- ઇંગ્લેન્ડ તરફથી માર્ક વુડને 4 વિકેટ, રેહાન એહમદને 2 વિકેટ જ્યારે એન્ડરસન, હર્ટલી અને રૂટને 1-1 વિકેટ મળી હતી
- ઇંગ્લેન્ડના ઓપનારો ક્રિઝ પર , 2 ઓવરમાં અંતે વિના વિકેટે 11 રન નોંધાવ્યા
રાજકોટ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરીઝનો ત્રીજો મેચ હાલ રમાઈ રહ્યો છે જેમાં પ્રથમ દિવસે ભારતે તો સ્થિતિ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પહેલા દિવસના અંતે ભારતે પાંચ વિકેટ એ 326 રન નોંધાવ્યા હતા. આજે બીજા દિવસની શરૂઆતમાં રવિન્દ્ર જાડેજા ને કુલદીપ યાદવ ખૂબ સસ્તામાં આઉટ થઈ જાય તેમને ઝટકો લાગ્યો હતો અને લંચ બ્રેક પૂર્ણ થયા બાદ ભારત હાલ તેની પ્રથમ ઈનિંગમાં 445 રન નોંધાવી શકી છે. પ્રથમ ઈનિંગના અંતે ઇંગ્લેન્ડ તરફથી માર્ક વુડે સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી તો બીજી તરફ રેહાન એહમદને 2 વિકેટ જ્યારે એન્ડરસન, હર્ટલી અને રૂટને 1-1 વિકેટ મળી હતી.
બીજા દિવસે ભારતની ટપો ટપ પાંચ વિકેટ પડી જતા જે લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો તેમાં ઘટાડો થયો હતો. ની 10 ની વિકેટ જસપ્રિત બુમરાના રૂપમાં પડી હતી અને તે માર્ક વુડ માં એલ બી ડબલ્યુ નો શિકાર થયો હતો અમ્પાયર દ્વારા આઉટ અપાતા જ રોહિત શર્મા જાણે ગુસ્સે થયો હોય તેઓ પ્રતિભાવ આપ્યો હતો. હવે ખરા અર્થમાં ભારતીય બોલરો ની કસોટી થશે. રાજકોટની વિકેટ હર હંમેશ બેટિંગ પેરેડાઇઝ વિકેટ તરીકે જ ઓળખવામાં આવે છે ત્યારે ઇંગ્લેન્ડ હાલ જે રીતે બેઝબોલ ક્રિકેટ રમી રહી છે ત્યારે તેને શું તે અટકાવી શકશે કે કેમ તે આવનારો સમય જ જણાવશે.
રાજકોટ ટેસ્ટના બીજા દિવસે લંચ બ્રેક સુધી ભારતે 113 ઓવરમાં 7 વિકેટે 388 રન બનાવ્યા હતા. આ સ્થિતિમાં ધ્રુવ જુરેલ અને રવિચંદ્રન અશ્વિને ટીમને સંભાળી હતી. જેમાં ધ્રુવે 46 રન અને અશ્વિને 37 રનનુ યોગદાન આપ્યું હતું . એટલુજ નહિ બંને વચ્ચે 75 રનની ભાગીદારી પણ નોંધાઈ હતી. ભારતીય ટીમ સારી સ્થિતિમાં છે. બીજા દિવસની રમત શરૂ થયા બાદ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા એક પછી એક ઝડપી આઉટ થયા હતા. આ પછી નવોદિત ધ્રુવ જુરેલ અને રવિચંદ્રન અશ્વિને દાવ સંભાળ્યો હતો.
ભારતને 5 રનની પેન્લટી મળતા ઈંગ્લેન્ડ તેનો પ્રથમ દાવ 5 વિકેટે 0 રનથી શરૂ કાર્યો
રાજકોટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે તેનો પ્રથમ દાવ 5 વિકેટે 0 રનથી શરૂ કાર્યો હતો. જ્યારે ભારતને બીજા દિવસના પ્રથમ સત્ર દરમિયાન બેટિંગ કરતી વખતે આર અશ્વિનને પીચના સલામત વિસ્તારમાં દોડવા માટે પાંચ રનની પેનલ્ટી આપવામાં આવી હતી. ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે રવિન્દ્ર જાડેજાને સંરક્ષિત વિસ્તારમાં દોડવા માટે સાવધાન કરવામાં આવ્યું ત્યારે ભારતને તેમની પ્રથમ અને છેલ્લી ચેતવણી મળી ચૂકી હતી. કાયદો સંરક્ષિત વિસ્તારને પોપિંગ ક્રિઝની સમાંતર દરેક છેડે કાલ્પનિક રેખાઓથી બંધાયેલ લંબચોરસની અંદર આવેલું છે અને દરેકની સામે 5 ફૂટ/1.52 મીટર અને બાજુઓ પર કાલ્પનિક રેખાઓ છે. બે મિડલ સ્ટમ્પના કેન્દ્રોને જોડતી કાલ્પનિક રેખાની, પ્રત્યેક તેની સમાંતર અને તેનાથી 1 ફૂટ/30.48 સે.મી. ભારતની પ્રથમ ઇનિંગ્સની 102મી ઓવર દરમિયાન ઇંગ્લેન્ડને પેનલ્ટી રન આપવામાં આવ્યા હતા, જ્યારે અશ્વિને બોલને કવર તરફ ધકેલ્યો હતો અને દોડ્યો હતો. ધ્રુવ જુરેલ દ્વારા પાછા મોકલવામાં આવે તે પહેલાં પીચની નીચે. પેનલ્ટી રનનો સંકેત આપતા પહેલા, અમ્પાયર જોએલ વિલ્સને અશ્વિન સાથે વાત કરી, જે દંડ ફટકારવાથી નારાજ હતો.