વૈશ્વિક સ્તરે ભારતની અર્થવ્યવસ્થા એક ઉદાહરણ રૂપ સાબિત થઇ રહી છે અને ભારત ઝડપથી વિકસિત થતી અર્થ વ્યવસ્થા પણ બની રહી છે. આ મુદ્દાને પણ વિશ્વ ગંભીરતાથી ધ્યાને લીધું છે. તરફ સમગ્ર વિશ્વ કોરોના ની અપડેટ માં આવી ગયું હતું ત્યારે ભારતને પણ તેની અસરનો સામનો કરવો પડ્યો હતો પરંતુ યોગ્ય આયોજનના પગલે ભારતની અર્થવ્યવસ્થા ઝડપે આગળ વધી રહી હોવાનું વિશ્વના દેશોએ પણ સ્વીકાર્યું હતું.

સરકારનો મુખ્ય લક્ષ્ય અને હેતુ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને બેઠો કરવા માટેનો છે ત્યારે આગામી સમયમાં આ પ્રકારના તમામ નીતિ નિયમો અને નવી યોજનાઓને પણ અમલી બનાવવામાં આવશે જેથી આ ઉદ્યોગો ફરી બેઠા થઈ શકે. અહીં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વિકસિત કરવા માટે સરકારે 3 લાખ કરોડ રૂપિયાની સ્કીમને પણ અમલી બનાવી છે. સરકાર ડિજિટલ ટ્રાન્ઝેકસનને પણ વેગવંતુ બનાવવા માટે સતત કાર્ય કરી રહ્યું છે તેવું મોદીએ જાહેર કર્યું છે.

કોઈપણ અર્થ વ્યવસ્થા માટે સૌથી જરૂરી એ છે કે જો ફુગાવાને અંકુશમાં રાખવામાં આવે તો અર્થવ્યવસ્થા ઝડપી થઈ શકે છે અને આ મુદ્દાને ધ્યાને લઇ સરકાર દ્વારા વિવિધ પગલાં પણ ભરવામાં આવતા હોય છે આ તકે ભારત દેશમાં પણ ફુગાવાને અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને પરિણામે વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે પણ સરકારે ફુગાવાના દરને નિયંત્રણમાં રાખવા માટે સફળતા હાંસલ કરી છે જે અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા માહિતી આપવામાં આવી હતી. સંસદમાં વડાપ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતે વર્ષ 2014 થી વર્ષ 2020 સુધી ફુગાવાના દરને પાંચ ટકાથી નીચે રાખવામાં સફળતા હાંસલ કરી છે જે ખરા અર્થમાં એક સરાહનીય કામગીરી કરી શકાય.

હાલ ભારત દેશ માટે સૌથી મહત્વની વાત એ છે કે દેશનો જીડીપી નો દાસ વધુને વધુ આગળ વધવું જોઇએ જેથી તેને આધારિત છે નાણાકીય ખાસ ઊભી થાય તેનું અનુમાન સરકાર લગાવી શકે ત્યારે નાણા વિભાગ દ્વારા એ વાત ઉપર શક્યતા સેવવામાં આવી રહી છે કે નાણાકીય વર્ષ 2022માં ભારતનો જીડીપી 147.5 લાખ કરોડે પહોંચે તેવી શક્યતા છે. સરકારે તેના 6.9 ટકા એટલે કે આશરે નવ લાખ કરોડ રૂપિયાનાણાકીય ખાધ રૂપે બચત પણ કરશે. જેનો ઉપયોગ જે તે સમયે કરી શકાય.

ભારત ની મહત્વતા અને તેનું લક્ષ્ય વધુને વધુ વિકાસ દરને ઝડપથી આગળ લાવવા માટેનો છે જેના માટે સરકાર દ્વારા અનેકવિધ વિકાસ લગતી ખીમો લઘુ અને મધ્યમ ઉદ્યોગો ની સાથે મોટા ઉદ્યોગો ને પણ આપવામાં આવશે. સરકારે કોલેટ્રોલ ફ્રી ગેરેન્ટેડ લોન ઉદ્યોગ અને આપવા માટેનો પણ નિર્ણય લીધો છે જેથી તેઓ ઝડપી કામગીરી કરી શકે અને દેશના વ્યવસ્થામાં તેનો સિંહફાળો આપે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.