દેશની આઝાહીના ૭૫ વર્ષ પુરા થવા નિમિત્તે ૨૦૨૨માં અવકાશયાત્રીઓ સાથેનું અવકાશ યાન મોકલાશે
શારીરિક તેમજ માનસીક સજ્જ પાયલટની પસંદગી કરવામાં આવશે: અવકાશમાં ૭૦ હજાર ફૂટ ઉંચે યાન મોકલવામાં આવશે
દેશની સ્વતંત્રતાના ૭૫ વર્ષ ૨૦૨૨માં પૂર્ણ થવાના છે ત્યારે અવકાશ ક્ષેત્રની સંસ્થા ઈસરો દ્વારા ભારતનું સૌપ્રથમ માનવ સહિત આકાશ મિશન લોન્ચ કરવામાં આવનાર છે. ત્યારે ત્રણ અવકાશ યાત્રીઓ આ ગગનયાનમાં મુસાફરી કરી શકશે.
અવકાશમાં સાત દિવસ રહ્યાં બાદ તેમની કેપ્શયુલ વેરાવળ નજીકના અરબી સમુદ્રમાં ઉતરે તેવી શકયતાઓ છે. ઈસરોએ ચંદ્ર યાન મોકલ્યું હતું. હવે ત્યાં રોવર મોકલવાની તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. ૧૫મી ઓગષ્ટ આસપાસ માનવ સાથેનું ગગયાન અવકાશમાં મોકલવામાં આવે તેવી શકયતાઓ છે. પૃથ્વી ઉપર જયારે અવકાશયાત્રીઓ પરત ફરે ત્યારે સૌરાષ્ટ્રના વેરાવળ નજીકનો અરબી સમુદ્ર હોય તેમ ત્યાં લેન્ડીંગ કરવાનો ઈસરોના ડેપ્યુટી ડાયરેકટરે વાઈબ્રન્ટ સમીટ દ્વારા જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું કે, તેઓ ૨ થી ૩ બીજી સાઈટ પણ નકકી કરી રહ્યાં છે જેમાં ગોવા અને બંગાળની ખાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. અવકાશયાત્રી તરીકે એરફોર્સના પાયલોટમાંથી પસંદગી કરવામાં આવશે કારણ કે તેઓ સામાન્ય રીતે ૫૦ થી ૬૦ ફૂટ સુધી વિમાન ઉડાવતા હોય છે પરંતુ આકાશમાં જવું પડકારજનક બની શકે છે.ગગન યાન ઈસરો અને વડાપ્રધાન મોદીનો ડ્રિમ પ્રોજેકટ છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આકાશમાં ૭૦ હજાર ફૂટ બાદ અવકાશની હદ શરૂ થાય છે. ગગનયાન કદાચ તેના કરતા પણ વધુ ઉંચાઈ સુધી મોકલવામાં આવશે. ગગન યાનમાં ત્રણ અવકાશયાત્રીઓને અંતરીક્ષમાં મોકલવામાં આવશે. પરંતુ અવકાશયાત્રીઓ પોતાના શરીર ઉપર દબાણનો ભયંકર સામનો કરી શકે કે નહીં ત્રણ થી ચાર સુધીની ગ્રેવીટી સહન કરી શકે કે નહીં આ પ્રકારના પહેલુ ધ્યાને રાખી ફીઝીકલી તેમજ મેન્ટલી સક્ષમ અવકાશયાત્રીઓની પસંદગી કરવામાં આવશે.