ભારતીય સેના ઇતિહાસને ગૌરવાન્વિત કરતું પ્રકરણ ચાલ્યું ગયું
ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, વી.વી.પી. એન્જી., એચ.એન. શુકલા કોલેજ, સ્વામીનારાયણ ગુરુકુળએ શ્રઘ્ધાંજલી પાઠવી
ગઇકાલે મળેલા દુ:ખદ સમાચારથી ભારતીય સેનાના ઇતિહાસને ગૌરવાન્વિત કરતું પ્રકરણ ચાલ્યું હતું. ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સી.ડી.એસ. આ બીપીન રાવત તેમના ધર્મપત્ની મધુલિકા રાવત ઉપરાંત કુલ 13 જણા દિલ્હીથી સુલૂર જઇ રહ્યા હતા ત્યારે તમિળનાડુનાં કુન્નુમાં કે જયાં નીલગીરીનું જંગલ આવેલ છે ત્યાં હેલિકોપ્ટર કે્રશ થતા મૃત્યુ પામ્યા હતા. આ તમામને વી.વી.પી. પરિવાર દ્વારા ભગવાન તેઓના આત્માને સદગતિ આપે તેવી પ્રાર્થના કરી ભાવપૂર્ણ શ્રઘ્ધાંજલી આપી હતી અને તેમના આત્માની શાંતિ માટે બે મીનીટનું મૌન પાળ્યું હતું.
ડીફેન્સ સ્ટાફ (સીડીએસા અને વીર સપુત એવા જનરલ બીપીન રાવતને ઠાકુરએ જણાવ્યું હતું કે સીડીએસ બીપીન રાવત દેશની શાન હતા. તેઓએ અમેરિકાથી અભ્યાસ કરી પરત આવ્યા બાદ દેશસેવા કરવાનો નિર્ણય કર્યો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ સંવેદના વ્યકત કરી તેમને શબ્દોથી શ્રઘ્ધાંજલી અર્પણ કરી હતી.
એચ.એન. શુકલા ગ્રુપ ઓફ કોલેજ આજે એચ એન શુક્લ ગ્રુપ ઓફ કોલેજના ચેરમેન ડો. નેહલ શુક્લની આગેવાની સાથે કોલેજના સૌ પ્રોફેસર મિત્રો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓની હાજરીમાં મીણબત્તી પ્રગટાવીને બે મિનીટનું મૌન પાડી ને આપણા સી ડી એસ ના આ આકસ્મિક અવસાન માટે આ દેશના યુવાનો એ શ્રદ્ધાંજલિ અર્પી છે,
જનરલ બીપીન રાવત એ દેશભક્તિ માટે એક પ્રેરણારૂપ છે ત્યારે આપણા યુવાનોએ તેમને પોતાની હૃદયથી શ્રદ્ધાંજલિ આપીને સુખ ભાવનાને ઉજાગર કરી છે,
શ્રઘ્ધાંજલી પાઠવતો રાજકોટ ગુરુકુળ પરિવાર સ્વામિનારાયણ ગુરુકુળ ઢેબર રોડ રાજકોટ ખાતે સંતો ,વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિશાળ હાજરીમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું હતું, પૂજ્ય જનમંગલ દાસજી સ્વામીએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પતા શહીદોના આત્માને ચિર શાંતિ અર્થે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરાવી હતી. વિદ્યાલયના આચાર્ય દવે વિદ્યાર્થીઓને ભારતીય સૈન્યની વિવિધ પાંખોની સમજૂતી આપી સીડીએસ બિપિન રાવત સાહેબની દેશ સેવા અને સમર્પણને યાદ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શાળાના NCC unitના વિદ્યાર્થીઓએ પણ શહીદોને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
બીપીન રાવતનું આકસ્મીક નિધનથી ન પુરી શકાય તેવી ખોટ ભારત દેશને પડેલ છે પ્રભુ તેમને તથા તેમના જીવનસાથી અને તેમના સાથે શહીદ લશ્કરી અધિકારીઓને પરમ શાંતિ અર્પે તેવી આમ આદમી પાર્ટી રાજકોટ શહેર એકમના તમામ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ દ્વારા પ્રભુ પાસે પ્રાર્થના તે બાબતની રાજકોટ શહેર અઘ્યક્ષ શિવલાલ પટેલની અખબારી યાદી જણાવે છે.
આમી ચીફ રાવતના આકસ્મિત નિધનથી સમગ્ર દેશ આઘાતની લાગણી અનુભવે છે. તેમ એક નિવેદનમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું છે.
દેશદાઝથી ભરપુર અને દેશ માટે મરી ફીટવાની ભાવના વાળા કર્તવ્યનિષ્ઠ અને અનેક સફળતા પૂર્વકના ઓપરેશનો કરનારના ઓચિંતા જવાથી દેશને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે સંતો તથા વિદ્યાર્થીઓએ CSD બિપિન રાવતજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી
એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજીની માર્ગદર્શનાત્મક પ્રેરણાથી ગુરુકુલ દ્રોણેશ્વરના વિદ્યાર્થીઓ તથા સંતોએ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. સૌ પ્રથમ બે મિનિટ મૌન પાળી નિ:શબ્દ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
શોકની લાગણી વ્યકત કરતા રાજકોટ મહાનગપાલિકાના પદાધિકારીઓ રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. પ્રદિપ ડવ, ડે. મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા શાસક પક્ષ નેતા વિનુભાઇ ઘવા, તથા શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ સંયુકત યાદીમાં જણાવેલ છે કે દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવતનું હેલીકોપ્ટરનું દુર્ધટનામાં શહીદ થતા દેશને મોટી ખોટ પડેલ છે.
તેઓના અવસાનથી ભારતીય સૈન્યને બહુ મોટી ખોટ સાલશે તેઓની સાથે તેમના પત્ની તથા 13 સૈનિકના મૃત્યુ થયેલ છે. પદાઅધિકારીઓ દ્વારા જનરલ બીપીન રાવો તેમના પત્ની તથા શહીદ થયેલ તમામ સૈનિકોને શ્રઘ્ધાંજલી આપી ગહેરા શોકની લાગણી વ્યકત કરી છે.