અબતક-મુંબઇ
ભારતના અગ્રણી કૄષિ કોમોડિટી એક્સચેન્જનેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ લિમિટેડ (એનસીડેક્સ)એ આજે એનસીડેક્સ ગુવારેક્ષ તથા એનસીડેક્સ સોયાડેક્ષ એમ બે નવા કૃષિ કોમોડિટીમાટેનાં સેક્ટોરલ ઇન્ડેક્ષનો પ્રારંભ કર્યો હતો.
નામમાં જણાવ્યા પ્રમાણે જ ગુવારેક્ષ રિટર્ન બેઝ ઇન્ડેક્ષ છૈ જે ગુવાર સીડ તથા ગુવાર ગમ રિફાઇન્ડ સ્પ્લીટનાં વાયદાનાં સોદામાં થતી ભાવની વધઘટ ઉપર નજર રાખશે. આજરીતે સોયાડેક્ષ સોયાબીન તથા રિફાઇન્ડ સોયાતેલનાં વાયદાનાં ભાવની વધઘટ ઉપર નજર રાખશે.
આ પ્રસંગે એનસીડેક્સનાં ખઉ ઈઊઘ તરીકે અરૂણ રાસ્તેએ જણાવ્યું હતું કે એક્સચેન્જ માટે આ ઐતિહાસિક પળ છે. કૃષિ પેદાશોનાં વાયદાનાં કારોબારમાં એનસીડેક્સ નવી પહેલ કરવામાં હંમેશા અગ્રસ્થાને રહ્યું છે. ઇન્ડેક્ષના સેગ્મેન્ટમાં પણ એનસીડેકસે ભારતનો સૌ પ્રથમ કૃષિ ઇન્ડેક્ષ શરૂ કર્યો હતો. કૃષિ કોમોડિટીનાં કારોબારમાં ગુવારેક્ષ તથા સોયાડેક્ષ પણ ભારતનાં સૌ પ્રથમ સેક્ટોરલ ઇન્ડેક્ષ છે.
શરૂઆતમાં આ બન્ને ઇન્ડેક્ષ એક્સચેન્જની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હશે જે ગુવાર કોમ્પ્લેક્ષ તથા સોયાકોમ્પ્લેક્ષના ભાવની વધઘટનું પ્રતિનિધીત્વ કરશે. આ બન્ને ઇન્ડેક્ષમાં વાયદાનાં કારોબાર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
રાસ્તેએ ઉમેર્યુ હતું કે, સેક્ટોરલ ઇન્ડેક્ષનો પ્રારંભ એ એનસીડેક્સની યશ કલગીમાં વધુ એક મોરપિચ્છ છે અને મને જણાવતા ગર્વ થાય છે કે, ગુવારેક્ષ તથા સોયાડેક્ષ આ બન્ને કોમોડિટીનાં કારોબાર સાથે જોડાયેલા સૌના માટે જોખમ પ્રબંધન તથા વ્યવસાયિક રણનીતિ ઘડવામાં વિપુલ તકો ઉભી કરશે.
ગુવારેક્ષમાં ગુવાર સીડ તથા રિફાઇન્ડ સ્પ્લીટ ગુવાર ગમનું વેઇટેજ અનુક્રમે 63.43 ટકા તથા 36.57 ટકા રહેશે. જયારે સોયાડેક્ષમાં સોયાબીન તથા રિફાઇન્ડ સોયાતેલનું વેઇટેજ અનુક્રમે 67.92 ટકા અને 32.08 ટકા રહેશે. આ બન્ને ઇન્ડેક્ષની ગણતરીની રૂપરેખા એનસીડેક્સની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે.
આ પ્રસંગે એનસીડેક્સનાં ચીફ બિઝનેસ ઓફિસર કપિલ દેવે જણાવ્યું હતું કે, આ બન્ને સેક્ટોરલ ઇન્ડેક્ષ તેમના કારોબારી ફલક ઉપર બેન્ચમાર્ક બનશે તે વાતમાં જરાપણ શંકા નથી. ગુવારેક્ષ તથા સોયાડેક્ષ આ કારોબાર સાથે જોડાયેલા સૌના માટે જોખમ પ્રબંધન તથા વ્યવસાયિક રણનીતિ ઘડવામાં વિપુલ તકો ઉભી કરશે. ટૂક સમયમાં જ્યારે આ બન્ને ઇન્ડેક્ષ ઉપર વાયદાનાં સોદા શરૂ થશે ત્યારે વેપારીઓ, પોર્ટફોલિયો મેનેજરો તથા આર્બિટ્રેજ તથા સ્પ્રેડનાં કારોબાર કરનારાઓ માટે કારોબારની ઉત્તમ તકોનું નિર્માણ થશે. આ બન્ને ઇન્ડેક્ષના સોદા કેશસેટલ્ડ હોવાથી એવા હેજરો માટે તે એકદમ સચોટ પ્રોડક્ટ છે જેઓ ઓછા ખર્ચવાળી પ્રોડક્ટની રાહમાં હોય છે. આ ઉપરાંત સેબીની ક્રોસ માર્જીનની સુવિધા અહીં હેજરો માટે વધુ લાભદાયક સાબિત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એનસીડેક્સે મે-2020માં એગ્રિડેક્ષનો પ્રારંભ કર્યો હતો. એનસીડેક્સ ખાતે ટ્રેડ થતી 10 કૃષિ કોમોડિટીનાં વાયદાનાં ભાવ આધારિત રિટર્ન બેઝ ઇન્ડેક્ષમાં કારોબાર ચાલુ છે અને એક વર્ષમાં આ ઇન્ડેક્ષે રોકાણકારોને 40 ટકા સુધીનું વળતર આપ્યુ છે. જે કારોબારીઓ માટે એક બેન્ચમાર્ક છે.
એનસીડેક્સ વિષે:
એનસીડેક્સ એ ભારતનું અગ્રણી, સંપૂર્ણ વ્યવસાયિક ધોરણે વ્યવસ્થાપિત કૃષિ કોમોડિટી એક્સચેન્જ છે. જે દેશનાં કૃષિ કોમોડિટીના વ્યવસાય સાથે સંકળાયેલા સૌના માટે સેવા ઓફર કરે છે. દેશનું અગ્રણી ઓનલાઇન એક્સચેન્જ હોવાથી એનસીડેક્સ વિવિધ કૃષિ કોમોડિટી માટે બેન્ચ માર્ક પ્રોડક્ટસની વિશાળ શ્રુંખલા ઓફર કરે છે. એનસીડેક્સ ખરીદનાર અને વેચનાર એમ બન્નેને ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ ઉપર લાવે છે. એનસીડેક્સનાં અમુક ચાવીરૂપ શેરધારક રોકાણકારોમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમીટેડ, લાઇફ ઇન્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કો-ઓપરેટિવ લિમીટેડ, ઓમાન ઇન્ડિયા જોઇન્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, બિલ્ડ ઇન્ડિયા કેપિટલ એડવાઇઝર્સ- એલ.એલ.પી. તથા ઇન્વેસ્ટકોર્પ પ્રાઇવેટ ઇક્વિટી ફંડનો સમાવેશ થાય છે (આગાઉની આઇ.ડી. એફ.સી પ્રાઇવેટ ઇક્વિટી ફંડ- ઈંઈંઈં)
વધુ વિગત માટે સંપર્ક કરો
કલ્પેશ શેઠ મો: 9820305936 (કોર્પોરેટ કોમ્યુનિકેશન, એનસીડીઈએક્સ)
ભુવન ભાસ્કર મો.9560473332 (કોર્પોરેટ કોમ્યુનિકેશન, એનસીડીઈએક્સ)
પ્રિયંકા ગૌસ્વામી મો.9968205245 (કોર્પોરેટ કોમ્યુનિકેશન, એનસીડીઈએક્સ)