ભારતમાં ઈલેકટ્રીક તેમજ હાઈબ્રીડ પ્લગઈન વાહનોનું વેચાણ મંદુ: હોન્ડા
વાહનોથી થતા પ્રદુષણથી કેટલાક રોગ તેમજ બિમારીઓ ફેલાય છે. સરકાર પ્રદુષણના નિયંત્રણ માટે અનેક રાજયોમાં પ્લાસ્ટીક પરનાં પ્રતિબંધ તો કરાવ્યા પરંતુ પર્યાવરણને અનુરૂપ વાહનોની નીતિ ઘડવામાં ભારત જોજનોદૂર છે. જાપાનના ઓટો મેજર હોન્ડા પ્રમાણે ભારતમાં ઈકો ફેન્ડલી વાહનોની નીતિ ઘડવી પડકારજનક છે. કંપનીએ જાહેર કર્યું હતુ કે ૨૦૩૦ સુધીમાં તેઓ પોતાનું બે તૃતિયાંશ ભાગનું ઉત્પાદન હાયબ્રિડ, ઈલેકટ્રીક અથવા ફયુલ સેલ વાહનોનું કરશે હોન્ડા મોટર કંપનીએ હોન્ડા એકોર્ડ હાઈબ્રીડનું ભારતમાં વેચાણ કર્યું ત્યારે જીએસટીને કારણે કિંમતો વધતા મોડલના વેચાણમાં મુશ્કેલીઓ આવી હતી. હોન્ડા કાર્સ લીમીટેડના ડિરેકટર રાજેશ ગોઈલે જણાવ્યું હતુ કે, તમામ વસ્તુઓનું વેચાણ રોકાણ પર આધારિત હોય છે. જયાં સુધી ભારતમાં પોલીસીનું ઘડતર નહી થાય ત્યાં સુધી અમે નિર્ણયો લઈ શકીએ નહી બાકી અમારા માટે ટેકનોલોજીના માધ્યમથી હાઈબ્રીડ કે ઈલેકટ્રીક વાહનો બનાવવા મુશ્કેલી નથી કારણ કે અન્ય દેશો માટે આ પ્રકારનાં વાહનો અમે બનાવીએ છીએ. પરંતુ તેના માટેની ભારતની તૈયારી પણ જરૂરી છે. ગતવર્ષે સરકારે પબ્લીક ટ્રાન્સપોર્ટ માટે ૧૦૦ ટકા વાહનો તેમજ ૪૦ ટકા ખાનગી વાહનો ૨૦૩૦ સુધીમાં ઘડવાનો નિર્ણય લીધો છે. પરંતુ જીએસટી હેઠળ ઈલેકટ્રીક વાહનોના કરની રકમ વધતા ગાડીઆનું વેચાણ ઓછુ થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com