‘પંડીતા’ રમાબાઈની યાદમાં ૧૯૮૯માં પોસ્ટ ટિકીટ રજૂ કરાઈ હતી
ભારતમાં અનેક મહિલાઓએ પોતાના સમયમાં વિવિધ સેવાકીય કાર્યો વડે ખૂબ નામના મેળવી જેને આજે પણ લોકોયાદ કરે છે. અને લોકચાહના મેળવનાર આવા ઉચ્ચકોટિની મહિલાઓને ઉપનામો આપ્યા છે. જેનાથી તેઓ ઓળખાય છે. જેમકે ‘મધર ટેરેસાને તેમના સર્વ શ્રેષ્ઠ સેવાકીય કાર્યો થકી ‘લેડી વીથ ધ લેમ્પ’ ઉપનામ મળ્યું કારણ કે તેઓએ રાત્રીનાં સમયે હાથમાં લેમ્પ રાખીને દર્દીઓની સેવા કરી હતી તેવીજ રીતે અન્ય એક મહિલા રમાબાઈ રાનડે કે જેઓ ભારતની એકમાત્ર એવી મહિલા છે. જેને ‘પંડિતા’ અને સરસ્વતીની પદવી પ્રાપ્ત થઈ હતી.
લેખિકા, શિક્ષાવિદ સમાજ સુધારક અને નારીવાહી વિચાર ધારક પંડિતા રમાબાઈ પોતાનામાં એક સંસ્થા હતા બિનજરૂરી ફાલતુ એવી પરંપરાઓ તોડનારી રમાબાઈએ એક સમયે સ્વામી વિવેકાનંદ સાથે ટકકર ઝીલી હતી.
કવિયિત્રી રમાબાઈએ ‘જીવન જયારે ઈસાને સમર્પિત છે, ડરવા જેવું કંઈ નથી, ગુમાવવા જેવું કંઈ નથી’ આ કવિતાની રચના કરી હતી. ૧૯મી સદીની આ ભારતીય મહિલાએ નારીઓને સતિ થવાની પ્રથા, વિધવા જીવનનો, આંતરજ્ઞાતીય લગ્ન પર પ્રતિબંધ તથા બાલિકા શિક્ષણનો વિરોધ વગેરે જેવા સામાજિક દૂષણો હતા, તો બીજી બાજુ મહામારીનો ખતરો લગાતાર રહેતો હતો એ સમયયે આ દરેક ઘટનાઓ એક મહિલાના જીવનમાં ઘટી અને તે ખુદ મિસાલ બનવા લાગી.યાદગાર શ્રેષ્ઠીઓનાં લિસ્ટમાં પંડિતા રમાબાઈનું નામ યાદગાર તો છે, પરંતુ લગભગ તેનું નામ વિસરાય ગયું છે. એક એવા મહિલા કે જે સમાજ અને વ્યવસ્થાની તમામ દિવાલોને તોડીને આગળ વધી અને દુનિયાભરમાં પોતાના નામનો ઝંડો લહેરાવ્યો તેઓ પહેલી હિન્દુ મહિલા હતા જેણે ઈસાઈ પ્રેમનું ઉદાહરણ આપ્યું અને ઈસાઈ ધર્મ અંગીકાર કર્યો હતો.જયારે બ્રિટિશોએ કબ્જો કર્યો નહતો તેની પહેલા પૂનાના રાજઘરાનાની એક મહિલાને સંસ્કૃતનું જ્ઞાન આપનાર એક બ્રાહ્મણ અનંત શાસ્ત્રી ડોંગેએ ૪૪ વર્ષની ઉંમરમાં નવવર્ષની લક્ષ્મીબાઈ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્નને તેમણે ઉદાહરણ બનાવીને લક્ષ્મીબાઈને સંસ્કૃતનું શિક્ષણ આપ્યું. તેમનો દાવો હતો કે શાસ્ત્રોમાં આવો કયાંય ઉલ્લેખનીય કે છોકરીઓને શિક્ષણ ન આપવું.લગાતાર યાત્રાઓ ભકિત અને શિક્ષણ આપવાની સાથે પોતાનું જીવન વિતાવ્યું પરંતુ લક્ષ્મીબાઈને શિક્ષણ આપવું એ આગળ જઈને રંગ લાવવાનું હતુ વર્ષ ૧૮૫૮માં જન્મેલી રમાબાઈએ સંસ્કૃતનું શરૂઆતી શિક્ષણ પોતાની માતા પાસેથી જ મેળવ્યું હતુ વધારે ભણવાની જયારે તક મળી ત્યારે જ ૧૬ વર્ષની ઉંમરે ઝાડા ઉલ્ટીની ફેલાયેલી મહામારી અને તેના કારણે થયેલ ભુખમરાની હાલતમાં રમાબાઈના માતા પિતા અને બહેનનું દેહાંત થઈ ગયું.અનાથ રમાબાઈ પાસે પોતાના શિક્ષણની ક્ષમતા હતી, જેને લઈને તેમણે સંસ્કૃતિમાં વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું તેની કીર્તિ ફેલાવા લાગી અને ૨૦ વર્ષની ઉંમરમાં કોલકાતાના વિદ્વાનો પાસેથી શાસ્ત્રાર્થ કર્યું પરિણામ એ આવ્યું કે વિદ્વાનોએ પહેલીવાર એક મહિલાને ‘પંડિતા’નું બિરૂદ આપ્યું અને ત્યારબાદ તેઓને સરસ્વતીની પદવી પણ આપવામાં આવી.દેશભરમાં રમાબાઈ પોતાના વ્યાખ્યાનો દ્વારા ચર્ચિત બની ગયા હતા અને એ સમય પણ દૂર ન હતો, જયારે તેની કીર્તિ વિદેશોમાં પણ થવાની હતી. મહિલાઓની મૂકિત માટે એક વ્યાખ્યાન સમયે શાસ્ત્રોમાં વર્ણિત વાતોથી ચકિત થયેલા રમાબાઈએ પોતાના ભાઈને પણ ૧૮૮૦ના મહામારીમાં ગુમાવ્યો હતો. આજ વર્ષે તેમણે હિન્દુ પરંપરાઓથી અલગ ગૈર બ્રાહ્મણ પુરૂષ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બે વર્ષ બાદ જ એક નાનકડી બાળખીને તેના ખોળામાં મૂકીને તેના પતિ પણ મહામારીના શિકાર બન્યા.
વિધવા થવા છતા પારંપરીક પ્રથા મુજબ નારી જીવન વિતાવવાનો વિરોધ કરનાર રમાબાઈએ પોતાની મૂકિતની યાત્રા ખૂદ પાર કરવાનું બીડુ ઝડપ્યું હતુ અને ત્યારબાદ તેઓ પુના પરત ફર્યા હતા. અને સશકિતકરણ માટે અકે સંસ્થા ખોલવાની શરૂઆત કરી અને અહીંથી મૂકિતના તેના એક અંગત મિશન અને એક સામાજિક મિશન બંનેની સંયુકત શરૂઅત એક સાથે કરવામં આવી હતી.
રમાબાઈ ભારતીય મહિલાઓની પ્રબળ સમર્થક
રમાબાઈ કે જેઓએ સમયમાં કે જયારે મહિલાઓને પૂરતી આઝાદી ન હતી તેવા સમયમાં આગળ આવીને મહિલાઓનાં સમર્થનમાં કાર્ય કર્યું તેઓ એક કવયિત્રી, અને ભારતીય મહિલાઓનાં ઉત્થાનની પ્રબળ સમર્થક હતા. બ્રાહ્મણ હોવા છતાં તેમણે એક ગૈર બ્રાહ્મણ સાથે લગ્ન કર્યા હતા. અને મહિલાઓનાં ઉત્થાન માટે તેમણે માત્ર ભારત જ નહી બલ્કે ઈગ્લેન્ડની પણ યાત્રા કરી હતી અને ૧૮૮૧માં તેમણે આર્ય મહિલાસભાની સ્થાપના કરી હતી અને મહિલાઓનાં ઉત્થાન માટે અનેકવિધ કાર્યો કર્યા હતા. અને જેથી તેઓને પંડિતાની પદવી આપવામાં આવી હતી.