વર્ષ 2022-23માં ભારતની ડ્રોન ઈન્ડસ્ટ્રીમાં નવુ 500 લાખ ડોલરનું મુડી રોકાણ આવ્યું
રૂપિયા ઝાડ ઉપર નથી ઉગતા, રૂપિયા જમીનમાંથી પણ નથી આવતા પરંતુ 21 મી સદીનાં હવાઇ યુગમાં રૂપિયા આસમાનમાંથી જરૂર આવે છે.!! જી હા, વાત કરીએ છીઐ ભારતમાં નવા વિકસી રહેલા ડ્રોન ઉદ્યોગની. જે છૈલ્લા ત્રણ વર્ષમાં ત્રણ ગણું મુડીરોકાણ આકર્ષવા માં સફળ રહ્યો છે.વર્ષ 2022-23 માં ભારતની ડ્રોન ઇન્ડસ્ટ્રીમાં નવું 500 લાખ ડોલરનું મુડીરોકાણ આવ્યું છે જે અત્યાર સુધીનું સૌથી વધારે કહી શકાય. આ અગાઉ 2021-22 માં 250 લાખ ડોલરનું મુડીરોકાણ આવ્યું હતું જ્યારે 2020-21 માં 112 લાખ ડોલરનું મુડીરોકાણ આવ્યું હતું. આમ એકંદરે જોઇએ તો દર વર્ષે મુડરિોકાણ અગાઉનાં વર્ષ કરતા બમણું કે તેનાથી વધારે નોંધાયું છે.
પ્રથમ વર્ષે 20 રાઉન્ડમાં જ્યારે બીજા વષે 23 રાઉન્ડમાં અને ત્રીજા વર્ષે 20 રાઉન્ડમાં ભારતીય ઇન્ડસ્ટ્રીને આ મુડી મળી છે. ઇન્ડસ્ટ્રીનાં આવા ઝળહળતા વિકાસ માટે સરકારની નીતિઓને પણ બિરદાવવી પડશે. વર્ષ 2021 માં થયેલા સુધારા બાદ ઇન્ડિયન એવિએશને હવે ભારતીય હવાઇ પટ્ટીમાં 90 ટકા વિસ્તારોને છુટ્ટી આપીને ડ્રોનને ઉડાડવાની પરવાનગી આપી છે. સાથે જ 120 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ ( પી. એલ. આઇ ) ને પણ મંજૂરી મળી ગઇ છે. આ ઉપરાંત નાણા ખાતાએ ડ્રોન શક્તિ યોજનાને પણ બહાલી આપીને આ ઇન્ડસ્ટ્રીને વેગ આપ્યો છે.
સરકારે સંરક્ષણ વિભાગમાં આત્મનિર્ભરતાનું અભિયાન ચલાવીને ડ્રોનનાં ઉત્પાદન અને વપરાશની જરૂરિયાત ઉભી કરી છે. સાથે જ હવે કûષિ, દવાઓ, કુરિયર સેવા, ટ્રાફિકનું નિયમન, વિડિયો અને ફોટોગ્રાફી, જેવા સંખ્યાબંધ ક્ષેત્રોમાં હવે ડ્રોન વપરાવા માંડ્યા હોવાથી તેની માગ પણ વધી છે. આ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્ટઅપ કંપનીઓ વિશેષ પ્રમાણમાં આગળ આવી રહી છે. 2022 માં ડ્રોનાચાર્ય સૌ પ્રથમ વાર મુડીબજારમાં આવી હતી. ત્યારબાદ ગરૂડાએરોસ્પેસ, 220 લાખ ડોલર એકત્રિત કર્યા હતા. યાદ રહે કે ઇન્ડસ્ટ્રીઐ 2021 માં કુલ જેટલા નાણા એકઠાં કર્યા એટલા તો 2022 માં ગરૂડાએ એકલાએ કર્યા હતા. આ સેક્ટરમાં હજુ પણ નાણાનો પ્રવાહ આવી રહ્યો છે. સેબી પાસે પબ્લિક ઓફર માટે 300 કરોડ રૂપિયાની પ્રપોઝલ આવેલી છે.
કહેવાય છે ને કે પર્વતની તળેટીમાંથી દેખાતી દૂનિયા અને પર્વતની ટોચ ઉપરથી દેખાતી દૂનિયાનાં અંદાજ ઘણા જુદા હોય છે. જે લોકો આ ઇન્ડસ્ટ્રીને ટોચ ઉપરથી જોઇ રહ્યા છે તેઓ કહે છે કે આ સેક્ટરને હજુ ઘણી લાંબી મઝલ કાપવાની છે . વિશ્વમાં હજુ એવા ઘણા નવા ઉદ્યોગો આવશે જે ડ્રોનનો ઉપયોગ કરતા થઇ જશૈ જેનાથી આ ઇન્ડસ્ટ્રીનો ભરપુર વિકાસ થશે.
ત્રાસવાદનું નહીં પણ હવે વિકાસનું ટાર્ગેટ કાશ્મીર
ગોળીઓનાં ધણધણાટ, બોંબં ધડાકા અને લોહિયાળ જંગથી ઘેરાયેલા કાશ્મીરમાં જાણે હવે શાંતિનાં વûક્ષોનાં વાવેતર થઇ રહ્યા છે. આ શાંતિના વûક્ષો વચ્ચે હવે ટૂકસમયમાં મશીનોનાં અવાજ અને ગ્રાહકોનાં કોલાહલ સાંબળવા મળશે. છેલ્લા ત્રણ વર્ષથી જમ્મુ અને કાશ્મીરમાં જે રીતે ત્રાસવાદીઓનો સફાયો અને આમજનતાને છુટછાટો મળી રહી છે તે જોઇને હવે વિદેશી રોકાણકારો કાશ્મીરમાં મુડીરોકાણ માટે તૈયાર થઇ રહ્યા છે. આ દિશામાં સૌ પ્રથમ પગલું ભર્યુ છૈ દુબઇ સ્થિત ઐમાર ડેવલપર્સ ગ્રુપે, જે હવે જમ્મુ અને કાશ્મીરમાં 500 કરોડ રૂપિયાનાં મુડીરોકાણ સાથે વિશાળ શોપિંગ મોલ તથા બે આઇ.ટી ટાવર ઉભા કરશે. યાદ રહે કે એમાર ગ્રુપે દુબઇમાં બુર્જ ખલિફા જેવી ગગનચુંબી ઈમારતનું નિર્માણ કર્યુ છે. શ્રીનગરમાં 10 લાખ ફૂટ નો વિશાળ મેગા મોલ ‘મોલ ઓફ શ્રીનગર‘ તૈયાર થશે જ્યારે સેમપોરામાં એક આઇ.ટી ટાવર અને જમ્મુમાં એક આઇ.ટી ટાવર ઉભો કરવામાં આવશે. મોલ ઓફ શ્રીનગરનાં ભૂમિપૂજન વખતે કાશ્મીરનાં લેફ. ગવર્નરે જણાવ્યું છે કે સ્થાનિક પ્રશાસન કોઇપણ રોકાણકારને ત્રણ જ દિવસમાં જમીન સંપાદન કરી આપવા તૈયાર છે. તેથી આગામી દિવસોમાં વધુ 75000 કરોડ રૂપિયાનું મુડીરોકાણ લાવવાનું લક્ષ્યાંક છે.
ખાસ કરીને મધ્યપૂર્વના દેશોમાંથી રોકાણકારોનો મોટો પ્રવાહ કાશ્મીરમાં એન્ટ્રી કરે તેવા સંજોગોનું નિર્માણ થઇ રહ્યું છે. મૂળ તો ગત વર્ષે ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલનાં 36 સી.ઇ.ઓ નું એક પ્રતિનિધીમંડળ કાશ્મીરમાં મૂડીરોકાણની તકો સમજવા અને સંશાધનો ચકાસવા કાશ્મીરની મુલાકાત લઇ ગયું હતું જેમાં એમારનાં સી.ઇ.ઓ પણ હતા. જેમણે હવે આ મુડીરોકાણ કર્યુ છે. આ પ્રતિનિધી મંડળમાં ફૂડપ્રોસેસીંગ, હોસ્પિટાલીટી, રિયલ એસ્ટેટ તથા કûષિક્ષેત્રની કંપનીઓનાં અધિકારીઓ હતા. આગામી દિવસોમાં હવે કûષિ વિકાસ, ફૂડ ઇન્ડસ્ટ્રી તથા શેક્ષણિક સંસ્થાઓ મોટાપાયે કાશ્મીરમાં આવે તેવો તખ્તો ગોઠવાઇ રહ્યો છે. હાલમાં જમ્મુ-કાશ્મીરનું જી.એસ.ટી કલેક્શન દેશનાં સરેરાશ કલેક્શન કરતા વધારે છે.
મતલબ કે પ્રશાસન રોકાણકારોને માત્ર ટેક્ષ બચાવવા માટે નહી પણ લાંબાગાળાના વિકાસનાં લક્ષ્યાંક સાથે આમંત્રિત કરે છે. દૈનિક હવાઇ સેવામાં વધારો કરાયો છે ઉપરાંત એક લાખ કરોડનાં ખર્ચે હાઇવે અને ટનલોનાં નિંર્માણ થઇ રહ્યા છે. સ્વાભાવિક રીતે જ આ સુવિધાઓ સાથે પરંપરાગત પર્યટન ઉદ્યોગનો પણ વિકાસ થશે.