મોરેશિયસ, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ અને શ્રીલંકા સહિતના પાડોશી દેશોમાં પેટ્રોલીમય પ્રોડક્ટસના સ્ટોરેજ તેમજ વિતરણ માટે વ્યવસ્થા ઉભી કરવા ભારતની તૈયારી: ચીનને એનર્જી ક્ષેત્રે પછાડવા રણનીતિ ઘડી
વૈશ્ર્વિક સ્તરે ચાઇનીઝ ઉત્પાદનોના વેંચાણ માટે ચીને વધુ એક મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ વન બેલ્ટ વન રોડ એટલે કે ‘ઓબોર’ શ‚ કર્યો છે. આ પ્રોજેક્ટમાં ૨૩ દેશો ભાગ લે તેવી શક્યતા છે. બીજી તરફ વિશ્ર્વમાં વેપાર ક્ષેત્રે વધતા ચીનના પ્રભુત્વ અંગે ભારત ચિંતીત છે. ચીનના વન બેલ્ટ વન રોડ સામે હથિયાર તરીકે ભારત હવે એનર્જી ડિપ્લોમેસી તરફ આગળ વધશે. પાડોશી દેશોને એનર્જી ડિપ્લોમેસી હેઠળ આવરી લેવાનું લક્ષ્ય ભારત સરકારનું છે.
ઇન્ડોનેશિયાથી મોરેશિયસ સુધી ભારત ઉર્જા ક્ષેત્રનું માળખું બનાવશે. ભારત અન્ય દેશોની સહાયથી ઉર્જા ક્ષેત્રની ટેકનોલોજીનો ઉપયોગ કરી એશિયા અને આસપાસના દેશો સાથે એનર્જી ક્ષેત્રે મહત્વના કરાર કરશે. આ મામલે ઉર્જા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અગાઉ ચીન કરતા અલગ રીતે એનર્જી ડિપ્લોમેસી ક્ષેત્રે ભારત કામ કરી રહ્યું હોવાની વાત કહી ચુક્યા છે. મોરેશિયસમાં ભારતે પેટ્રોલિયમના સ્ટોરેજ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવાની કામગીરી તો ઘણા સમયથી શ‚ કરી દીધી છે. હિન્દ મહાસાગરમાં મોરેશિયસને ભારતનું નજીકનું મિત્ર માનવામાં આવે છે. બેંગ્લોર ખાતેથી ભારત મોરેશિયસને પેટ્રોલિયમ પ્રોડક્ટસની સપ્લાય કરે છેેે.
મોરેશિયસને પેટ્રોલિયમનું હબ ગણવામાં આવે છે. ભારત મોરેશિયસ સાથે કરાર કરી તેનું પેટ્રોલિયમ આફ્રિકાના દેશો સુધી પહોંચાડશે. બીજી તરફ હિન્દ મહાસાગરમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે ઉર્જા ક્ષેત્રે મહત્વના સંબંધો બંધાઇ રહ્યા છે. ઇન્ડોનેશિયા વિશ્ર્વનો સૌથી મોટો હાઇડ્રોકાર્બનનો ભંડાર ધરાવે છે. જેને ઓપેક દ્વારા શોધી કઢાયો છે. ઇન્ડોનેશિયા આ ભંડારનો પુરતો ઉપયોગ કરી શકે તે માટે ભારત ત્યાં વિશાળ સ્ટોરેજનું નિર્માણ કરી રહ્યું છે. જેની સામે ભારત ઇન્ડોનેશિયા તરફથી વાહનો માટે એલએનજી કીટ્સ મેળવશે. ઇન્ડોનેશિયાએ ભારતને રિફાઇનરી સ્થાપ્વા માટે પણ આમંત્રણ આપ્યું છે.
મ્યાનમાર પાસે અત્યાર સુધી પોતાના એનર્જી સોર્સ હતા. પરંતુ ચીને કરાર કરી પાઇપલાઇનના માઘ્યમથી ૮૦ ટકા ગેસ છીનવવાનું શ‚ કયું છે. અલબત હવે મ્યાનમારના વિકાસ સાથે ભારત આસામની નુમાલીગર રીફાઇનરીના માઘ્યમથી ડિઝલ પહોંચાડવાનું શ‚ કરી રહ્યું છે. મ્યાનમાર ભારતની એનર્જી પ્રોડક્ટસનો પુરો ઉપયોગ કરી શકે તે માટે સીથ્વે નજીક એલએનજી ટર્મીનલનું નિર્માણ થઇ રહ્યું છે. મ્યાનમારમાં એલપીજી સ્ટોરેજ અને વિતરણ માટે વ્યવસ્થા ગોઠવવાની તૈયારી પણ ભારતની છે. આ ઉપરાંત શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે પણ ભારત ઉર્જા મામલે મહત્વના એમઓયુ કરી ચુક્યુ છે. ભૂતાન અને નેપાલમાં પણ પેટ્રોલિયમ ઉત્પાદનો પહોંચાડવાની તૈયારી ભારતની છે.