આઉટડોરના સ્થાને ઇન્ડોર ગેમ્સના વધતા ચલણો તરૂણોને નિષ્ક્રીય બનાવ્યા
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરવામાં આવેલ એક સર્વેમાં ભારતની ટીનએજર પેઢીના ૭૪ ટકા તરુણો શારિરીક રીતે નિષ્કીય રહેતા હોવાનું જણાવાયું છે.
વિશ્ર્વના દરેક ૧૦ ટીનએજરમાંથી ૮ જેટલા બાળકો હોવા જોઇએ તેવા શારીરિક સક્રિય નથી રહેતા વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા આ બાળકોને સક્રિય કરવાની દિશામાં પ્રયત્નશીલ છે. ભારતની જ વાત કરીએ તો ૭૩.૯ ટકા ટીનએજર બાળકો શારિરીક રીતે નિષ્કીય જોવા મળ્યા છે. લેન્સેડ ચાઇલ્ડ એન્ડ એડોલ્ડ સેન્ટ હેલ્થ મેડીકલ જનરલમાં શુક્રવારે આ સંશોધન લેબ પ્રસિઘ્ધ થતાં ખળભળાટ મચી ગયો છે.
મુંબઇની લીલાવતી હોસ્પિટલના ડો. શશાંક જોષીએ જણાવ્યું હતું કે આ ગંભીર બાબત હવે આપણે બાળકોને રમતના મેદાનોમાં છુટા મુકવા પડશે. અત્યારના તરુણો, મોબાઇલ અને સક્રિન ગેમમાં પરોવાઇ ગયેલ છે. તેમને રમતના મેદાનમાં ઉતારવા પડશે. પ્રથમવાર વૈશ્ર્વિક સર્વેમાં તરુણવયની પેઢીની અપુરતી સક્રિયતાનો મુદ્દો ચર્ચાયો છે. જો કે ભારતના છોકરાઓ ક્રિકેટ જેવી રમતથી સક્રિયતામાં આગળ પડતાં છે. સ્થાનીક ધોરણે વ્યવસ્થાના અભાવ અને સામાજીક બંધનના કારણે તરુણ દિકરીઓને બંધનમાં રહેવું પડતું હોવાથી ભારતને તરુણ પેઢી નિષ્કીય દેખાય છે.
વિશ્ર્વમાં અત્યારે આર્ટેફિશયલ ઇન્ટેલીજીયન્સ અને બાળકોની ઇન્ડોર રમતો તરફના ઝુકાવના કારણે ભાવી પેઢીની સક્રિય પ્રવૃતિમાં ભારત ઘણું પાછળ ચાલી રહ્યું છે. ૧૦૦ માંથી ૮૦ બાળકો આળસ અને ઘરમાં જ બાળપણ વિતાવી રહ્યા છે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં એવું સ્પષ્ટ બતાવાય રહ્યું છે. કે ભારત સહીત વિશ્ર્વના દેશમાં તરુણ બાળકોને જ રીતે બાળપણમાં સક્રિય રહેવું જોઇએ. તેમ રહેતા નથી. ભારતમાં જ તરુણ પેઢીમાં ૮૫ ટકા છોકરી અને ૭૮ ટકા છોકરાઓને નિષ્ક્રીય ગણાવાય છે. આ બાળકો દિવસમાં એક કલાક પણ ખેલકુદ અને રમત ગમતમાં ભાગ નથી લેતા પંદર વર્ષના તરુણ સમય ગાળામાં શારીરિક પ્રવૃતિઓ દિવસે દિવસે ધટતી જાય છે.
ખાસ કરીને તરુણ છોકરાઓમાં નિષ્કીયતાનું પ્રમાણ વધી રહ્યું છે. ર૦૦૧ થી ૨૦૧૬ સુધી નિષ્કીયતા ના દર વધીને ૭૬ થી ૮૦ ટકા પહોંચી ગયો છે. છોકરીઓમાં કાંઇ ન કરવાની ટકાવારી ૮૫ ટકા પર અટકી ગઇ છે. જો કે તરુણ છોકરાઓની ટકાવારીમાં ભારતે સુધારો નોંધાવ્યો છે. ૨૦૦૧ માં આળસનો આ આંક૭૬.૬ થી ધટીને ૭૧ ટકા નીચે આવ્યો છે.
નિષ્ણાંતોનું માનવું છે કે ભારતમાં આ સ્થિતિ સુધરે તેમ છે પરંતુ તેના માટે મહેનત કરવાની જરુર છે. દેશમાં મોટાપાયે ગ્રામ્ય અને શહેરના સામાજીક વિભાજન આ માટે મહત્વનું કારણ બન્યું છે. ડો. જોષીએ જણાવ્યું હતું કે ભારતમાં એવા ઘણાંય ગરીબ અને ગ્રામ વિસ્તારોમાં વિઘાર્થીઓને ઘણા કીમી દુર શાળામાં જવા માટે ચાલવું પડે છે. તેમનો ટાઇમ અપ-ડાઉનમાં જ વિતે છે. આપણે ૭૩.૯ ટકા ટીનેજરોના શારીરિક નિષ્કીયતામાંથી બહાર લાવવા કંઇ નથી કરી શકતો.