સેનેટાઈઝ ન કરી શકાતી તેમજ બહારથી આવતી દરેક વસ્તુઓને ડિસઈન્ફેકશન કરવા આ ‘ડયુલ ડોર’ ઉપકરણ સહાયક નીવડશે
રાજકોટના જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ સેન્ટરની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. ભારતનું પ્રથમ સોપાન સ્ટરીલાઈઝર મશીન. આ મશીન દ્વારા બહારથી આવતી દરેક વસ્તુઓ કે જે સેનેટાઈઝ નથી કરી શકાય તેમ તે દરેક વસ્તુઓને આ ડયુલ ડોર ઉપકરણ ડિસઈન્ફેકશન કરવા સહાયક નીવડશે. તેથી રાજકોટમાં તૈયાર કરાયેલું આ મશીન જાણે કોરોના સંકટમાં ‘ડૂબતે કો તિનકે કા સહારા’ સમાન છે.
કોરોનાની મહામારીને અનુલક્ષીને આપણે સેફટી નો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. રાજકોટ ખાતે જીટીયુ ઇનોવેશન કાઉન્સિલના સ્ટાર્ટઅપ જીપ્લેશ ખીચી, જય સાંગાણી, નિકુંજ વાડોલીયા એક એવું ઉપકરણ બનાવ્યું છે જે લોકોને આ મહામારીમાં સુરક્ષિત રહેવા માટે થોડી મદદ કરી શકે છે. આ એક સ્ટરીલાઈઝર મશીન બનાવ્યું છે જ્યાં આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ને વાયરસ, બેક્ટરિયા ફ્રી કરી શકે. આ એક એવી ટેકનોલોજી છે જેમાં ના તો સેનેટાઈઝર લિક્વિડ કે ના તો કોઈ ગરમ હવા જેવી ટેક્નિક નો યુઝ થાય છે. આ એક યુવી ટેકનોલોજી તે બનેલી છે જે કોન્ટેક્ટ લેસ રીતે સેનેટાઇઝ કરે છે. જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ રાજકોટ સેન્ટરની મદદથી ભારતનું પહેલું એવું સ્ટરીલાઈઝર ઉપકરણ બનાવ્યું છે જે બધા માટે ઉપયોગી અને બંને તરફથી ચલાવી શકાય એવી ડિઝાઇનમાં તૈયાર કરેલું છે.
જો વાત કરીએ આપણે ઘરે બહારથી આવતી વસ્તુઓ જેમકે ગ્રોસરી, શાકભાજી, ફળો,ખાદ્ય પદાર્થ ને લગતા પેકેજીંગ કે જે ના પર બહાર થી ઘણા લોકોના હાથ લાગતાં હોય છે અને સેનેટાઈઝ નથી કરી શકતા તે બધી વસ્તુઓનો ડિસઈન્વેકશન આ માધ્યમથી કરી શકાય છે. ઓફિસ માટે વાત કરીએ તો બહારથી આવતી ફાઈલ, ડોક્યુમેન્ટ, કુરિયર, કેસ, મોબાઇલ ફોન, વગેરેને ડિસઈન્વેકશન કરવા આ ઉપકરણનો ઉપયોગ કરી શકાય છે. કરીયાણા વાળા કે પછી મેડિકલ શોપ એ બધા માટે આ ઉપકરણ ફાયદાકારક નીવડે તેવું છે કેમકે આ ઉપકરણ ગ્રાહક અને દુકાનદાર વચ્ચે એક બોડીગાર્ડ નું કામ કરે છે જેમાં દુકાનદાર બધી વસ્તુઓ ને સેનેટાઈઝ કરીને વસ્તુઓ ને ગ્રાહક સુધી પહોંચાડે છે અને ગ્રાહક ચૂકવણીની રકમને આ ઉપકરણ ના માધ્યમથી દુકાનદાર પાસે પહોંચાડે છે આ ઉપકરણ ઇન્ડસ્ટ્રીયલ ઓફિસ, કોર્પોરેટ ઑફિસ, ટુડન્ટ નોલેજ સેન્ટર, ગવર્મેન્ટ પબ્લિક સર્વિસ બિલ્ડીંગ, સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ, કેફે, શોપિંગ મોલ, એવી કોઈ પણ જગ્યા જ્યાં માણસો નું ઈન્ટરેકશન થાય છે ત્યાં આ ઉપકરણ નો ઉપયોગ થઈ શકે છે.
આ ઉપકરણનો ઉપયોગ કરવા, પહેલા એમાં જે વસ્તુ ઓ ને સેનેટાઈઝ કરવી છે તેને મૂકો દરવાજો બંધ કરી ટાઇમ સેટ કરો. આમાં સમય વધારવાની ઘટાડવાની સુવિધા પણ અપાય છે. અને ઓકે બટન દબાવો અને સેનેટાઇઝ થવાની પ્રોસેસ ચાલુ થઇ જશે. સેનેટાઇઝેશન પૂરું થતા ઉપકરણમાંથી એલાર્મ વાગશે. અને ઉપકરણની લાઈટ ઓટોમેટિક બંધ થઈ જશે. હવે સેનેટાઇઝ થયેલી વસ્તુઓને તમે લઇ શકો છો. આ ઉપકરણને લેબોરેટરી દ્વારા પ્રમાણિત પણ કરવામાં આવ્યું છે.