધારો થઈ શકે છે. અગાઉ અંદાજેલા અનુમાનની સરખામણીએ ૦.૪ ટકા વધુ છે.
આઈએમએફએ બુધવારે જાહેર કરેલા વર્લ્ડ આઉટલૂક અપડેટ જૂન ૨૦૨૦માં જણાવ્યું છે કે લાંબા સમય સુધી લોકડાઉન તથા એપ્રીલમાં ધારણા કરતા ધીમો સુધારો થવાના કારણે ભારતીય અર્થ વ્યવસ્થામાં ૪.૫ ટકાનો ઘટાડો થઈ શકે છે.
ભારતીય અર્થ વ્યવસ્થામાં ૨૦૨૦માં ૪.૫ ટકાનો ઘટાડો થશે જે ઐતિહાસીક ઘટાડો હશે.
આઈએમએફનું કહેવું છે કે કોરોના વાયરસનો રોગચાળો તથા તેને રોકવા માટેના ઉપયોગને લીધે મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓ ઠપ્પ રહેવાના કારણે આટલો મોટો ઘટાડો થવાનું અનુમાન છે.
આગામી વર્ષે ફરી છ ટકા વિકાસ દર થશે
ભારત ૨૦૨૧-૨૨માં ફરી તેજીના માર્ગે દોડવા લાગશે તેમ જણાવી આઈએમએફએ ઉમેર્યું કે આગામી વર્ષમાં ૬ ટકા જેટલી મજબૂત આર્થિક વૃધ્ધિ જોવા મળી શકે છે. જોકે અગાઉના આ અનુમાનમાં ઘટાડો કર્યો છે.
આઈએમએફએ અગાઉ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતીય અર્થ વ્યવસ્થામાં ૭.૪ ટકાની વૃધ્ધિનો અંદાજ કાઢ્યો હતો. આમ આઈએસએફએ પહેલા જાહેર કર્યું કે ૨૦૨૧-૨૨ના વર્ષમાં ભારતીય અર્થ વ્યવસ્થામાં ૭.૪ ટકાની વૃધ્ધિ થશે. આમ આઈએમએફએ પહેલા જાહેર કરેલા અનુમાનમાં ૨૦૨૦-૨૧માં ભારતીય અર્થ વ્યવસ્થામાં ૧.૪ ટકાનો વધારો કર્યો છે.