ભારતની દિશા અને દશા ‘કંડારતું’ બજેટ રજુ !!!
અબતક, નવીદિલ્હી
અંતે જે વાતનો ઇંતજાર હતો તે પૂર્ણ થયો છે. તા નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા ભારત દેશનું ખૂબ જ મહત્વનું બજેટ 2022 રજૂ કર્યું છે. આ બજેટ રાજકીય નહીં પરંતુ લોકોને કેન્દ્ર સ્થાને રાખી જાહેર કરવામાં આવેલું છે ત્યારે એવા સ્પષ્ટ છે કે આ બજેટ થાકી સામાન્ય લોકોની સાથે સાથે દેશની વૃદ્ધિ પણ ખૂબ સારું થી થશે અને તેનો ફાયદો સમગ્ર ભારત દેશને પણ મળશે. બજેટ માત્ર સરકાર, દેશની આર્થિક સ્થિતિનો ચિતાર રજૂ કરે છે, પણ એનાથી દેશના ભવિષ્યની આર્થિક રૂપરેખા પણ નક્કી કરવામાં આવે છે. આ વર્ષનું બજેટ એવા સમયે આવી રહ્યું છે, જ્યારે દેશ કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યો છે, એવામાં લોકોને બજેટથી ઘણી જ આશા છે. એટલુંજ નહિ બજેટ રજુ કરતા પૂર્વે દેશનું બજેટ જીડીપી પર
જ આધારિત હોય છે. જીડીપી વગર બજેટ તૈયાર કરવું શક્ય જ નથી ત્યારે જીડીપીને જાણ્યા વગર સરકાર એ નક્કી નથી કરી શકતી કે તેમને રાજકોષીય ખાદ્ય કેટલી હશે અને તેની આગામી વર્ષ માટે કેટલી રાખી શકાય.સાથે જ જીડીપી વગર સરકાર એ પણ નથી જાણી શકતી કે આવનારા વર્ષમાં સરકારને કેટલી કમાણી થશે.
બીજી તરફ સૌથી મોટી વાત એ પણ છે કે બજેટમાં સરકાર દ્વારા રાજકોષીય ખાધ ઉપર પણ વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ત્યારે,કોઈ વર્ષના બજેટ માટે જીડીપી ઉપરાંત રાજકોષીય નુકસાનનું લક્ષ્ય નક્કી કરવું પણ જરૂરી હોય છે. રાજકોષીય નુકસાન જીડીપી અનુસાર નક્કી કરવામાં આવે છે. રાજકોષીય નુકસાન નક્કી કરેલા લેવલ મુજબ જ સરકાર એ વર્ષ દેવું કરે છે. જો જીડીપી વધુ હશે તો સરકાર ખર્ચ માટે માર્કેટથી વધુ લોન લઈ શકશે. તો સાથોસાથ નાણાકીય વર્ષ 2022 ના બજેટમાં નાણામંત્રી દ્વારા બજેટમાં સરકાર તેની કમાણી અને ખર્ચની માહિતી રજૂ કરી છે. સરકારના મુખ્ય ખર્ચાઓમાં નાગરિકની કલ્યાણકારી યોજનાઓ પરનો ખર્ચ કેટલો રહેશે, આયાત પરનો ખર્ચ, ડિફેન્સ પર ખર્ચ અને વેતન તેમજ લોન પર આપવામાં આવતું વ્યાજ સહિતની માહિતીઓ આપવામાં આવી હતી.
ભારત આર્થિક રીતે ‘ટેકઓફ’ માટે તૈયાર: સરકાર માટે મહિલાઓ ખેડુતો અને નવયુવાનો કેન્દ્ર સ્થાને
કોરોના ની કહેર વચ્ચે જે રીતે ભારતે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં પોતાનો પગદંડો જમાવ્યો છે તે સ્થિતિને ધ્યાને લઇને વર્ષ 2022 નું બજેટ વિકાસલક્ષી બજેટ છે અને લોકોને આ બજેટથી અનેક આશાઓ પણ વધુ છે. એટલું જ નહીં છેલ્લા સમયમાં જે રીતે દેશની અર્થવ્યવસ્થા ઝડપે આગળ વધી છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે બજેટ 2022 આર્થિક રીતે ખૂબ ઉન્નતિ ભર્યું રહેશે અને આર્થિક રીતે દેશ ટેકઓફ કરવા માટે પણ તૈયાર થયું છે. આજનું બજેટ માત્ર સરકાર માટે નહીં પરંતુ સમગ્ર ભારત દેશ માટે આવનારા સમયની દિશા અને દશા નિર્ધારિત કરતું બની રહેશે. બજેટમાં સરકારનો મુખ્ય ફોકસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સાથોસાથ સ્ટાન્ડર્ડ ડીડકસન અને મહિલાઓની સાથે ખેડૂતોને કેન્દ્ર સ્થાનમાં રાખવામાં આવશે. નહીં સરકાર વધુને વધુ મૂડીરોકાણ ઉપર પણ ભાર મૂકશે પરિણામે જે વિદેશી હૂંડિયામણ ભારતને મળશે તેનાથી દેશની ઉન્નતિ પણ થશે ત્યારે આ તમામ પરિબળો અને મુદ્દાઓને ધ્યાને લઇને હાલ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવેલું છે.
બજેટ 2022માં સરકારનો સૌથી મોટો લક્ષ્ય એ પણ છે કે વધુ ને વધુ લોકો પોતાના સેવિંગ વધારે અને તેઓ બજારમાં તે રૂપિયા ને ફરતો કરે જો બજારમાં ફરતો થશે તો આર્થિક સ્થિતિમાં અનેક અંશે સુધારો આવશે અને દેશના વૃદ્ધિદરમાં પણ વધારો જોવા મળશે ત્યારે હનુમાન એ વાતનું પણ લગાવવામાં આવી રહ્યું છે કે ભારતનો વૃદ્ધિ દર 9 ટકા સુધી પહોંચી શકે છે જે ખરા અર્થમાં ભારત માટે એક સુવર્ણ અવસર તરીકે સાબિત થશે.
મહિલાઓ, ખેડૂતો અને નવયુવાનોને કેન્દ્રમાં રાખી બજેટ રજૂ કરાયું
વાઈફ એકે ભારત દેશમાં 50 ટકાથી વધુ જે ક્ષમતાનો ઉપયોગ થવો જોઈએ તે થઈ શક્યો નથી ત્યારે આ બજેટમાં સરકાર વધુને વધુ મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડવા માટે અનેક તકો ઊભી કરી છે એટલું જ નહીં તો સામે ખેડૂતોની આવક બમણી કરવા અને ખેડૂતોને શ્રદ્ધા બનાવવા માટે સરકાર દ્વારા અને યોજનાઓ અને અમલી બનાવવામાં આવી છે. એ તરફ અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશ પાસે જે યુવાધન જોવા મળી રહ્યું છે તેનો યોગ્ય અને તેનો સારી રીતે ઉપયોગ થઇ શકે અને અર્થ વ્યવસ્થામાં તેનો મહત્વપૂર્ણ ફાળો લઈ શકાય તે હેતુસર નવયુવાનોને પણ વિશેષ તકો પૂરી પાડવા માટેના પ્રધાનો બજેટમાં કરવામાં આવ્યા છે. એ વાત સ્પષ્ટ છે કે નાણામંત્રી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે સમાજના ત્રણ મુખ્ય વર્ગોને સ્પરસતું બજેટ છે. આજની તારીખે પણ ભારત દેશ માં 65 ટકા લોકો ખેતી ઉપર આધારિત છે જેથી ખેતીને વિકસિત કરવા માટે ખેડૂતોને વિકસિત કરવા ખૂબ જરૂરી છે.
બજારમાં તરલતા લાવવા સરકાર ખર્ચ વધારશે
દેશના અર્થતંત્રની ઉન્નતિ ત્યારે જ શક્ય બને જ્યારે બજારમાં રૂપિયો કરતો થાય આ સ્થિતિને ધ્યાને લઇને સરકાર દ્વારા બજેટમાં ઉપર પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારના માન્યા મુજબ જો ખર્ચ સરકાર દ્વારા વધુ કરવામાં આવશે તો તેનો સીધો જ ફાયદો અર્થતંત્ર ઉપર પણ જોવા મળશે સાતસાત બજારમાં ચાલતા આવતા લોકોની ખરીદશક્તિ અને ખર્ચ કરવાની શક્તિમાં પણ અનેક અંશે વધારો જોવા મળશે ત્યારે વર્ષ 2022 ના બજેટમાં સરકારે ખર્ચ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. એ સરકાર હાલ ક્યા હૈ હેઠળ એટલે કે ક્યાં પરિબળ હેઠળ ખર્ચો વધારવો તે પણ અનુમાન લગાવવામાં આવેલું છે. સરકાર અને વડાપ્રધાન મોદીના 5 ટ્રીલીયન ડોલર ઇકોનોમીના સ્વપ્નને પૂર્ણ કરવા માટે વધુને વધુ ખર્ચ પરંતુ યોગ્ય દિશામાં કરવો એટલો જ જરૂરી છે.
દેશનું વિદેશી હૂંડિયામણ અને નિકાસ અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે
હાલ ભારતનું વિદેશી હૂંડિયામણ 634.29 બિલિયન ડોલર છે. આગામી સમયમાં વધારવા માટે બજેટમાં નિકાસને પ્રોત્સાહન મળી રહે તે માટે અનેક નિતીઓ બનાવવામાં આવેલી છે સરકારનું માનવું છે કે દેશની અર્થવ્યવસ્થા ત્યારે જ મજબૂત બની શકશે જ્યારે દેશનો નિકાસનો દર ઊંચો આવે અને સામે ભારતમાં વિદેશી હૂંડિયામણ વધુ ઉભુ કરાય. તમામ પરિબળોને ધ્યાને લઇ સરકાર દ્વારા આગામી સમયમાં દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવાના હેતુ સાથે નિકાસમાં બદલાવ લાવી રહ્યું છે એટલું જ નહીં વિદેશી કંપનીઓને પણ ભારતમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મૂડી રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે આ કરવા થી રોજગારીની સાથે અનેક તકો સાંપડશે, અને સીધો જ ફાયદો દેશના અર્થતંત્ર ઉપર જોવા મળશે. નહીં વિદેશી લોકો માં પણ ભારત તરફનો છે ભરોસો છે તે વધુ જોવા મળી રહ્યો છે જેનો સીધો ફાયદો ભારત દેશ ઉઠાવવા માંગશે.
સ્ટાન્ડર્ડ ડિડકસનમાં વધારો કરવાની પહેલ
સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવા માટે સરકાર દ્વારા હાલ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે તે વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે સ્ટાન્ડર્ડ ડીડકસન હેઠળ સરકાર 30થી 35 ટકા જેટલો વધારો કરશે. આશરે વધારો થતાં લોકોની આવકમાં અનેક અંશે વધારો થશે અને લોકોમાં બચત કરવાનું પ્રમાણ પણ સૌથી વધુ જોવા મળશે જેનો સીધો જ ફાયદો દેશના અર્થતંત્ર ઉપર થશે કારણકે બચત થતાં લોકો વધુને વધુ રૂપિયા નું ટર્નઓવર કરતા થશે અને પરિણામે જે તરલતાના આવી જોઈએ તેમાં પણ વધારો થશે.
લોકોને સ્પર્શતું બજેટ 2022
પણ દેશનું મહત્વનું પરિબળ હોય તો તે જે તે દેશની પ્રજા હોય છે ત્યારે બજેટ દેશની સ્થિતિને ધ્યાને લેવામાં આવતાની સાથેજ દેશના લોકોને પણ વધુને વધુ કેન્દ્ર સ્થાનમાં રાખવામાં આવે છે. એટલું જ નહીં તેમને પડતી હાલાકી અને મુશ્કેલી ન થાય તે વાતને પણ ધ્યાને લઇ બજેટ અમલી બનતો હોય છે ત્યારે બજેટ 2022માં અનેક મુદ્દાઓ માં સરકારે લોકોના હિતને ધ્યાને લઇને નિર્ણય લીધા છે અને ઘણાખરા સુધારાઓ પણ કર્યા છે. લોકો લક્ષી બજેટ હોવાના કારણે અનેકવિધ ફાયદાઓ પણ જોવા મળશે . તરફ લોકોની આવકની સાથે લોકો ની બચત માં પણ વધારો થાય તેવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે.
બજેટમાં સરકાર રાજકોષીય ખાધ ઉપર પણ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું
કોઈપણ બજેટમાં રાજકોષીય ખાધ નું મહત્વ અનેરૂ હોય છે જેના ઉપર જ બજેટ નિર્ધારિત થતું હોય છે. કોઈ વર્ષના બજેટ માટે જીડીપી ઉપરાંત રાજકોષીય નુકસાનનું લક્ષ્ય નક્કી કરવું પણ જરૂરી હોય છે. રાજકોષીય નુકસાન જીડીપી અનુસાર નક્કી કરવામાં આવે છે.રાજકોષીય નુકસાન નક્કી કરેલા સ્તર મુજબ જ સરકાર એટલુંજ દેવું કરે છે. જો જીડીપી વધુ હશે તો સરકાર ખર્ચ માટે માર્કેટથી વધુ લોન લઈ શકશે. ત્યારે ચાલુ વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં પણ સરકારનો મુખ્ય લક્ષ્ય અને હેતુ એ જ છે કે રાજકોષીય ખાધ 6.1 ટકા સુધી રહે.
દેશની આવક વધારવા સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખર્ચ કરશે
દેશનો વિકાસ ત્યારે શક્ય થાય જ્યારે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસિત કરવામાં આવ્યું હોય પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવા માટે સરકારને આવક થવી એટલી જ જરૂરી છે ત્યારે સરકારનું માનવું છે કે રેગ્યુલર દર કરદાતાઓ પોતાનો કર નિયમિત ચૂકવશે તો સરકારને તેની આવક થઈ શકશે અને જે વિકાસ લક્ષી કાર્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે તેમાં તે રકમનો ઉપયોગ થશે પરંતુ હાલની સ્થિતિએ જે આંકડો સામે આવ્યો છે કે દર સો ભારતીયોમાંથી માત્ર 7 ભારતીયો જ પોતાનું આવકવેરો ભરે છે તે સ્થિતિ આવનારા સમયમાં નવી થાય તેના માટે કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે સરકાર અનેક પ્રધાનો બજેટમાં કરવામાં આવ્યા છે. સરકારનું માનવું છે કે જો યોગ્ય પ્રધાનો કરવામાં આવે તો સરકારને ઘરની આવક વધશે.
જીએસટી કલેક્શનમાં પણ સતત ઉછાળો આવતાં સરકાર જીએસટીમાં
નવા નિયમોને અમલી બનાવશે
પ્રતિમાસ સરકારને જીએસટી ટેક્સ કલેકશન માટે 1 લાખ કરોડથી વધુની આવક થતી હોય છે ત્યારે જાન્યુઆરી માસમાં જીએસટી કલેક્શનમાં અધધધ 1.38 લાખ કરોડનું કલેક્શન જોવા મળ્યું છે. આ સ્થિતિને ધ્યાને લઇ સરકાર દ્વારા સતત જીએસટીમાં નવા નિયમો અને નીતિઓ ઘડવામાં આવશે જેનાથી વ્યાપારીઓને અનેક અંશે ફાયદો મળશે સામે સરકારને પણ જીએસટીની આવકમાં થી વધારો થશે હાલ જે આંકડો સામે આવી રહ્યો છે તેમાં 15 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો ત્યારે સરકાર તથા તે વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે દેશની આવક જે આવકવેરા વિભાગ અને જીએસટી મારફતે થઈ રહી છે તેમાં વધારો કઈ રીતે કરી શકાય અને પરિણામે આ તમામ મુદ્દાને બજેટમાં આવરી લેવામાં આવ્યા છે.