થોડા વર્ષોમાં ભારતમાં બુલેટ ટ્રેન પણ આવનારી છે, ત્યારે બુલેટ ટ્રેનના આ સ્ટેશનમાં આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ, ભારત દેશમાં રેલવેનો ખુબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. ત્યારબાદ આ વાત તો સૌ કોઈ જાણે છે. સૌથી પહેલા વંદે ભારત, અમૃત ભારત એક્સપ્રેસ આવી. ત્યારપછી અનેક ટ્રેન લોન્ચ કરવામાં આવી છે. જેને જોઈને લાગે છે કે, રેલવેમાં આવેલી મોર્ડન રફતારને કોઈ રોકી શકતું નથી. તેમજ ગુડન્યુઝ એ વાતની છે કે, થોડા વર્ષોમાં ભારતમાં બુલેટ ટ્રેન પણ આવનારી છે. જલ્દી સ્પીડ પકડી હવે આ સ્ટેશન પર કામ કરવામાં આવી રહ્યું છે.
બુલેટ ટ્રેનના સ્ટેશનની કામગીરી ચાલું
તમને જણાવી દઈએ કે, આ સ્ટેશનમાં આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવશે. જેમાં પ્રવાસીઓને સ્ટેશન પર તમામ સુવિધાઓ મળી રહેશે. ત્યારે ગુજરાતમાં હજુ બુલેટ ટ્રેનના સ્ટેશનની કામગીરી ચાલું છે. તેમજ આ સ્ટેશનની ખાસ વાત એ છે કે, જેમાં ટિકિટ, વેટિંગ કાઉન્ટર, નર્સરી, ટોયલેટ, પુછપરછ વિભાગ, જેવી સુવિધાઓ મુસાફરોને મળી રહેશે. જાણો વધુ શું ખાસ આ સ્ટેશનમાં.
આ સ્ટેશનની ખાસ વાત એ હશે કે, અન્ય સ્ટેશનથી આ સ્ટેશન સાવ અલગ જ હશે. તેમજ બુલેટ ટ્રેનના કુલ 12 સ્ટેશન પર 90 એસ્કેલેટર પણ લાગશે. જેમાં મુસાફરીઓને સીડીઓ પર સામાન લઈ જવા માટે ચઢાવવા અને ઉતારવામાં પરેશાની ન થાય.
તમને જણાવી દઈએ કે, સ્ટેશનને આધુનિક અને સારી સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે, જેથી મુસાફરોને સ્ટેશન પર ટિકિટ, વેઈટિંગ કાઉન્ટર, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી, શૌચાલય અને માહિતી રૂમ જેવી દરેક સુવિધા મળી શકે. ચાલો જાણીએ આ ટ્રેનની કેટલીક વિશેષતાઓ વિશે.
90 એસ્કેલેટર લાગશે
આ સ્ટેશનની ખાસ વાત એ હશે કે તે અન્ય સ્ટેશનોથી બિલકુલ અલગ અને સુંદર હશે. તેમજ બુલેટ ટ્રેનના કુલ 12 સ્ટેશનો પર 90 એસ્કેલેટર પણ લગાવવામાં આવશે, જેથી મુસાફરોને તેમના સામાન સાથે સીડી પર ચઢવા અને ઉતરવામાં કોઈ સમસ્યા ન થાય.
બુલેટ ટ્રેનનુ ટુંક સમયમાં ગુજરાતમાં આગમન થશે
મળતી માહિતી મુજબ, મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિલોમીટર લાંબી બુલેટ ટ્રેન લાઈન પર કામ ચાલી રહ્યું છે. જેની શરુઆત વર્ષ 2026 ડિસેમ્બરમાં થાય તેવી આશા છે. આ માટે મહારાષ્ટ્ર, ગુજરાત અને દીવ-દમણમાં સુવિધાઓને લઈ કામ ચાલું છે. તેમજ તેમાં 12 સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં 8 ગુજરાત અને 4 મહારાષ્ટ્રમાં હશે. ત્યારપછી આપણે ગુજરાતના સ્ટેશનની વાત કરીએ તો વાપી, બિલિમોરા, સુરત, ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી છે. તેમજ રિપોર્ટ મુજબ આમાં ગુજરાતના 8 સ્ટેશન પર 48 એસ્કેલેટર અને મહારાષ્ટ્રના 4 સ્ટેશન પર 42 એસ્કલેટર લગાવવામાં આવશે.
હાઈ-સ્પીડ રેલ મલ્ટિમોડલ હબમાં FOB ની વિગતો
FOB-1માં 249 મીટરમાં હબ બિલ્ડિંગને બુલેટ ટ્રેન સ્ટેશન અને સાબરમતી રેલવે સ્ટેશન, બ્રોડગેજ સાથે જોડે છે. તેમજ સાબરમતી રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર લીફ્ટની સંખ્યા કુલ 4 છે, જેમાં (કુલ- 7 પ્લેટફોર્મ), પ્લેટફોર્મ-1 પર 1 સીડી અને 2 એસ્કેલેટર્સ, FOB પર 40 મીટરના ટ્રાવેલેટર્સના 2 સેટ FOB-2માં 215 મીટરમાં હબ બિલ્ડિંગને મેટ્રો સ્ટેશન અને BRTS સ્ટેન્ડને જોડે છે. તેમજ ત્યાં સીડીઓની સંખ્યા 2 છે.
FOB-3માં 230 મીટરમાં બુલેટ ટ્રેન સ્ટેશનને સાબરમતી રેલવે સ્ટેશન સાથે જોડે છે. તેમજ FOB સીડી ધરાવતા રેલવે સ્ટેશનના હાલના FOB સાથે જોડે છે, જ્યાં સીડીઓ છે.