21 મી સદીનાં ડિજીટલ યુગમાં સમાજની સાથે પરિવર્તન સ્વીકારવાનાં હેતુથી ભારત સરકારે અર્થાત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હાલમાં જ ય₹-છ એટલે કે ડિજીટલ કરન્સીનો પ્રારંભ કર્યો છે. કહેવા માટે તો આ રૂપિયાની વેલ્યુ આપણા રોકડા રૂપિયા જેટલી જ છે. અને તેની નોટ પણ રોકડા રૂપિયાની નોટો જેટલી કિંમતની જ હશે. જેનો ઉપભોક્તાઓ ખરીદી વખતે ચલણ તરીકે ઉપયોગ કરીને નાણાકિય વ્યવહાર કરી શકશે. પરંતુ હાલમાં આ ઇ-રૂપિયાને રોકડામાં તબદીલ નહીં કરી શકાય. મતલબ કે ઇ- રૂપિયાનો વ્યવહાર બજારમાં પેટીએમ, કે ગુગલ પે ની જેમ એક ખાતામાંથી બીજા ખાતામાં થશૈ એટલે કે વ્યવહારમાં બધે ચાલશે પણ તેના બદલામાં ગ્રાહકને ખણખણ બોલતો રોકડો રૂપિયો મળી નહીં શકે.
વિશ્વભરનાં ઘણા દેશોમાં ડિજીટલ કરન્સી અમલમાં છે. પરંતુ દરેક દેશમાં તેના વ્યવહારિક ઉપયોગનાં નિયમો જુદા-જુદા છે. આપણા દેશમાં હાલના ડિજીટલ રૂપિયાના બદલામાં રોકડા તબદીલ નહી થઇ શકે. પરંતુ આગળ જતા રિઝર્વ બેંક આવી વ્યવસ્થા કરશે કે કેમ તે નક્કી થયું નથી. આ એક મર્યાદા સામે ડિજીટલ રૂપિયાનાં અન્ય ઘણા ફાયદા થઇ શકે છૈ. ભારતનાં આઝાદી કાળથી આપણે ફાટેલી નોટો, નકલી નોટો, પરચુરણની સમસ્યા, નવી ચલણી નોટો છાપવાના ખર્ચ તથા ચોરી-લૂંટ અને બે-નંબરી કારોબાર જેવી સમસ્યાઅનો સામનો કરી રહ્યા છીએ. સરકાર લાંબા સમયથી આ બિમારીનો ઇલાજ શોધતી હતી. હવે કદાચ ઇ-રૂપિયો આ બિમારીનો રામબાણ ઇલાજ સાબિત થઇ શકે છે.
હાલમાં ય₹-છ ની પ્રાયોગિક ધોરણે મુંબઇ, દિલ્હી, બેંગલૂરૂ તથા ભૂવનેશ્વર એમ ચાર શહેરોમાં શરૂઆત કરવામાં આવી છે. જ્યારે બીજા તબક્કામાં અમદાવાદ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઇન્દોર, કોચી, લખનઉ, પટણા, તથા શિમલાનો સમાવેશ કરવામાં આવશે. સેન્ટ્રલ બેંક ડિજીટલ કરન્સી ( સી.બી.ડી. સી) તરીકે ઓળખાનારી આ કરન્સી અત્યારે રઝિર્વ બેંકે નક્કી કરેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇ.સી.આઈ સી.આઇ બેંક, યસ બેંક તથા આઇ. ડી. એફ. સી ફર્સ્ટ બેંક એમ ચાર બેંકો દ્વારા ડિજીટલ કરન્સીનું ખાતાં જમા થયેલી બેલેન્સનાં આધારે વિતરણ કરવામાં આવશે. આમ તો રિઝર્વ બેંકે કુલ આઠ બેંકોની યાદી બનાવી હોવાના અહેવાલ છે પણ હાલમાં ચાર બેંકો કારોબાર શરૂ કરી રહી છે. હાલમાં ખાતામાં જમા થયેલી ડિજીટલ કરન્સીના રોકડા નહીં મળે.
આજરીતે ઉપભોક્તા રોકડા આપીને ડિજીટલ કરન્સી લઇ પણ નહી શકે. ડિજીટલ કરન્સીનું સેન્ટ્રલ મોનિટરીંગ રિઝર્વ બેંક દ્વારા જ થવાનું છે અને ઉપરોક્ત જણાવેલ ચાર બેંકો માત્ર વિતરણમાં મધ્યસ્થી જ કરવાની હોવાથી કેટલી માત્રામાં ડિજીટલ કરન્સીનું વિતરણ થયું છૈ અને કેટલી બજારમાં વપરાશમાં છે તેનો તમામ હિસાબ રિઝર્વ બેંક પાસે રહેશે. બીજા તબક્કામાં બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, એચ. ડી. એફ. સી બેંક તથા કોટક મહિન્દ્રા બેંકનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવશે.
રિઝર્વ બેંકનો દાવો છે કે અમુક ચોક્કસ જુથો વચ્ચે આ કરન્સીનું કામકાજ શરૂ કરાયું છે અને પ્રાથમિક ઉત્સાહ બહુ જ હકારાત્મક રહ્યો છે. દરરોજ વપરાશકારો વધતા જાય છે જે કરન્સીની સફળતાનો ગ્રાફ દેખાડે છે. યસ બેંકે એપલ ઍપ તથા ગુગલ પે સ્ટોર માટે ડિજીટલ વોલેટ તૈયાર કરી નાખ્યા છે. અત્રે ખાસ નોંધનીય છૈ કે રિઝર્વ બેંક આ કરન્સી ઉપર સીધી દેખરેખ રાખતી હોવાથી કોઇ ગરબડ કે છેતરપિંડી થાય તો રિઝર્વ બેંક જવાબદારી લેશે. હાલમાં રિલાયન્સ રિટેલ, નેચરલ્સ આઇસ્ક્રીમ તથા અમુક ઓઇલ માર્કેટિંગ કંપનીઓઐ ઇ-રૂપિ માં પેમેન્ટ સ્વીકારવા સાઇન-અપ પણ કરી નાખ્યુ છે. દિવસે-દિવસે આ યાદી લાંબી થતી જશે.
ઉપભોક્તાઓ પોતાના મોબાઇલ ફોન કે અન્ય હાથવગી ડિવાઇસમાં ડિજીટલ વોલેટ બનાવીને તેમાં આ ળરન્સી સ્ટોર કરી શકશૈ અને તે વોલેટમાંથી નાણાની ચુકવણી કરી શકશે. ડિજીટલ વોલેટ મારફતે પર્સન-ટુ-પર્સન, પર્સન ટુ- મરચન્ટ પેમેન્ટ થઇ શકશે. આ ઉપરાંત મર્ચન્ટ ટુ- મરચન્ટ પેમેન્ટ માટે ક્યઆર કોડનો પણ ઉપયોગ થઇ શકશે.આપના નાણા ભલે બેંકમાં જમા પડ્યા હોય પણ જેમ તમારા ખિસ્સામાં પડેલા રોકડા રૂપિયા ઉપર કોઇ વ્યાજ મળતું નથી તે જ રીતે ઇ-રૂપિ ઉપર પણ કોઇ વ્યાજ મળવાપાત્ર નથી. મતલબ કે આ કરન્સી વાપરવા માટે છે બચત માટે નથી. આ પ્રાયોગિક અમલનાં પરિણામનાં આધારે સરકાર ઇ-રૂપિનાં વપરાશમાં બીજા ઘણા વિકલ્પો ઉમેરવાનું પણ આયોજન કરી રહી છે.