વર્ષ 2022 નિકાસમાં ભારત 20 ટકાની વૃદ્ધિ સાથે નિકાસનું 400 બિલિયન ડોલરનું લક્ષ્ય સાધવા મક્કમ
ભારતના અર્થતંત્રને પાંચ મિલિયન અમેરિકન ડોલર આપવાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે ઘરેલુ ઉત્પાદનમાં વધારો કરી આયાત ઘટાડી વિકાસમાં વધારો કરવાના રોડ મેપ પર દેશ મક્કમ રીતે આગળ વધી રહ્યું છે, અને તેના પરિણામો પણ મળી રહ્યાછેડિસેમ્બરના પ્રથમ ત્રણ અઠવાડિયામાં જ વિકાસ 36.20% વધીને 23.82 બિલિયન ડોલરે પહોંચી છે.
પેટ્રોલિયમ, ઓઇલ અને લબ્રીકેટ સહિતની વસ્તુઓ નિકાસમાં વધારો થવા પામયો છે ,ગયા વર્ષની સરખામણીમાં પેટ્રોલિયમ પેદાશોની નિકાસ 24.56 ટકા વધવા પામી છે,
ચાલુ ડિસેમ્બર મહિનો ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં “શુકનવંતો” બન્યો હોય, તેમ ત્રણ સપ્તાહમાં નિકાસમાં ભારે તેજી જોવા મળી છે હજુ આવતા વર્ષે દેશની કુલ નિકાસ નો આંક 37.6 ટકા સુધી પહોંચાડીને 400 બિલિયન અમેરિકન ડોલર નો માલ વિદેશમાં મોકલવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે, દેશના અગ્રણી નિકાસકાર વર્તુળોએ જણાવ્યું છે કે નિકાસનો વૃદ્ધિદર 15 થી 17.5 ટકા ની ધીરી ગતિએ કોરોના ના કારણે આગળ વધી રહ્યો છે, પરંતુ હવે જ્યારે ઝડપી રસીકરણ સહિતના સંજોગો એ નીકાસ માટે સાનુકૂળ વાતાવરણ ઉભું કર્યું છે, ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્ષપોર્ટ ઓર્ગેનાઈઝેશને કહેવું છે કે આવનાર વર્ષ 2022 માં દેશનું નીકાસ લક્ષ્યાંક 400 બિલિયન ડોલર રાખવામાં આવ્યું છે, અને તેમાં પણ વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે ઓમરીકોનના ભયના ઓથાર વચ્ચે દેશનો વિશ્વ વેપારવ્યવહાર હવે પુરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે