મહાનગરની શાળાઓમાં એક નવો ચીલો શરૂ થયો છે. જોકે, તેમાં કંઈ નવું નથી. થોડાં સમય પછી આ પરિવર્તન રાજ્યોના પાટનગરો અને અન્ય શહેરોમાં પણ પહોંચશે. શાળાઓના વર્ગખંડોમાં સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા છે. આ કૅમેરા શાળાની સેન્ટ્રલ સર્વર સાથે જોડાયેલા હોય છે, જેથી વાલીઓ શાળાના ફૂટેજનું જીવંત પ્રસારણ તેમના મોબાઇલ ફોન પર જોઈ શકે. માતા-પિતા તેમના બાળકોને જોઈ શકે છે અને તેમની વાતો પણ સાંભળી શકે છે. શાળાના દરેક ખૂણામાં આ કૅમેરા લગાવવામાં આવ્યા છે. ભારતમાં વ્યક્તિગત સુરક્ષાનું દૃશ્ય બદલાઈ રહ્યું છે. જંગલો અને પહાડોમાં રહેનારા ડાકુઓ લોકોને લૂંટીને જતાં રહેતા, એ દિવસો હવે ઇતિહાસના પન્નામાં જ રહી ગયા છે. હવે અપરાધીઓ ઘોડા પર નથી આવતા. તેઓ મોટાભાગે આપણી વચ્ચે હોય છે. કેટલીકવાર આપણાં ઓળખીતા કે સંબંધીઓ જ અપરાધી હોય છે. તે કોઈપણ હોઈ શકે છે. શિક્ષક, ડ્રાઇવર, કંડકટર, સિનિયર વિદ્યાર્થી, માળી, કૅન્ટીનનો કર્મચારી, સિક્યુરિટી ગાર્ડ કે પછી પ્રિન્સિપાલ. જેથી ઍપાર્ટમૅન્ટના દરવાજામાં પ્રવેશનારી દરેક વ્યક્તિની માહિતી સંબંધિત ફ્લેટમાં આપવામાં આવે છે અને પરવાનગી મળ્યા બાદ જ તે આગંતુકને પ્રવેશ આપવામાં આવે છે. દરેક બંગલા અને અને ફ્લેટની બહાર પણ સિક્યુરિટી સિસ્ટમ જોવા મળે છે. બહારથી આવનારા વ્યક્તિનો ચહેરો જોઈ તેમજ અવાજ સાંભળ્યા બાદ જ તેને પ્રવેશ આપવામાં આવે છે. ભારતમાં સુરક્ષા વ્યવસ્થાના ખાનગી વ્યવસાય પર વર્ષ 2014માં તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર આ વ્યવસાય વર્ષ ૨૦૧૪માં ૪0,000 કરોડ રૂપિયાનો હતો. વાર્ષિક વધારાનું ગણિત લાગુ કરવામાં આવે તો આ વેપાર હાલ ૫૦,000 કરોડ રૂપિયાને પણ પાર કરી ચૂક્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.