સમયને બદલાતા વાર નથી લાગતી અને સમય સાથે બદલાઇ ન શકનારને બજારમાંથી ફેંકાઇ જતા વાર નથી લાગતી! નોકિયા અને કોડાક જેવા ઉદાહરણો ટાંકવાને બદલે મૂળ વાત ઉપર આવીએ તો ભારતનાં જાહેરાતનાં કારોબારમાં આમુલ પરિવર્તન આવી રહ્યું છે. હવે પ્રિન્ટ મિડીયા અને ટેલિવિઝન કરતાં ડિજીટલ માર્કેટિંગના કારોબારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આંકડા બોલે છે કે ડિજીટલ જાહેરાતનાં ક્ધસેપ્ટની શરૂઆતને ત્રણ કે ચાર જ વર્ષનાં ટૂંકાગાળામાં ડિજીટલની જાહેરાતની આવક ટેલિવિઝન ચેનલોની આવક કરતા આગળ નીકળી ગઇ છે. ફેસબુક ફેમ મેટા ઇન્ડિયાની આવક આ બધી ચેનલો કરતા વધી ગઇ છે.
નાણાકિય વર્ષ 2021 માં સહારાની જાહેરાતની આવક 5918 કરોડ રૂપિયા હતી જ્યારે ઝી ટી.વી ની આવક 3710 કરોડ રૂપિયા રહી હતી. જે ગત વર્ષના કારોબાર કરતાં અનુક્રમે 21 ટકા તથા 17 ટકાનો ઘટાડો સુચવે છે. સામાપક્ષે મેટાનાં કારોબારમાં 41 ટકાનો જ્યારે ગુગલનાં કારોબારમાં 21.36 ટકાનો ઉછાળો નોંધાયો હતો. કોવિડ-19 ના સમયગાળામાં ટેલિવિઝનની જાહેરાત વધી હોવાનાં સમાચારો વહેતા થયા હતા પણ હવે ફરી પાછા ડિજીટલનાં દિવસો ચમકી રહ્યા છે. કારણ કે હવે સૌ પ્રથમ કંપનીઓ ડિજીટલ કે સોશ્યલ મડીયા ઉપર પ્રાયોગિક કેમ્પેઇન કરે છે તેમાં જો સફળતા મળે તો પ્રોડક્ટને અન્ય મિડિયા દ્વારા પ્રમોટ કરવા માટેનાં બજેટ ફાળવવામાં આવે છે.
તાજેતરનામ એજન્સીઓનાં સર્વે જણાવે છે કે 2021 માં ડિજટિલ જાહેરાતની આવક 22.5 ટકા જેટલી વધીને 23400 કરોડ રૂ.પિયા થઇ છે જો કે ઓદ્યોગિક વર્તુળો 27000 કરોડનો આંકડો મુકે છે. જેમાંથી મેટા ઇન્ડિયાને ખાતે જ 9326 કરોડ રૂપિયા ગયા છે. જ્યારે જુના જોગી ગુગલના ફાળે 13668 કરોડ રૂપિયા ગયા હતા. યાદ રહે કે મેટા પ્ળેટફોર્મ ઉપર આવતી જાહેરાતો એક રીતે રી-સેલ થતી જાહેરાત જ હોય છે. બાકીની જાહેરાતોનું બિલ માતૄ સંસ્થાનાં નામે જ બનતું હોય છે. તેથી ભારતમાંથી થયેલી આવકો 637 કરોડ રૂપિયા જ અંદાજી શકાય.મેટા કંપનીનાં આવકનાં આંકડા જોતા સમજાય છૈ 2021 ના ચોથા .ત્રિમાસિક સમયગાળાં મેટાની કુલ આવક 33.7 અબજ ડોલર હતી જેમાંથી 30.5 ટકા જેટલો નફો ગણાય તો 10.3 અબજ ડોળરનો ચોખ્ખો નફો થયો હતો. જેમાંથી 97 ટકા જેટલી આવક જાહેરાતની જ હતી. જ્યારે બાકીની ત્રણ ટકાની આવક કંપનીએ નવા શરૂ કરેલા રિયાલિટી લેબ સેગ્મેન્ટમાંથી થઇ હતી. ચોથા .
ત્રિમાસિકમાં આવકમાં 8.3 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સેગ્મેન્ટની ચોથા .ત્રિમાસિકમાં કુલ આવક 87.7 કરોડ ડોલરની રહી હતી. શરૂઆતમાં નીચા મથાળે રહી ત્યારબાદ સુધારો જોવા મળ્યો છે.યાદ રહે કે મેટાએ હાલમાં તેના કારોબારને ફેમિલી ઍપ તથા રિયાલિટી ઍપ એમ બે સેગ્મેન્ટમાં વહેંચી નાક્યો છે. ફેમિલી ઍપ સેગમેન્ટમાં કંપનીની વોટ્સએપ મેસેન્જર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેવા મિડિયાનો સમાવેશ થાય છે. જ્યારે રિયાલિટી ઍપમાં રિયાલિટી લેબ્સ તથા વચ્યુઅલ રિયાલિટી પ્રોડક્ટસનો સમાવેશ થાય છે. જેના કારોબારમાં બહુ મોટો વધારો થવાની આશા સેવાઇ રહી છે. કારણ કે વિશ્વ ડિજીટલ દુનિયામાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે ભારત વૈશ્વિક સમુદાયથી અલગ રહી શકે નહીં. અનુમાન છે કે 2021 માં ડિજીટલ એડવર્ટાઇઝમેન્ટનું બજાર 537 અબજ ડોલરે પહોંચ્યું છે. જે જાહેરાતનાં કુલ માર્કેટનો 64.4 ટકા હિસ્સો ધરાવે છે. જે 2019 (52.1 ટકા) ના વર્ષ તથા 2020(60.5 ટકા ) નાં વર્ષની સરખામણીઐ વધારે છે મતલબ કે તે સતત વધી રહ્યું છે.
તૈયાર રહેજો, હવે ફાઇવ જી ની તૈયારી પુર જોશમાં ચાલી રહી છે. આવા સંજોગોમાં સમગ્ર વિશ્વ મોબાઇલના સ્ક્રીન તથા આંગળીના ટેરવે આવી જશે. સ્વાભાવિક રીતે જ જગતમાં ઘણા એવા વ્યવસાય હશે જે ઇતિહાસ બની જશે અને તેનું ડિજીટલ સ્વરૂપ એક ક્લિક સાથે કરોડો રૂપિયા કમાતું થઇ જશે. જેમાં કદાચ મેટાની સેવાઓનો મહત્વનો રોલ હશે.