- કેન્દ્રની એનડીએ સરકાર દેશના સંતુલિત વિકાસ માટે સક્ષમ અને સફળ ગ્રામ્ય વિકાસમાં ખૂબ જ સારા પરિણામો મળ્યા
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના પગલાં હવે આર્થિક મહાસત્તા તરફ મકમ પગલે આગળ વધી રહ્યા છે ત્યારે આગામી સમય વિશ્વસ્તરે ભારતની વિકાસ ગાથા ના ઇતિહાસ ના ગુણગાન ગવાશે. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા સંસદ ભવનમાં સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર છે.
તેમણે કહ્યું કે છ દાયકા બાદ દેશમાં પૂર્ણ બહુમતવાળી સ્થિર સરકાર બની છે. લોકોએ આ સરકારમાં ત્રીજી વખત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકો જાણે છે કે આ સરકાર જ તેમની આકાંક્ષાઓ પૂરી કરી શકે છે.
ભારતમાં ગરીબો અને વંચિતોના વિકાસ માટે ખૂબ જ પરિણામદાયિક કાર્યવાહી થઈ રહી છે કેન્દ્રની મોદી સરકાર મહિલા સશક્તિકરણ અને ક્ધયા કેળવણી માટે ખૂબ જ અસરકારક કામગીરી કરી રહી છે
છેલ્લા એક દાયકાથી ગ્રામ્ય વિકાસ માં મહત્તમ પ્રગતિ થઈ છે રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુ જીએ જણાવ્યું હતું કે ટેકનોલોજી કૃષિ વિકાસ ની સાથે સાથે સામાજિક સમરસતા અને લોકોના જીવન ધોરણ ઊંચા લાવવા માટે સરકારના પ્રયત્નો અસરકારક પરિણામ આપી રહ્યા છે
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ગયા વર્ષે 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. નવું લોકસભા કેમ્પસ ષટ્કોણ આકારનું છે અને હાલના કેમ્પસને અડીને બનાવવામાં આવ્યું છે. આ બિલ્ડિંગને 150 વર્ષથી વધુ સમય માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે ભૂકંપ પ્રતિરોધક બનાવવામાં આવ્યું છે અને તેમાં ભારતના વિવિધ ભાગોની સ્થાપત્ય શૈલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાવિ સીમાંકનને ધ્યાનમાં રાખીને, લોકસભા અને રાજ્યસભાની ચેમ્બરમાં વધુ સભ્યો માટે બેઠક જગ્યા છે.બેઠકની ક્ષમતા: લોકસભામાં 888 સભ્યોની બેઠક ક્ષમતા છે અને રાજ્યસભામાં 384 સભ્યોની બેઠક ક્ષમતા છે.
નવી સંસદ ચાર માળની છે જેમાં મંત્રીઓ માટે અલગ ઓફિસ અને કમિટી રૂમ છે. નવા સંસદ ભવનમાં જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર નામના ત્રણ પ્રવેશદ્વાર છે.
ઉલ્લેખનીય છે કે નવી સંસદ ભવન સરકારના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ આવે છે. નવા સંસદ ભવન સિવાય, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં અન્ય કેટલીક સરકારી ઇમારતો અને જાહેર જગ્યાઓનું પુનર્નિર્માણ પણ સામેલ છે. આ સમગ્ર પ્રોજેક્ટ 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 20,000 કરોડ (ઞજ2.) હોવાનો અંદાજ છે. ભારતના પ્રગતિના દરેક આયામો સંતુલિત રીતે વિકસિત થઈ રહ્યા છે પ્રશાસન ચૂંટાયેલા પદાધિકારીઓ જનતા જનાર્દન દેશના વિકાસ માટે એક રૂપ થઈને કામ કરી રહ્યા છે તેમણે વિકસિત ભારત ની પ્રગતિ માટે યશભાગી ગળાવ્યા હતા.