ભારતનું આર્થિક પેકેજએ રૂ20 લાખ કરોડ રૂપિયા જોઈને પડોસી દેશ અચંબામાં છે.
પાકિસ્તાનએ ભારત સાથે હમેશા તુલનાં કરી ને ડિંગ હાકતું હોય છે, પરતું હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના અર્થતંત્રને પાછું પાટા પર લાવવા માટે રૂ20 લાખ કરોડ રૂપિયાનાં આર્થિક પેકેજ કે જે જોઈને પાકિસ્તાનનાં છક્કા છૂટી ગયા છે અને તેની અર્થવ્યવસ્થા પર શરમઆવે તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે,
હાલમાં પાકિસ્તાનએ ચીન, IMF અને અમેરિકાનાં રહેમો કર્મ પર છે પરતું તેને હજુ જમ્મુ કશ્મીરની લાલસા તો જતી જ નથી હાલ પેકેજને જોઈને પાકિસ્તાન પર દયા કરવી કે આતંકવાદ માટે સજા કરવી તે જ સમજાતું નથી.
જો પીએમ મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા આર્થિક પેકેજની તુલના પાકિસ્તાનની આર્થિક વ્યવસ્થા સાથે કરવામાં આવે તો વર્ષ 2019માં પાકિસ્તાન સરકારે 7022 બિલિયન પાકિસ્તાની રૂપિયાનું બજેટ જાહેર કર્યું હતુ, ભારતીય રૂપિયામાં આ લગભગ 3.30 લાખ કરોડ થાય છે. ભારતનું રાહત પેકેજ પાકિસ્તાનનાં બજેટ કરતા 6 ગણું વધારે છે.